________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કરતાં ઘણી બાબતોમાં અહીંની પ્રજા આગળ વધેલી છે, તેથી ઘણી બાબતમાં જુદી પડે છે. માટે જુદા પડવું દોષ માનવો એ તો નરી અજ્ઞાનતા જ છે.
૬૧૨
આ શ્રેષ્ઠતા પોતે પ્રાપ્ત કરવા યુરોપીય પ્રચારકોએ અહીં દલપતરામ કવિ વગેરેને સારો પગાર આપીને પણ વિધવાવિવાહને ઘણું જોર આપ્યું છે. આ દેશના તેઓના અનુયાયીઓએ એ વિચારને ઉપાડી લીધો છે અને તેનો પ્રચાર કરે છે. તેને પરદેશીઓનો પણ પાછળથી મજબૂત ટેકો છે. કોઈ સગૃહસ્થ, રાજા કે બીજા મોટા માણસો તે વિચારમાં ભળે, તો તેમને મોટી પ્રતિષ્ઠાઓ અને માનચાંદ પણ આપવામાં આવેલા માલૂમ પડ્યા છે. જેમ જેમ આ ઉચ્ચ કોમોની સ્ત્રીઓનું ચારિત્ર શિથિલ થાય, તેમ તેમ પ્રજાનો વહેલો નાશ થાય છે. ત્યારે બીજી તરફ પોતાના દેશમાં સ્ત્રીઓના ચારિત્રને ખીલવવા તેઓએ અનેક પ્રયત્નો શરૂ કર્યા છે. તેની સામે આપણને વાંધો નથી પરંતુ ભવિષ્યમાં પણ ગમે તેટલી પવિત્રતા તેઓ કેળવે તો પણ વારસો મલિન ગણાય, એટલે અહીંની સ્ત્રીઓ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ કરી શકાય નહીં. માટે અહીંના સ્ત્રીવર્ગમાં અપવિત્રતા પ્રવેશાવવી જ જોઈએ. પુનર્વિવાહમાં વ્યકિતની સગવડ થોડાં વર્ષો કદાચ જળવાશે, પરંતુ પ્રજાકીય અધ:પતનનું તે પણ એક મોટું કારણ છે.
સ્ત્રીઓને મિલકતમાં સરખી ભાગીદારી કરીને ઉચ્ચ કુટુંબના હિંદુઓની મિલકતોને વહેંચી નાંખવાથી તેની આર્થિક સ્થિતિ ચૂંથાઈ જાય અને વેપાર ધંધામાં હરીફાઈમાં ઊભા રહી શકે નહીં, તેમજ રાજ્યો વગેરેમાં પણ એ નિયમની અસર થાય, તો યુરોપીય લોકો કોઈ તેવા વિચારવંતોની કન્યાઓ પરણે, તેઓને સરખે ભાગે તે મિલકતોના હિસ્સા મળે.
સ્ત્રીઓને પિયરમાંથી ભાઈઓની સાથે ભાગ મળે. સાસરામાંથી પણ ભાગ મળે અને પુનર્લગ્ન કરે કે છૂટાછેડા લે તો પણ તે પોતાની મિલકત સાથે લઈ જઈ શકે અને પોતાના ધંધાની કમાઈ હોય, તેના ઉપર પણ પોતા સિવાય બીજાનો હકક નહીં.
આમાં સ્ત્રીઓ ઉપર પુષ્કળ ઉદારતા વાપરી ગણાય. પરંતુ ધનોત્પાદક અને પ્રજાના પ્રધાન અંગભૂત પુરુષોનો તો મરો જ. આ પુરુષોનો વિનાશ નોતરીને સ્ત્રીઓ શું સભ્યતા ભરેલું સુખ ભોગવી શકશે ? ખરી રીતે તો સ્ત્રીઓના હકકને નામે અહીંની પ્રજાને દબાવી મારવાના અનેક ઉપાયોમાંનો આ પણ એક ઉપાય જ જણાય છે. જો કે હિંદુ પુરુષ નિરુપાયે જ સ્ત્રીઓને દુ:ખ પડવા દે છે.
પ્રજા આખી ગુલામ ગણાતી હોય તેમાં પુરુષો સાથે સ્ત્રીઓનો પણ ગુલામીમાં ભાગ ગણાય. સ્ત્રીઓને કદાચ વધારે સોસવું પડતું દેખાતું હોય, તેમ છતાં ઘણું સમતોલપણું જળવાઇ રહે છે. પરંતુ સ્ત્રીઓને માટે જ્યારે સંપૂર્ણ છૂટ અને મિલકતોમાં પણ સંપૂર્ણ હકકો વગેરેથી જ્યારે તેને છેલ્લી હદ સુધી છૂટ અપાય અને પુરુષો જ્યારે છેલ્લી હદ સુધી કચડાયેલી સ્થિતિમાં આવે, ત્યારે આખી પ્રજાની સ્થિતિ શી ? જ્યારે આખી પ્રજાની સ્થિતિ પાયમાલ થવાનો પ્રસંગ આવે, ત્યારે તેમાં યે સ્ત્રીઓ બચી જશે, એમ શી રીતે માની શકાય ?
વળી આજે સ્વતંત્રતાનો ખરો અર્થ તો સ્વચ્છંદતામાં જ છે. જ્યારે સંયમ, મર્યાદા વગેરે તત્ત્વોને તોડીને ગમે તેમ વર્તવાની છૂટ સ્રીઓને આપવામાં આવે તેવી કેળવણી, તેવાં બાહ્ય સાધનો, તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org