________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વિરુદ્ધ શી રીતે કહેવાય તે સમજી લેવું જોઈએ.
પરદેશી રાજ્ય કરે, વેપાર કરે, ધંધા કરે, અહીં રહે, તેની સામે થવું પણ જરૂરતું નથી, પરંતુ અહીંની પ્રજાનો ઉચ્છેદ થાય તેવાં પગલાં ભરે તો ચેતવું જોઈએ. દેશનાયકો સરકારનો વિરોધ કરે છે, તે ખોટો છે. કેમ કે, તેઓ તો અહીંની પ્રજાના ઉચ્છેદના માર્ગના પાયા મજબૂત કરી આપે છે. માટે તેને ટેકો આપવો તો નકામો જ છે. આજનાં પ્રજામંડળો, વેપારી સભાઓ, ખેડૂતમંડળો પણ દેશનેતાઓની નીતિનાં જ ચક્રો છે, તેમાંનાં જ છે.
૩-૨-૪ “સ્વ રસ્ત્રીમાં સંતોષ રાખવો.” એવા વ્રતવાળો શ્રાવક શોકય કે બીજાએ ન સ્વીકારેલી કન્યા-વેશ્યા વગેરેનો ઉપભોગ કરે, તો અનાચાર ગણાય. પરંતુ, માત્ર પરસ્ત્રી વિરમણ વ્રતવાળા શ્રાવકને તે અતિચાર ગણાય. કેમ કે, તેમાં એવું સાપેક્ષપણું રાખ્યું હોય કે પરે સ્વીકારેલી, પરની થઈ ચૂકેલી, પરની ગણાયેલી સ્ત્રીનો ત્યાગ. પરંતુ, જે હજુ કોઈની નથી થઈ કે સર્વ સામાન્ય હોય, તે પરની સ્ત્રી ન ગણાય. એટલે તેવી સ્ત્રીના ઉપભોગમાં અનાચાર ન ગણાય. પરંતુ સ્વ સિવાયની સ્ત્રી હોવા છતાં અને નિરપેક્ષપણે ઉપભોગ કરે તો અનાચાર. પરંતુ વ્રત સાપેક્ષપણે ઉપભોગ કરે તો અતિચાર લાગે. સ્વદારા સંતોષીને પણ જ્યારે તીવ્ર કામાસકિત અતિચાર ગણાવેલો છે. તો પરની ગણાઈ ચૂકેલીના ભોગમાં તો અનાચાર જ. સ્વ સિવાયની હોય તે પરની એવો અર્થ વ્રતમાં સાપેક્ષ હોય તે કન્યા, વેશ્યા, વિધવા, પુનર્ભ વગેરેના ભોગમાં પણ અનાચાર લાગે. સ્વદારા સંતોષ એ ગૃહસ્થનું આદર્શ વ્રત છે. જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંજોગવાળા પાત્ર જીવોની અપેક્ષાએ વ્રતો અને તેના અતિચારોની શાસ્ત્રમાં વિવિધ વિચારણાઓ છે.
અપરિગૃહીતાગમન - કોઈએ ન સ્વીકારેલી કન્યા વેશ્યા વગેરે પરંતુ કન્યા હજુ પર પરિગૃહીત ઉપચારથી ગણાવી જોઈએ; કેમ કે, તે પરને આપવાની છે. વેશ્યા વગેરે પર પરિગૃહીત નથી પરંતુ કન્યાને ઉપચારથી પર પરિગૃહીત ગણવામાં હરકત જણાતી નથી. પરે ન સ્વીકારેલી હોય તેનું ગમન વ્રત સાપેક્ષપણે અતિચાર ગણાય, અન્યથા અનાચાર.
ઈવર પરિગૃહીતા - વારા સિવાય શોકમનો ઉપભોગ પણ ઈવર પરિગૃહીતા અતિચાર ગણાય. તથા બીજાઓએ અમુક વખત ભાડું ઠરાવી રાખેલી વેશ્યા વગેરે પણ ઈત્વર પરિગૃહિતા ગણાય. તેનો ઉપભોગ અતિચાર ગણાય.
(અહીં ગ્રન્થાન્તરોથી ઘણું સમજવા જેવું છે.) વિધવા - પરિગૃહીતા છે, તેનું ગમન અનાચારરૂપ છે, પરંતુ અહીં દષ્ટિ વિપર્યાસ અને સરાગ વચન વગેરેને પણ અતિચારરૂપે ગણાવ્યા છે. પણ પુનર્લગ્ન તો અનાચાર સિદ્ધ જ છે અથવા વિધવા સાથે પુનર્લગ્ન એ શિષ્ટ પ્રજાના શીલાચારના ભંગરૂપ છે. ભારતમાં બહુ જ ઉચ્ચકોમના જૂજ લોકોની સ્ત્રીઓ પુનર્વિવાહ કરતી નથી. આ કારણે જગતમાં ઉચ્ચ હિંદુઓની સ્ત્રીઓના સંસ્કાર શ્રેષ્ઠ ગણાય છે, જેની જોડ જગતમાં બીજે નથી. “જગતમાં બીજે નથી માટે તે ખોટું છે.” એમ માનીને જે પુનર્વિવાહ ન કરવો એ હિંદુઓની ભૂલ છે,” એમ ગણવામાં આવે તો જગતની બીજી પ્રજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org