________________
૬૧૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
છે, આધ્યાત્મિક જીવનને લાયક વધુ તત્ત્વો છે. પૂર્વના મહાત્માઓની માનસિક, શારીરિક, વાચિક, પવિત્રતાઓની પણ અસરો કરોડો વર્ષથી તેમાં ઊતરી આવેલી હોય છે.
સત્ય આવું છતાં અમારા પાટણના જૈન યુવક સંઘે કે મંડળે સંતતિનિયમનને ટેકો આપનારી પત્રિકા છપાવી હતી. કેટલું અજ્ઞાન?
ગાયકવાડ સરકાર વગેરે દેશી રાજ્યો પણ કાયદાનું અનુકરણ કરવા લલચાય એ સ્વાભાવિક છે. કેમ કે, લગભગ ઘણા ખરા કાયદા બ્રિટિશ ધારા ઘડનારાઓએ ઘડેલા ધારાઓનું જ અનુકરણ હોય છે. પ્રજાની પરિસ્થિતિનો અભ્યાસ કરીને કાયદા થતા નથી. આમ ચારેય તરફ ફેલાતા સો વર્ષે હિંદુઓની શી દશા કલ્પી શકાય છે ? શું ખરેખર આમ બને તો ભાવિ કાળમાં હિંદુઓ માટેનું ચિંતાનું કારણ નથી ?
સંતતિનિયમન પ્રમાણે દરેક હિલચાલના સંબંધમાં સમજવું. આ રીતે આજની અહિંસામાં સ્વાર્થમય કેવી હિંસા સમાયેલી છે, તેનો કંઈક ખ્યાલ આવશે.
અહિંસાને નામે જે કેટલાંક કામો થઈ રહ્યાં છે તેમાં તો પરિણામે મહહિંસાઓ છે. એ આપણે ઉપર કેટલાક દાખલાઓથી બતાવી ગયા.
માટે છોડાવવાથી, પાંજરાપોળથી કે એવી જૈન કે આર્ય પરંપરાની આપણી જીવદયાની લાગણીથી, નાણાંથી, લાગવગથી, શરમથી, સંબંધથી જીવોની દયા પાળવાની પ્રવૃત્તિઓ ચાલે છે તેને ચાલુ રાખવી.
૩-૨-૨ સત્યની પણ વ્યાખ્યા વ્યાપક જુદી જ છે. સત્યમાં સાપેક્ષ સત્ય હોય છે. મહાન નુકસાન બચાવવા નાનું જૂઠું સત્ય ગણાય છે. વિના કારણ સહેજ પણ જૂઠું અસત્ય ગણાય છે. આધ્યાત્મિક માર્ગ, ધર્મ પ્રધાન સંસ્કૃતિના રક્ષણ માટેનું જૂઠું પણ સત્ય બને છે. અને તેને તોડનારું સત્ય પણ જૂઠું ગણાય છે.
એવી જ રીતે જડવાદનો માર્ગ, તેની સંસ્કૃતિ અને તેવી પ્રજાના બચાવનું સત્ય પણ જૂઠ છે અને જૂઠ પણ જૂઠ જ છે.
શાસ્ત્રમાંના અતિચાર પાઠમાંની અતિચારોની નિયમિત સંખ્યા સૂચવનારા આંકડા દરેક ઉપર આપવામાં આવેલા છે. તે ઉપરથી ગાથા સૂચિત અતિચારો અને તેની સાથે જોડાયેલા અતિચારોની સમજ પડી શકશે. એ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવું.
૩-૨-૩ આજે ખેડૂતો અને વેપારીઓમાં ભેદ પાડીને આ દેશની આખી પ્રજાને આર્થિક મુશ્કેલીમાં મૂકીને ખેતી અને વેપાર હાથ કરવામાં પરદેશીઓનું અન્યાય ભરેલું મહા અદત્ત છે. તેમાંથી બચવા અને આર્ય જીવન કે આર્ય સંસ્કૃતિમાં ટકવા જે નાનું મોટું અદત્ત સેવવું પડે, તે શી રીતે અદત્ત ગણાય ?
રાજ્ય વિરુદ્ધ આપણે વર્તવાનું નથી જ. પરંતુ બહારની પ્રજાઓનો હેતુ અહીંની પ્રજાઓને ઉખેડી નાંખવાનો હોય તો તેનો વિચાર કરવો. અને તેનો યોગ્ય ઉપાય લેવા પ્રયત્નો કરવા, તેને રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org