SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો આગેવાનો તરીકે ગોઠવીને પ્રથમ ચર્ચાઓથી વાતાવરણમાં ફેલાયેલા વિચારોને હવે કાયદાનું સ્વરૂપ આપવા માંડ્યું છે. હિંદુ સ્ત્રી-પુરુષોના ચારિત્ર તેમજ તેની પ્રજાના રક્ષણના એક પણ સંસ્કાર બચવા ન પામે, તેવી જાતના કાયદા જુદે જુદે વખતે જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી ધારાસભામાં જુદા જુદા માણસોને હાથે જુદા જુદા બહાના નીચે થયા છે, થાય છે, અને થયા કરશે એમ લાગે છે. એકીસાથે ન કરતાં ધીમે ધીમે અને વહેંચાયેલી રીતે થાય, તેથી પ્રજાને એકદમ ઉશ્કેરાવાનું કારણ ન મળે, હાલમાં તો તે કાયદાઓ ધારાપોથીમાં દાખલ થાય, પછી પ્રસંગે તેનો અમલ થાય. આજના કાયદાઓનો ઇતિહાસ તપાસતાં આ તત્ત્વો આપણને મળી આવશે. વચલા વખતમાં વધારે પડતી છૂટ લેવા દઈને તેનાથી નુકસાન થયા હોય, તે બહાર લાવીને કાયદાની આવશ્યકતાનું વાતાવરણ તૈયાર કરી શકાય છે. આમ છતાં પણ વ્યકિતગત રીતે ઘણાં સ્ત્રી-પુરુષો, કુટુંબો, જાતિઓ પોતાની પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરે છે ને કરશે. અને આવા કટોકટીના સમયમાં પણ ઘણે અંશે જળવાશે તેમાં સંશય નથી. છતાં સુજ્ઞ પુરુષોએ જેમ બને તેમ સાવચેત રહી પ્રજાના, ધર્મના, ભાવિ સંતાનોના ભલા માટે પ્રજાનાં ચારિત્ર્ય શિથિલ કરનારા અને સામર્થ્ય હણનારા સંજોગોથી દૂર રહેવાય તેવા પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ. છતાં અક્ષરજ્ઞાનની યોજના, રેડિયો વગેરેની હાલની જાહેરાતોનાં સાધનો વધતાં પ્રજાના મનમાં સંશયો, દુઃખીપણાના આભાસ ઉત્પન્ન કરી સુખસગવડની લાલચો આપી, પ્રથમની સ્થિતિ અને મર્યાદાઓ તરફ અણગમો ઉત્પન્ન કરી ખેંચવાની ગોઠવણો થઈ રહી છે. અક્ષરજ્ઞાનથી છાપાં અને પેપરોનું વાતાવરણ અસર કરશે અને રેડિયો, સિનેમા, મેન્ટીક સેંટર્નની યોજનાઓ તથા તેવા પ્રચારકો પ્રજાનો અનેક રીતે બુદ્ધિભેદ કરી કઈ સ્થિતિમાં મૂકશે તે કહી શકાતું નથી. અક્ષરજ્ઞાનની યોજનાથી ભણ્યા પછી ઉત્તમ પ્રેરક સાહિત્ય તેના હાથમાં ભાગ્યે જ આવવાનું છે. આજનું હલકટ સાહિત્ય એ સામાન્ય ભણેલા લોકોના હાથમાં આવે એ સ્વાભાવિક છે. એટલે બોધ માટે ધર્મગુરુઓના સહવાસને બદલે એવાં પુસ્તકોથી સંતોષ મનાશે ને ખરા જ્ઞાનમાર્ગનો અંકુશ છટકી જશે. ભણવું જેટલું સારું છે તેટલું જ હલકટ સાહિત્ય વાંચતાં આવડવું ખરાબમાં ખરાબ છે. ખરી રીતે સંસ્કારી અને લાયક પ્રજા વધવી જોઈએ. તેના જ ઉપર ઊલટા અંકુશ મુકાશે અને બહારની પ્રજાઓની ઈનામો દ્વારા સંતતિ વધારાશે. પરિણામે જગતમાં અન્યાય અને અધર્મનું વાતાવરણ વધશે પરંતુ આજ યુરોપની સ્વાર્થ મશગૂલ પ્રજાઓ અને તેના આગેવાનો આ માને તેમ નથી. તેઓની લાગવગ અને સત્તા ઘણાં વધતાં જાય છે અને વધી રહ્યાં છે, કે જેને આજના યુવકો પ્રગતિ કહે છે. સારાંશ કે, આજના પ્રચારકાર્યમાં આપણું હિત જણાતું નથી, તેથી તેના ઉપર વિશ્વાસ કેટલો - રાખવો તે દરેક સદગૃહસ્થોએ વિચારી રાખવા જેવું છે. કુલાંગના - એટલે આપણા હાલના સંજોગ પ્રમાણે કુલવતી ઉમરલાયક કન્યા. એ અર્થ અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy