________________
૬૦૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કેમ કે, સત્તા આગળ શાણપણ ન ચાલે પરંતુ ઉદેશમાં એ રાખવાની જરૂર નહોતી. તેમજ રાજ્ય કેટલીક બહારથી અહિંસા દેખાય અને પરિણામે હિંસા હોય તેવા કાર્યમાં મંડળીનો ટેકો લઈ લે છે. તે ખ્યાલમાં રાખીને તેવી વાતમાં સહકાર ન આપવો જોઈએ, એ મંડળી ભૂલી જાય છે અથવા “એ માટે જ મંડળી છે” એમ હોય, તો તેનાથી તે દૂર કેમ રહી જ શકે?
આજે મનુષ્યની સુખસગવડ માટે બીજાં જંતુઓને કૂતરાં વગેરે નકામાં પશુઓને મારી નાંખવા વ્યવહારુ ગણાય છે અને મંડળી પણ એવી બાબતમાં બહુ હિંમત બતાવી શકતી નથી. પરંતુ આગળ જતાં જેમ જેમ અહીં બેકારી ફેલાશે અને યાંત્રિક બળની શકિત વધશે, તેમજ પરદેશીઓનો વસવાટ વધશે, તેમ તેમ નકામા થતા આ દેશના માનવા પ્રાણીઓની હિંસા મોટા પાયા ઉપર આપોઆપ ચાલશે. ત્યારે મંડળીએ શરૂ કરેલ માનવ દયાના વિભાગમાં તેઓ કદાચ માનવદયા બતાવી શકશે.
પરંતુ મંડળી એ ભૂલી જાય છે કે, “હવે પછી આવી પડવાની આર્થિક અને જીવનની સંકડામણોવાળું જીવન ગોઠવાઈ રહ્યું છે, અને તેમાં પરદેશી સ્વાથ ગૂંથાયેલા છે. એ ગોઠવણને પરિણામે માનવ સંહાર શરૂ થશે. તેના પર ઢાંકપિછોડો કરવા આ માનવદયાની ખાસ સ્પેશ્યલ શરૂઆત કરવામાં આવી છે, કે જેના ગર્ભમાં માનવસંહારની કબૂલાત પડેલી છે, બહારથી માનવદયા પળતી દેખાશે, અને અંદરથી અનેક માનવોનો સંહાર થઈ જશે, જે જોવામાંયે આવશે નહીં.”
જે સ્થિતિ આજે આબુની પાંજરાપોળ સ્થાપવા છતાં, પશુ ધન પ્રજાના હવાલામાંથી છૂટું પડતું જાય છે અને દયાની સંસ્થાઓ નિરૂપાય બનતાં અનિવાર્ય રીતે કસાઈખાના તરફ ઘસડાઈ રહેલ છે અને અનિવાર્ય રીતે કસાઈખાનાની જરૂરિયાત વધારી રહેલ છે.
કેમ કે, ખેતી અને વાહનોમાંથી નિરુપયોગી પડતાં પશુઓને નાંખવા કયાં ? પાંજરાપોળો વગેરે કેટલાકને સાચવી શકે? તેમજ ગરીબ થતી પ્રજા રાજ્યના ટેકા વિના પશુધન શી રીતે સાચવી શકે ? દૂધવાળાં સારાં ઢોર સસ્તામાં ડેરીવાળા લઈ જાય પણ તે સિવાયનાઓનું શું? તેવી જ રીતે યાંત્રિક ધંધાઓના વધારાથી ધંધા રહિત થઈ બેકાર પડેલા માનવોનો સંહાર જીવદયા મંડળી શી રીતે રોકી શકશે ? કારખાનાં નીકળે, તેમાં મજૂરો ગોઠવાય પણ કેટલાકને ગોઠવવા? વળી યાંત્રિક શકિત વધે, તેમ તેમ વળી મજૂરો છૂટા પડે. તેને કયાં નાંખવા ? આમ બેકારી, તેને અંગે રોગો, તેને અંગે આપઘાત વગેરે માટેના સંભવની મોટા પાયા પર ગોઠવણ થાય, ત્યારે તેના ઉપર પડદો પાડવા આવી સંસ્થાઓ ઉપયોગી થાય છે. પણ તેથી વાસ્તવિક દયા પળાતી નથી, પણ મંડળી યાંત્રિક કારખાના કાઢવાનું અટકાવી આખા જગતના પ્રાણીસમાજનો આશીર્વાદ લઈ શકે તેમ છે ? નહીં જ. કેમ કે, તે બંધાઈ ગયેલ છે, કે તેવી હિલચાલ કે વિચારણા પણ તે ન ફેલાવી શકે. જે કે જ્ઞાન આપીને તેણે જગતમાં જીવહિંસા ઓછી કરવાનું પહેલું બીડું ઝડપ્યું હતું, પરંતુ વાસ્તવિક રીતે તો તે માત્ર જૈની અહિંસાના પ્રચારની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢવાની પોલિસી માત્ર હતી.
ત્યારે જૈનોની અહિંસા, સાદા જીવનને અને ચાલુ ધંધાઓને ટેકો આપનારી હોવાથી તેને “જુદા જમાનાની અને અવ્યવહારુ” કહીને આ મંડળી પણ તેની વિરુદ્ધમાં બહુ જ સૂક્ષ્મ રીતે આડકતરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org