________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૦૯
પ્રચારકાર્ય કરે છે, અથવા તેવી હિલચાલોને અવિરુદ્ધ રહીને ટેકો આપે છે, જેની કદાચ તેના કાર્યવાહકોને માલૂમ પણ નહીં હોય.
આજ રીતે ખેડૂતો માટેની સસ્તા માલથી યોજનાને ટેકો, આજના કૃત્રિમ દારૂનિષેધને ટેકો, દૂધાળા ઢોરના ઉછેરને ટેકો, વધુ દૂધ ઉત્પન્ન કરનારી સંસ્થાઓને ટકો વગેરે આડકતરી રીતે આ દેશમાં વધુ હિંસા ફેલાવવાના કારણ તરીકે આજે છે. કેમ કે, તે દરેકનાં પરિણામો અને ધ્યેયો જુદાં જ ગોઠવવામાં આવ્યાં છે.
જેનો પૈસા આપીને લાગવગથી, શરમથી પશુઓ છોડાવે છે. તેની જાહેર નિંદા કરવામાં આવે છે. જે એ રીત જેનો બંધ કરે, તો જૈનોએ શી રીતે દયા બતાવવી ? યથાશકિત સાચી દયા બતાવવાનો અત્યારે બીજો માર્ગ જ ક્યો?
બચે કે ન બચે પણ એટલું પણ લાગણી બતાવવાનું આજે એ જ સાધન છે, તે બંધ કરવાનું ' કહેવામાં આવે છે, તે કેટલું ભયંકર છે ? સમજાવટથી તો કોઈક જ માને તથા દરેકની જાતિ ભોગ આપવાની, વખત આપવાની શક્તિ ન હોય એ સ્વાભાવિક છે. “ખરો દયાપાલક એ ગણાય, કે જાતનો ભોગ આપે.” એ વાત સર્વને માટે વ્યવહાર ન ગણાય, માત્ર એવી વાતો જૈની અહિંસાની વિરુદ્ધમાં વાતાવરણ ઊભું કરવામાં તેઓને ઉપયોગી થાય છે. બાકી તે વાત નિરર્થક જેવી છે. એક સંન્યાસી ઉપવાસો કરતા સંભળાય છે. પરંતુ તે તો માત્ર અજ્ઞાનજન્ય હોવાથી મંડળીના સંદેશાને વેગ આપવામાં પરિણામે છે. આજે એક સમજે, ત્યાં તો દશ નવા માંસાહારી વધતા જાય છે. “જ્ઞાનથી માંસાહાર અટકાવીશું” એ દલીલ તો જેનોની જીવદયાની આડે આવવા પૂરતી જ હતી. આજે જગતમાં માંસાહાર વધ્યો છે, અને વધતો જાય છે. તેમજ તે વધારવાને માટે પૂરતી હિલચાલ ચાલી રહેલી છે.
લોકલ બોર્ડ તરફથી વિટામીનના ખોરાકોના લિસ્ટનાં મોટાં મોટાં પોસ્ટરો ઘેર ઘેર રાખવાની ભલામણો થાય છે, વિટામીનના ખોરાકનાં તત્ત્વોની વિચારણા ઉપર પ્રજા વધુ પ્રમાણમાં ચડી ગયા પછી અને ઊછરતી આર્ય પ્રજાનો અમુક ભાગ આર્ય માનવીની ભઠ્યાભઠ્યતા ભૂલી ગયા પછી તે કોઠામાં માંસાહારના ખોરાકો દાખલ થવાનો ભવિષ્યમાં સંભવ છે. જો કે આજે એ પદાર્થો એ કોઠામાં દાખલ કરવામાં આવેલ નથી. પરંતુ તેનું કારણ તો આજે માત્ર જૈનો વગેરે અમાંસાહારી ઉચ્ચ કોમોમાં કોઠાના પ્રાથમિક પ્રચારની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જ છે.
ડૉ. મુંજો વગેરે પરદેશી સરકારને લડાઈમાં મોટી સંખ્યામાં કેળવાયેલા સિપાઈઓ મળી રહે તે માટે આડકતરી રીતે લશ્કરી તાલીમ ફરજિયાત કરવાના પ્રાથમિક પ્રયાસ તરીકે “હિંદુઓને લશ્કરી તાલીમની જરૂરત છે.” એવા વાતાવરણની અસર તળે આવીને લશ્કરી ગોઠવણી કરે છે અને પ્રજા અશકત હોવાને બહાને માંસાહારની હિમાયત કરે છે. ગુજરાત ઉપર તેમનો વધુ કટાક્ષ છે. કેમ કે, નામદાર ગાયકવાડ સરકારના દીવાન સાહેબના પ્રમુખપણા નીચે તેમણે એવી જ મતલબનું ભાષણ આપ્યું હતું.
બહારના પરદેશી પ્રચારકો પણ એવું જ પ્રચારકાર્ય ફેલાવતા જોવામાં આવે છે. “માંસાહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org