________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૦૭
પરદેશી સત્તાનો યેનકેન પ્રકારે પ્રવેશ કરાવવાનો જ હેતું હોય તેવું જોવામાં આવે છે. પરિણામે ભવિષ્યમાં સત્તાને વધારે પડતો ધર્મક્ષેત્રમાં હાથ ઘાલવાનો પ્રસંગ મળે, તેવો માર્ગ આ મંડળી આ રીતે ઉઘાડો કરી આપે છે. અર્થાત્ આ દેશની પ્રજાના જીવનમાં હસ્તપ્રક્ષેપ કરવા હાલના વખતમાં જુદા જુદા નામ નીચે અનેક સંસ્થાઓ ખોલવામાં આવી છે. પ્રજાકીય, રાજકીય, સામાજિક સુધારા વગેરે નામે તે પ્રમાણે આ જીવદયાને નામે ખોલવામાં આવેલી સંસ્થા છે. જે જુદા જુદા જીવદયાના બહાના નીચે પ્રજાના જીવનમાં રાજ્યની લાગવગથી પણ પ્રવેશ કરે છે અને રાજ્યસત્તાનો પ્રવેશ કરાવે છે. એટલે દેવીની સામેના ભોગના નામે ગમે તેટલી ભયંકર હિંસા ચાલતી હોય, તે અટકાવવાની જરૂર છે, પરંતુ ધર્મ માન્યતામાં સત્તાનો પ્રવેશ કરાવવાની રીતથી અટકાવવાનો ઉપાય તેથી પણ વધુ ભયંકર છે. તેનું પરિણામ ભવિષ્યમાં પ્રજાને વધુ ખમવું પડશે.
યજ્ઞાદિ કે ભોગોને બહાને માંસાહાર કરતી પ્રજાને અટકાવવાથી તેનો માંસાહાર તો અટકશે નહીં પરંતુ તે જે કવચિત્ આવે કારણે માંસાહાર કરે છે, તે મ્યુનિસિપાલિટીના કતલખાનાના ગ્રાહકો બને, એ મુખ્ય ધ્યેય અટકાવવાનું છે. કતલખાનાં ખાનગી રીતે ચાલતાં હતાં, તે મ્યુનિસિપાલિટીના બનવાથી તેને એક જાતનું જાહેર સ્થાન અને દરેક મતદારોનો તેમાં જાહેર ટેકો ગર્ભિત રીતે પણ તેને સીધો મળે છે. આ સ્થિતિમાં જૈન મેમ્બરોએ વિચારવા જેવું છે.
જે હિંદમાં અશક્ય હતું. શહેરોમાં, કસબાઓમાં અને મોટાં ગામડાંઓમાં એ રીતે મ્યુનિસિપાલિટીઓ થઈ જાય અને તેનાં કતલખાનાં ઊઘડતાં જાય એ એક જાહેર કામ થયું. તે મહાવીર જયંતીના દિવસે કે એવા એકાદ દિવસે બંધ રહે, તેથી આપણે રાજી થઈએ, એ તો સમજી શકાય તેમ છે. પરંતુ તેની ઊલટમાં જાહેર કતલખાનાંઓને આ રીતે જૈન મેમ્બરોનો ગર્ભિત ટેકો બાકીના દિવસો માટે મળી જાય છે. એ ખરી વસ્તુ અંધારામાં રહી જાય છે અને આ મંડળીનું પ્રચારકાર્ય એટલી રીતે થાય છે કે, પ્રજા તેના પરના વિશ્વાસને લીધે આવી બાબતમાં અંધારામાં રહે જ. કેમ કે, એકાદ બે દિવસ મ્યુનિસિપાલિટીનાં કતલખાનાંમાં રજા પળાય તેની જાહેર ખુશાલીમાં જ હિંસાને ગર્ભિત ટેકો છે, તે વાત ઊજવનારાઓને ધ્યાનમાં કયાંથી આવે ? અર્થાત જીવદયામંડળી ભૂલથી કે અજ્ઞાનથી કે પોતાની કાર્યનીતિને અંગે માંસાહારની બીજી દિશાઓ બંધ કરી કરાવીને મ્યુનિ.ની માંસની દુકાનોને નિયમિત વકરાનું ક્ષેત્ર ઉત્પન્ન કરી, કરાવી આપે છે અને તેના રજાના એકાદ બે દિવસની ખુશાલી ઊજવીને તેના કાર્યને ગર્ભિત રીતે જાહેરનો ટેકો મેળવી આપે છે. એ તેમના ધ્યાન બહાર રહી જાય છે, અથવા તેમની પૉલિસીમાં બહુ જ ગર્ભિત રીતે કદાચ તે કાર્યક્રમ સમાતો યે હોય.
આ તરફ પ્રજાના હિતને નામે રાજ્યસત્તાઓ, વગડાનાં પશુઓ, ખેતીને નુકસાન કરતાં પશુઓ, જંતુઓ, કૂતરાં, રિબાતાં પશુઓ વગેરેને નવી અહિંસાના અર્થ પ્રમાણે મારી નાંખવાના પ્રયાસો કરે. દેશ નાયકો તેવી વાત કરે, તેને મંડળી પ્રજાના બળથી રોકી શકે નહીં. સિવાય વિનવણી. કેમ કે, રાજ્યના કાયદામાં રહીને જીવદયા ફેલાવવાનો તેણે ઉદ્દેશ રાખેલો છે. એટલે “પ્રજાના વલણને રાજ્ય માન આપવું જોઈએ.” એ ઉદ્દેશ પોતે જ બાજુએ રાખ્યો છે. રાજ્યસત્તા ન માને તેની હરકત નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org