________________
૬૦૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ઉપાડી લીધું અને પાંજરાપોળોની ટીકા કરી તેને પણ આ રસ્તે કામ કરતી કરી દેવા માટેની પણ તૈયારીઓ ગોઠવાઈ ગઈ છે. પાંજરાપોળોનું કામ માત્ર દયા પૂરતું છે, ઉપયોગની દૃષ્ટિથી પશુઉછેર તો આખા દેશનું કાર્ય છે.
જ્યારે સારી ઓલાદને ટેકો આપવામાં આવે અને જીવદયા મંડળી પણ તે કામમાં જોડાય એટલે નબળી ઓલાદનો નાશ ગર્ભિત રીતે કબૂલ કરેલ ગણાય જ. અને સરકાર પણ જે આ નીતિ અખત્યાર કરે તો પછી જીવદયાની સંસ્થાઓ કેટલાક જીવોને બચાવી શકે ? પરિણામે તેને પણ આંખ આડા કાન કરવા પડે. તેને માટે પ્રથમ સારાં પશુઓ, પાલકોની ગરીબીને લીધે રખડતાં થાય, તેને પણ સાચવી ન શકાય, તેવી પરિસ્થિતિ થાય, એટલે નબળાને તો કોણ સાચવી જ શકે ? પછી બોજારૂપ પશુઓની બૂમ પડવાથી આર્થિક દૃષ્ટિથી તથા દેશનાયક ગણાતા કેટલાક આધુનિક વિદ્વાન ગણાતાની સહાનુભૂતિથી તેને માટે કતલખાને લઈ જવાના ફરજિયાત કાયદા કરી શકાય.
ખેડૂતો અને રબારી લોકોનાં બાળકોને કેળવણી :- તેઓને ફરજિયાત જ્ઞાન આપી સુધારવાની જીવદયા કરવાના કામમાં જીવદયા મંડળી ટેકો આપે એટલે તેઓ પણ ભણવા આવે. એટલે ખેતી અને ઢોર ઉછેરનું જ્ઞાન પરંપરાનું ભૂલે, પરિણામે તેઓના હાથમાંથી એ સર્વ જુગ જૂના ધંધા છૂટી જાય ને નવે ધંધે ચડે, તેમ તેમ પશુઓની સંખ્યા છૂટી પડતી જાય, તેથી યાંત્રિક કતલખાનાંઓ યાંત્રિક ચર્માલયો ને નવી ડેરીઓને અનિવાર્ય બન્યું જાય જ. - તથા મ્યુનિસિપાલિટીની સ્વચ્છતા, ખેતી, મ્યુનિસિપાલિટીના સાર્વજનિક દવાખાના શ્રી મહાવીર જયંતીનો દિવસ તે જ દિવસ દયા દિન. વગેરે બીજી ઘણી રીતે નવી અહિંસા વધારવાની યોજનાઓ છે. તેને જીવદયા મંડળી દયા, ખાતર ટેકો આપે એટલે તે યોજનાઓ જોરમાં આવે, તેમ બહારથી અહિંસા વધે અને અહીંની પ્રજા મૂળ ધંધારહિત થાય, પરદેશીઓના હાથમાં ધંધા જાય, પ્રજા વિનાશના મોંમાં પડે, એ જ પરિણામે મોટી હિંસા.
દેવ-દેવી પાસે ધરાતા ભોગ અને યજ્ઞોમાં થતી હિંસા આ મંડળી અટકાવે છે. અહિંસાનું તે અંગ દેખાય છે. છતાં ધાર્મિક માન્યતામાં રાજ્યસત્તાને નોતરીને પગમાં કુહાડો મારે છે. આવતી કાલે વરઘોડા, પ્રતિષ્ઠા વગેરેમાં પણ કોઈને ખર્ચ લાગવાથી ગરીબોને નુકસાન થવાની ભ્રમણા થાય, ત્યારે હિંસક અને નિર્દોષ પ્રવૃત્તિમાં પણ રાજ્યસત્તાને પેસવાનો માર્ગ કરી આપે છે, જે દીક્ષા અને ધાર્મિક મિલકતોના રક્ષણમાં બન્યું છે. દીક્ષા અને ધાર્મિક સ્થાનોની વ્યવસ્થા એ ધર્મગુરુઓનું કામ છે. “બધા જ ધર્મગુરુઓ બેપરવા છે,” એમ માનવાને કારણ નથી. છતાં ધર્મગુરુઓ બેપરવા હોય, એમ માની લઈએ તો રાજ્યસત્તાની ફરજ કદાચ રક્ષણ કરવાની માની લઈએ પણ તે ધર્મગુરુઓની વતીની છે કે રાજ્યસત્તાની પોતાની સત્તાની રૂએ છે એ મહત્ત્વનો પ્રશ્ન છે. ધર્મગુરુની વતીની રક્ષા રાજ્ય સંસ્થા કરવા માંગતી હોય તો ધર્મગુરુઓ પોતાનું કામ જ્યારે ઉપાડી લેતા હોય કે લે, ત્યાં અને ત્યારે તેમણે ખસી જવું જોઈએ. પણ કાયદાનો એ અર્થ કબૂલ કરવામાં આવ્યો હોય એમ જણાતું નથી. એટલે આ દેશની પ્રજાના જીવનના તમામ વિભાગોમાં દેશી-વિદેશી રાજ્યસત્તા મારફત આજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org