________________
૫૮૪
પંચ પ્રતિકમાણસૂત્રો
એટલે આપણે અંદર અંદર આપણા ધર્મમાં ચુસ્ત રહેવું જોઈએ.
ધર્મપલટો કરવા કે કરાવવા મહેનત કરવાની જરૂર નથી. દરેક પોતપોતાના ધર્મો અને રીતરિવાજોમાં ચુસ્ત રહે તે જ હિતાવહ ઉપાય છે. તેમ થવાથી મૂળ સંસ્કૃતિ તોડવી મુશ્કેલ પડશે. તેને તૂટવામાં મોડું થશે તેવામાં કોઈ યુગપ્રધાન પુરુષ કદાચ તે પ્રજનું હૃદય જીતીને આ સંહારક ક્રિયામાંથી તેને અટકાવવાની તક લઈ શકે, હિંદના કોઈ આવા મહાત્માની આજે જગતમાં આવશ્યકતા છે કે જે ખરે રસ્તે પ્રજાને દોરવે. આજે આપણે તે પ્રજાઓની સામે થવાની જરૂર નથી પરંતુ આપણામાં દઢ રહેવું એ તેમની સામે થવા બરાબર અસરકારક યોજના છે. પરંતુ જેઓ આજે સામે થઈ રહ્યા છે, તે તો બહારનો દેખાય છે પણ તેઓ તો પરદેશીઓને વાસ્તવિક રીતે વધુ મજબૂત બનાવે છે. માટે તે ક્રિયામાં મદદગાર થતાં ખસી જવું જોઈએ.
તીર્થકરો તરફ અશ્રદ્ધાની હિલચાલ ચાલુ છે. દેવ અને ધર્મ તત્ત્વ સમજાવનાર ગુરુતત્ત્વ ઉપર ઘા ચાલુ છે.
હિંદુએ હિંદુઓમાં અને હિંદુ મુસલમાનોમાં વિરોધના પ્રયત્નો ચાલુ છે. એકતાનો ઉપદેશ પોતપોતાના સિદ્ધાંતોને વળગી રહીને એકસંપી કરવા માટે નથી, પરંતુ પોતપોતાના સિદ્ધાંતોને વળગી રહીને એકસંપી કરવા માટે નથી પરંતુ, પોતપોતાના સિદ્ધાંત જેમ જેમ છોડી દઈને નવી સંસ્કૃતિમાં ભળવામાં આવે, તેમ તેમ એકસપી રાખવાના આશયથી છે. એટલે હિંદુ હિંદુપણું છોડે અને મુસલમાન મુસલમાનપણું છોડે, ને નવી સંસ્કૃતિમાં સંપીને રહે તે અર્થ છે. ત્યારે આપણો અર્થ બન્નેય પોતપોતાનામાં દઢ રહે અને એકસંપ કરે એ છે.
૩. ચારિત્રાચાર–અષ્ટ પ્રવચન માતા મુનિ મહારાજાઓ માટે દરરોજ અને શ્રાવકો માટે સામાયિક તથા પોસહમાં ખાસ પાળવાના હોય છે.
છતાં વિગતવાર આલોચન માટે-મુનિ મહારાજાઓ માટે વિશેષત: કહીને અતિચારોનો જુદો ભાગ-સાધુ ક્રિયાઓમાં આપેલ હોય છે અને આ પુસ્તકમાં વિશેષત: શ્રાવકો માટે આપવામાં આવેલ છે. એટલે કે વિશેષત:થી માંડીને સંલેષણાના પાંચ અતિચાર સુધીના તમામ અતિચારો ચારિત્રાચારના જ સમજવાના છે.
તેથી આખા અતિચાર પાઠમાં મુનિ મહારાજાઓના અતિચારોનો પણ અમુક રીતે સમાવેશ છે અને તેનું પ્રમાણ-ઉપસંહારમાં-એવંકારે સાતણે એકવીસ સંયમ અને શ્રાવકતણે ધર્મે સમજ્જ મૂળ બાર વ્રત: એકસો ચોવીસ અતિચાર વગેરે, પાછળથી મુનિ મહારાજાઓ બોલે છે, તે છે. એટલે પહેલા બે અને છેલ્લા બે આચારોના અતિચારો લગભગ મુનિ મહારાજાઓ અને શ્રાવકોને સરખા છે. પરંતુ વચલા ચારિત્રાચાર માટે જે ભેદ છે, તે બન્નેયનો વિશેષત: પછી વિસ્તારથી બતાવેલ છે. એટલે તેનો અત્રે વિસ્તાર કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org