________________
પ૯૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વર્ગો આવ્યા છે. ખ્રિસ્તીઓમાં પણ તેવો વર્ગ ઉત્પન્ન થયો છે. પરંતુ તે નવયુગને ઘણી મદદ કરે છે. કેમ કે, તેમાં તેનો સ્વાર્થ છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પાદરીઓનાં મરણસ્થાનોને તીથો તરીકે જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં જર્મની અમેરિકનો વગેરે પણ સમ્મત જ છે.
ભવિષ્યના સાચા જૈનોને પોતાના બંધુઓ છતાં પોતાને, ધર્મને અને પ્રજાને નુકસાન કરતાં નવયુગના જૈનોને અટકાવવા પડશે, એટલું જ નહીં પણ તેને સાચો માર્ગ બતાવવો પડશે. ઉપરાંત, આખા જગતને નવયુગની અસરમાંથી બચાવવા પ્રયત્નો કરવા પડશે અને નવયુગે જ્યાં જ્યાં વ્યવહારુ રીતે પોતાનું સ્થાન જમાવ્યું હશે ત્યાંથી ત્યાંથી તેની જાળમાંથી બચાવીને રક્ષણાત્મક પ્રયત્નોથી જગતમાં સન્માર્ગનું રક્ષણ કરવા તત્પર બનવું પડશે. જગતમાં વધતું જતું પાપ રોકવા તે પ્રયત્ન કરી રક્ષક બનવા મહેનત કરશે. કેમ કે, આ ફરજ તેમની ખાસ છે. અલબત્ત, તેમના માર્ગનાં વિદનોની તો કલ્પના કરવાથી કે સામાન્ય વ્યકિત ગભરાઈ જાય તેમ છે. છતાં આ બધી આજની સ્વાર્થમય બાજી બહાર પડી જશે અને પૂર્વના તદ્દન નિ:સ્વાર્થી મહાત્માઓની આ પુણ્યભૂમિમાં પથરાયેલા પવિત્ર વાતાવરણ તે સાચા જૈનને મદદગાર થઈ રહેલ છે, અને થશે અને પોતાનું કર્તવ્ય બજાવવાની તક સાંપડશે.
અતિચારમાં બતાવેલા પ્રકારોમાં ઓ ઇદ્રજાળના વ્યામોહમાં ફસાવવું એ વ્યામૂઢાતિચાર છે.
આ અતિચારમાં બતાવેલ રીતે શ્રી અરિહંત ભગવતો, ગુરુઓ અને જૈન ધર્મ તરફ અતિચાર સુધ્ધાં પણ ન લાગે તેવી કાળજી રાખવી. એ ચારેય તરફ ફેલાયેલા ભુલભુલામણી ભરેલા વ્યામોહનાં સાધનોમાંથી બચવાનું આ પરમ ઔષધ છે.
અરે ! નવયુગે દરેક ધર્મોમાંથી ભૂલો કાઢીને તેનો પ્રચાર તે તે ધર્મોવાળાઓમાં ચલાવ્યો છે. તે ભૂલો ભૂલો નથી પણ ખરી હકીકત છે.” એવા ખુલાસાવાર હકીકતો મૂળ ધર્મવાળા તરફથી બહાર પડે તેવામાં તો બીજા નવા પ્રશ્નો ઊભા કરી જ રાખ્યા હોય છે. એમ ઉત્તરોત્તર ચાલ્યા જ કરે છે અને કેળવણી વગેરે પ્રચારક સાધનોથી ઊછરતી પ્રજાને ધીમે ધીમે પોતાના ધર્મોમાં અશ્રદ્ધાળુ કરવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આજે નવા પણ ઘણા પ્રયાસો થઈ રહ્યાનું અમારી ધ્યાનમાં છે. પરંતુ વિસ્તાર ભયથી અહીં તેનો ઉલ્લેખ કરતા નથી. માત્ર એક જ વસ્તુ તરફ ધ્યાન ખેંચીએ છીએ કે –
દરેકે પોતપોતાના ધર્મમાં દઢ રહેવું અને તેમાં ભુલાવો ન થાય તેની ખબરદારી રાખવી. ધર્મને નામે ય અનેક સુધારાની યોજનાઓ ફેલાવવામાં આવે છે. તેમાં સહેજે જ ભળી જવાય તેમ હોય છે. આપણા આગેવાનો અને હિતચિંતકો જ તેમાં દોરવવાને આપણને આવે એટલી હદ સુધીની ગોઠવણ જોવામાં આવે છે. માટે
શ્રદ્ધા, સમજ અને ક્રિયા આચાર-ચરિત્ર-વર્તન વગેરે દરેક –
આર્ય સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ અને ત્રણ રત્ન અથવા શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને અનુસરતા રાખવાથી ભવિષ્યમાં ફાયદો છે. જગતનું એ જ ખરું રક્ષણ. તેમાં જ અહિંસાનો વિજય છે. તે જ અનાદિકાળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org