________________
પંચ પ્રતિકમાણસૂત્રો
પ૯૧
આજે કોઈ પણ કામમાં બહુમતી છે જ નહીં. ખોટી રીતે બિનકાયદેસર બહુમતી ગણીને કામ લેવામાં આવ્યું છે.
આ રીતે બાળકોથી માંડીને દેશનાયકો સુધી અને પોસ્ટ ઑફિસથી માંડીને ધારાસભા સુધી, પાન બીડીની દુકાનથી માંડીને શેર બજાર સુધી, આધુનિક રેટિયાથી માંડીને તાતાનાં કારખાનાંઓ સુધી, પોલીસથી માંડીને હાઈકોર્ટ સુધી, રાવણીયાથી માંડીને વાઈસરોય સાહેબ સુધી, સ્વયંસેવકથી માંડીને કોંગ્રેસ સુધી, અંત્યજ સ્પર્શની હિલચાલથી માંડીને છૂટાછેડા અને પડદાત્યાગની હિલચાલ સુધી, પત્ર મિત્રથી માંડીને વસાહત સુધી, થિઓસોફિસ્ટથી માંડીને વિશ્વધર્મ પરિષદ્ સુધી, સંસ્કૃત પાઠશાળાથી માંડીને યુનિવર્સિટી સુધી, મજૂરથી માંડીને મહાયોદ્ધા સુધી નવયુગની તૈયારી થતી ચાલી રહી છે. તેમાં સંડોવાયેલા આપણા જે જે કેટલાક ભાઈઓ હોય તેઓ આજે નવયુગના જૈનો ગણાય છે. આ જબરજસ્ત પૈદ્રજાળના તેઓ પણ પાત્ર બની ચૂકયા છે. તેઓ પોતાનું સંગઠન કરીને તૈયારી કરી રહ્યા છે. તેની પાછળ આજની સુધરેલી દુનિયા છે. એ તૈયારી જુનવાણી (આર્ય સંસ્કૃતિ)ને નુકસાન પહોંચાડ્યા વિના થાય નહીં, પરંતુ મિશ્રણ એવું વિચિત્ર છે કે, તેમાંથી પૃથકકરણ કરવું એ ભલભલા માટે પણ ઘણું જ મુશ્કેલ છે.
હવે નવયુગ જો સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રને માર્ગે હોય, તો જુનવાણી મિથ્યા છે અને જુનવાણી યોગ્ય માર્ગે હોય તો નવયુગ મિથ્યા છે.
આ તો સીધો જ હિસાબ થયો :
આ સ્થિતિમાં સમ્યગ્દષ્ટિ જીવને-આ બધું ચાલી રહ્યું છે, તે સમ્યગુ છે ? કે તેની પાછળ કાંઈ અસમ્યગુ છે ? એ નકકી કરવામાં અમારું આ લખાણ મદદ કરે, એ આશયથી અમોએ આ વિચારણા અહીં આ કાળે ખાસ જરૂરી જણાયાથી મૂકી છે.
જે ભારતની આર્ય સંસ્કૃતિ અને તેના ફળરૂપ જૈન સંસ્કૃતિ અને તેને અનુસરવાની ભૂમિકા સમ્યગ્દર્શન હોય, તો નવયુગ મિથ્યા છે, એટલું જ નહીં પરંતુ જૈન દષ્ટિ સિવાયની બીજી દષ્ટિઓને શાસ્ત્રકારોએ મિથ્યા દષ્ટિઓ કહી છે. જે વાત બુદ્ધિપૂર્વક સમજાવી શકાય તેમ છે. કેમ કે, તેનાં સ્વરૂપો પરથી જ ઓળખી શકાય તેમ છે. સારાંશ કે, જૈનદષ્ટિ સિવાયની જુદી જુદી બીજી દષ્ટિઓ ઓછેવત્તે અંશે મિથ્યાત્વમાં સમાવેશ પામે છે, છતાં તે સર્વ નવયુગની દષ્ટિથી તદ્દન અલગ છે. વેદાંતથી માંડીને ખ્રિસ્તી ધર્મ કે યહૂદી ધર્મ કે બીજા જંગલીઓની ધાર્મિક માન્યતાઓ પણ એકંદર પોતપોતાના કુંડાળામાં જ સમાઈ રહેલ છે. અને તે પરસ્પરને વધુ બાધક નથી પરંતુ કેટલેક અંશે પરસ્પરને મદદગાર છે અને એકંદર સમ્યગ્દષ્ટિની અભિમુખ થોડે ઘણે અંશે કહી શકાય. ત્યારે નવયુગની દષ્ટિ સમસ્ત જગતને પોતાનામાં જ સમાવીને જુદે જ રસ્તે લઈ જવા માંગે છે. સમ્યગ્દષ્ટિથી તદ્દન જુદે જ માર્ગે જવા માંગે છે. માટે તેને અમુક અપેક્ષાએ મિથ્યાતર કહેવામાં હરકત જણાતી નથી. ધર્મોની સંસ્કૃતિ આત્મવાદની અભિમુખ છે, ત્યારે આજની સંસ્કૃતિ જડવાદની અભિમુખ છે. માટે વિશેષ મિથ્યાતર છે.
નવયુગની અસર તળે જેમ કેટલાક જૈન ભાઈઓ આવ્યા છે, તેમ દરેક ધર્મવાળા અને પ્રજાઓમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org