________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૮૧
ભવિષ્યનો સમ્યગ્દષ્ટિજેને વાત્સલ્યભાવે દરેકને સત્ય સમજાવવા મથશે. મંદિરો, તીર્થો, ઉપાશ્રયો, પવિત્ર આગમો, જૈન સાધુ સંસ્થા, સંઘ અને તેનાં બંધારણો, સ્ત્રીઓના અને પુરુષોના ચારિત્રની પવિત્રતા, જૈન ભક્ષ્યાભઢ્ય વિવેક, મહાજનની સત્તા, સંઘની સત્તા, જ્ઞાતિઓની વ્યવસ્થા અને દરેક ધર્મવાળાઓને પોતપોતાના ધર્મમાં ટકવા દેવા માટે વિશ્વમાં એક ધર્મ કરવાના બહાના નીચે બીજા ધર્મોને નાબૂદ કરવાના પ્રયત્નોથી બચાવવાના રક્ષક ઉપાયો લેવા પૂરતું ધ્યાન આપી મંથન કરશે. અલબત્ત, તેમના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ હશે. તેના જ ભાઈઓ, તેના જ પુત્રો, તેનાં જ સગાંસ્નેહીઓ સામી પાટીમાં હશે પણ તે સર્વ તરફ તે વાત્સલ્યભાવ રાખીને પોતાનું કર્તવ્ય બજાવશે. તેમ કરીને બીજા ધર્મોવાળાના ધર્મો, બીજી જ્ઞાતિનાં બંધારણો, બીજી પ્રજાઓ, બીજું પ્રાણીઓની રક્ષાની પણ મોટામાં મોટી યોજના પાર પાડશે. સર્વની રક્ષાનું કેન્દ્ર જૈનધર્મ અને શાસન છે. તેના અનુયાયીઓ ચાલતા આવતા તેના મૂળ પ્રવાહથી જેટલા દૂર જશે તેટલું આખી દુનિયાને નુકસાન થશે. જેટલા તેની નજીક રહેશે તેટલું ઓછું નુકસાન થશે. પરંતુ પૂર્વના મહાત્માઓની તપશ્ચર્યા અગાધ છે. પશ્ચિમના લોકો ગમે તેમ તેટલી યોજનાઓ કરે પણ જ્યાં સુધી જૈન મંદિરોના ઘંટનાદ થોડા ઘણા પણ ભારતીય આર્ય પવિત્ર લોહીનાં બાળકોને હાથે જેટલા પ્રમાણમાં વગડાતા રહેશે, સમવસરણમય રચનાયુકત વ્યાખ્યાન પીઠ ઉપરથી જૈન સાધુ સંતો વીતરાગ દર્શનનો બોધ જેટલા પ્રમાણમાં આપતા હશે, પર્યુષણ પર્વની ઉજવણી પૂર્વાપરથી ચાલ્યા આવતાં ધોરણો જેટલા પ્રમાણમાં શોભી રહેશે અને સંવત્સરી પ્રતિક્રમણ થશે. શત્રુંજય ગિરિરાજની યાત્રા જેટલા પ્રમાણમાં ચાલુ હશે. નવકાર મંત્રનું સ્મરણ જેટલા પ્રમાણમાં થતું હશે અને વીતરાગ પરમાત્માઓ પર જેટલી અનન્ય શ્રદ્ધાનું બળ જગતમાં ટકયું હશે ત્યાં સુધી તેટલા પ્રમાણમાં સર્વ પ્રજાઓ, સર્વ પ્રાણીઓ બચેલાં રહેશે એ નિર્વિવાદ સત્ય છે. કોઈ યુગપ્રધાન મહાત્મા હિંસક રસ્તે ચડેલી પરદેશી પ્રજાઓનું દિલ હલાવશે ત્યારે જ જગતમાં નિરુપાય શાંતિ ફેલાશે. એવા મહાત્માની હજુ અપેક્ષા છે, નહીં કે થિઓસોફિસ્ટોના આવનાર કૃત્રિમ મહાત્માની જરૂર છે.
આ બધી કૃત્રિમ મહા ઈન્દ્રજાળ નીચે જગત પોતાના મૂળ સ્વરૂપમાં કેવી રીતે ચાલે છે, તે સમ્યગ્દષ્ટિ જીવોએ સમજવું જોઈએ જ.
અલબત્ત, આજની ઈદ્રજાળ એટલી બધી વિશાળ રૂપમાં અને લાંબા કાળથી ચાલી આવે છે, તેમજ લાંબા કાળને માટે ગોઠવાયેલી છે કે, તેની આરપાર દૃષ્ટિ પહોંચવી ઘણી મુશ્કેલ છે. પરંતુ લાગણી, બુદ્ધિ અને કુદરતને કોઈ અસર કરી શકતું નથી. કેમ કે, ગમે તેની પાર પહોંચવાનું બળ તેમાં હોય છે.
આ વાંચીને કેટલાક બોલી ઊઠશે કે, તો પછી આ જમાનાનાં સાધનોનો ઉપયોગ કેમ કરો છો ? તેનો જવાબ એ છે કે, અનિવાર્ય સંજોગોમાં તેનો ઉપયોગ કરવો પડે તેથી તે કર્તવ્ય સિદ્ધાંત ઠરતો નથી.
આજના નવયુગના વિચારના લોકો આજના નવયુગનાં સાધનોનો ઉપયોગ કર્તવ્ય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org