________________
૫૮૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સમજાવીને તેનો પડદો ભેદીને પાછળ રહેલી શુદ્ધ સમ્યગ્દષ્ટિ ખીલવવાની સરળતા કરી આપીએ છીએ.
રાજ્યની વિરુદ્ધ થવાની આપણને જરૂર નથી. કેમ કે, આપણા વડવાઓને જે વચન અપાયેલાં હોય તે વચનો પાળવા રાજ્ય પ્રયત્ન કરતું આવતું હોય, ત્યાં સુધી આપણે કાંઈ બોલવાનું રહેતું નથી. પણ જુદા જુદા ભેજાના જુદા જુદા અમલદારો આપણી બીજી ભોળી આર્ય કોમોને પોતાની રીતે કેળવીને તેમની પાસે પ્રજાના હિતથી વિરોધી માંગણીઓ કરાવીને આ દેશની પ્રજાને નુકસાન પહોંચાડવાના પ્રચારો થતા હોય તો તે આપણે જાણવા જોઈએ. અને કાયદેસરનાં યોગ્ય પગલાં લઈ તેમ ન થાય તેવો પ્રયત્ન કરવાની પ્રજાના આગેવાન મહાજનના કાર્યકર્તા તરીકેની આપણી ફરજ તો છે જ. આવી પ્રજાની ગણાતી વિચિત્ર સંસ્થાઓમાં કે એવી હિલચાલમાં ભાગ લઈને અતીભ્રષ્ટ તતભ્રષ્ટ થવાને બદલે મૂળભૂત પોતાનું પ્રકૃતિ કાર્ય કરવું અને મહાપુરુષોના માર્ગને વળગી રહેવું તેમાં જ પરમ હિત છે. તેથી ઉન્માર્ગે ચડાતું નથી અને પરદેશીઓની યોજનાઓને ટેકો ય મળતો નથી, જેથી આપણી ઉન્નતિ થતી નથી, પરંતુ અવનતિ તો લંબાય છે. જ્યારે કોંગ્રેસ વગેરે અવનતિ તરફ ઘસડી રહેલ છે, તેમાંથી બચાય છે, હિંદની દરેક કોમો આ જ નીતિ અખત્યાર કરે તો તેમાં સૌનું મંગળ છે, શાંતિ શાંતિ છે પણ હિલચાલો ઘણાને ખરે ચીલેથી ખેંચી જઈને પ્રજાના કેટલાક ભાગને ચલિત કરે તેવા પાયા ઉપર ચાલે છે.
જગતમાં કયાંય પણ અન્યાયનાં બીજ નંખાય તે જોવા જાણવા અને તેની અસર જગતના કલ્યાણમાર્ગને ન પહોંચે તેવી ખબરદારી રાખવાની આપણી સૌથી વિશેષ ફરજ છે. હજુ પણ આપણું સામર્થ્ય ઘણું છે. આપણા મહાત્મા તીર્થંકર પરમાત્માઓનું પ્રેરક બળ આપણી પાછળ ઘણું છે. માટે હજુ ઘણી આશાને અવકાશ છે.
આ પ્રમાણે પરદેશીઓની સત્તા ઉપર જણાવેલા વસાહત સ્થાપવાના ૬ હપતામાંના આજે પાંચમા હપતા ઉપર કામ કરી રહી છે. વસાહતોની વહેંચણી, વાર્ષિક ઉત્પાદનો વગેરે માટે પરદેશીઓ પરસ્પર ગમે તેમ લડતા હોય છતાં ગોરી પ્રજાઓની વસાહતો વધારવાના વિચારના દરેક ગોરા રાષ્ટ્રો છે. ગોરી પ્રજાઓની વસાહતો કયારે વધે ? કાળી પ્રજાઓ તે તે પ્રદેશોમાં ઓછી થાય તો જ તે વધી શકે, એ દેખીતું જ છે.
એમ વસાહતો માટેની રચનાત્મક તૈયારી તે જ પ્રજાશાસન, તે જ નવો યુગ, તે જ નવો જમાનો, તે જ સમયાનુસાર તેમાં મદદગાર તે કેળવાયેલા યુવક, તે જ નવયુગને સમજનાર, તે જ ભવિષ્યનો ઉત્તમ શહેરી અને તે વર્ગમાં જૈનધર્મ પાળનારાઓમાંથી રાજચંદ્ર વગેરે જેઓ દોરવાવાની શરૂઆતથી અને ભવિષ્યમાં દોરવાઈ જશે તથા ભૂતકાળમાં દોરવાયા છે, તે જ નવયુગના જૈનો. જે ધર્મશાસ્ત્રોના ભળતા અર્થ કરવા પ્રેરાય છે. સામાજિક, ધાર્મિક બંધનોનાં કુરૂઢિ, ખોટાં બંધનો કહીને તોડવાની તૈયારી કરી રહ્યા છે અને તેમાંનો સ્ત્રીવર્ગ તે જ નવયુગનાં નારીરત્નો. પછી જ્યોતિ, સ્ત્રીશકિત વગેરે ગમે તે નામ નીચે એ વસ્તુ ગોઠવાતી ચાલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org