________________
૧૮૨
પંચ પ્રતિક્રમણ સૂત્ર
હિતકર્તા તરીકે સિદ્ધાંત તરીકે કરવાનું કહે છે ત્યારે સમ્યગ્દષ્ટિઓ તેને સિદ્ધાંત તરીકે ત્યાજ્ય કહે છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં તેનો ઉપયોગ કરવો પડે છે, માટે કરે છે. અથવા કેટલાક અજ્ઞાનતાથી પણ કરે છે છતાં બન્નેની સમજમાં આકાશ-પાતાળનું અંતર છે.
મોટરમાં બેસવું જોઈએ, તેમાં વધારે અનુકૂળતા છે. તેવી જાહેરાત આજનો નવયુગ સર્જક માનવ કરવાનો જ. તે બેસે કે ન બેસે અને તેની સામેના વિચારનો માનવ સિદ્ધાંત તરીકે તેને નહીં સ્વીકારે, પરંતુ તેમાં બેસશે ખરો, બેસવાનાં બીજાં અનેક કારણો હશે.
માટે સમ્યગ્દષ્ટિ અથવા નવા વિચારનાઓની સામેના માનવો અમુક નવા જમાનાની વસ્તુઓનો ઉપયોગ કરે છે, માટે તેનો તેઓએ સ્વીકાર કર્યો છે એમ નથી, કોલેજોમાં વેદો ભણાવાય છે, સરકાર સંસ્કૃત કૉલેજ ચલાવે છે, માટે વૈદો તેમને માન્ય છે અને સંસ્કૃત ભાષાની ઉન્નતિ માટે કોલેજો ચલાવાય છે, એમ છે જ નહીં. એ તો વેદોને ચાહનારાઓને ધીરે ધીરે અંગ્રેજી પદ્ધતિ ઉપર ખેંચવા માટે છે અને “વેદો વગેરે જ્ઞાનના ખજાના છે.” એવી શુદ્ધ માન્યતા ઊછરતી પ્રજામાં હવે આજનું વિજ્ઞાન અને આજનું સાહિત્ય જોઈને વેદોમાં ઈશ્વર જેવી શ્રદ્ધા ટકવા જ શી રીતે પામે ? માટે આવી રીતે એક વસ્તુના સ્વીકારમાં રચનાત્મકતા જ હોય છે. એમ માનવું એ દુનિયાની આજની પરિસ્થિતિનું અજ્ઞાન સૂચવે છે. તેમાં ગર્ભિત રીતે ખંડનાત્મકતા પણ હોય છે, અને ખંડનમાં ગર્ભિત રીતે રચના પણ હોય છે, તે અનુભવીઓ જ કહી શકે છે. અમારું અંત:કરણ ઈચ્છે છે કે,
जैनं जयतु शासनम्
અને તેથી – शिवमस्तु सर्व जगत: परहित-निरता भवन्तु भूत-गणाः । दोषाः प्रयान्तु नाशं
सर्वत्र सुखी भवन्तु लोका: ॥१॥ આ શાસન જ જગતમાં અચિજ્ય ચિન્તામણિ છે, કલ્પવૃક્ષ છે, તરણતારણ છે.
આધુનિક સંસ્કૃતિના દરેક ઘા જો કે તેના ઉપર છે. માટે જ આધુનિક સંસ્કૃતિના પક્ષપાતી નવયુગના જૈનોની પછવાડે આધુનિક સંસ્કૃતિના સંચાલકોનો ટેકો છે. તેમને મોટા બનાવે છે, તેમને લાગવગ આપે છે, અને દેશમાંના બીજી કોમોના તેવા વર્ગની સાથે સહકાર બંધાવે છે. તે સર્વ ભારત શાસન અને તેના અંગ પર આડકતરા ઘા પડે છે, આપણા એક જૈન ભાઈએ નવયુગનો જૈન લખીને આપણા સંઘમાં આધુનિક સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે ભારે પ્રયાસ કર્યો છે અને નર્મદની લડાયકનીતિ પકડીને બળજબરાઈથી આર્ય સંસ્કૃતિનાં મથકો તોડી પાડી આધુનિક સંસ્કૃતિને કુનેહપૂર્વક સ્થાન અપાવવાને પડકાર કર્યો છે અને તેમાં આપણું હિત માન્યું છે. પરંતુ તે ભાઈ કેવી ભીંત ભૂલ્યા છે ? તે દર્શનાચારનું ખાસ પ્રકરણ વાંચતાં ખરો ખ્યાલ આવશે. આજનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org