________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ખેતી અને પશુઉછેર હાથમાં લેવા માટે ખેડૂતોની ઉશ્કેરણી અને પશુસંરક્ષણના કાયદા તથા તેવા લોકો માટે તે ધંધામાંથી ધીમે ધીમે કાઢી નાંખવા ફરજિયાત કેળવણી વગેરે શરૂ થઈ ગયાં છે.
૫૭૬
હવે માત્ર પરદેશીઓને ધીમે ધીમે પણ મકકમપણે વસાવવા માટે પહેલ કરવા માટે લઘુમતીના સંપૂર્ણ હકકો ગોઠવાય અને તેમાં દેશી રાજાઓ તથા પ્રજા સામે સંપૂર્ણ પરદેશી કાયમી વસાવટની સામેના વિરોધ સામે એક પક્ષ રાખી કૉંગ્રેસનો સાથ લેવા અથવા આ દેશમાં પરદેશીઓના વસવાટનો વિરોધ કરનારી શકિત ભાંગી નાંખવા મારી સમજ પ્રમાણે આ હાલની લડાઈ છે, આ હાલની લડાઈ વિના જર્મનો વગેરેના વસાહતી હકકો હિંદમાં ઉઘાડી રીતે સ્વીકારી શકાય નહીં. પરંતુ લડાઈના સંજોગો જ એવા સામે આવીને ઊભા રહે, કે દરેક દેશી રાજાઓને પણ સંમત રહેવું જ પડે. અને ઈંગ્લેંડના મુત્સદ્દીઓ ‘ન છૂટકે વેપારી હકક કે વસાહતના હકક આપવા પડ્યા છે’’ એમ જાહેર કરીને પોતાનો વિરોધ બહાર બતાવે અને લઘુમતીના હકકોનું રક્ષણ કૉંગ્રેસ તથા દેશી રાજાઓ અને તેની પ્રજાઓ મારફત રીતસર ગોઠવવાથી પછી એ વસાહતનો હકક જો કે નછૂટકે આપવાનો દેખાવ કરે, પરન્તુ પોતાના રાષ્ટ્રના પીઠબળથી દેશીઓ કરતાં જર્મનો વગેરે આ દેશમાં વધારે આગળ વધે એ સ્વાભાવિક છે. કેમ કે, સલામતીઓમાં ‘આ દેશમાં પરદેશીઓ લાગવગથી, બુદ્ધિથી, ધનથી આગળ વધે, તેને સત્તા રોકી શકે નહીં’’ એવી ગોઠવણ રાખવામાં આવી છે. સ્કોટલેંડના ફ્રાન્સના અને અમેરિકા વગેરેના બેકારોને યે થોડા થોડા અહીં વસાવે. અહીંના લોકોને બહાર સારા ધંધા આપવામાં આવે, મંદિરો અને મસ્જિદો બહાર બંધાવી આપવામાં આવે એટલે પછી લાંબે વખતે આ દેશમાં યુરોપિયન પ્રજાઓ ઉત્તરોત્તર સંતાનથી પણ વધતી જાય અને ધીમે ધીમે તેઓને અહીંની કુદરત પણ ફાવતી જાય. જો કે, સામાન્ય લોકા સમજી શકે તેવા રૂપમાં વસવાટ થતાં હજી થોડા દસકા જવાનો સંભવ માનવો પડશે.
વળી જૂના કોલકરારો પણ નબળા પડવા માટે લડાઈ એક સરસ તક હોય છે. ઇંગ્લેંડ એક તરફ પોતાના સંપૂર્ણ બળની બડાઈ હાંકતું જાય અને બીજી તરફ જર્મનની અસાધારણ શકિત જાહેરમાં બતાવતું જાય. ને રેડિયો વગેરેથી યે લડાઈના સમાચાર ઘરગથ્થુ થવા દે અને બીજી તરફ પોતાની નબળાઈ બતાવતું જાય. એટલે આશ્રિત રાજ્યો અને પ્રજાઓનો ટેકો પાતાની તરફેણમાં વધારે મેળવી શકાય તેમજ તેમનું રક્ષણ કરવાનું પોતાને કેટલું અશકય છે તે બતાવી શકાય. તેમ તેમ તેઓના ગભરાટનો લાભ લઈ મનમાની શરતો કરાવી શકાય. ‘ગોરી પ્રજાઓની વસાહતો અમારે નછૂટકે સ્વીકારવી પડી છે.’” એમ બહાર બતાવી પણ શકાય વગેરે અનેક કારણે હાલની લડાઈ ઈંગ્લેંડ; નેશન ઑફ ધી વર્ડ અને શત્રુ તરીકે બહાર ગણાતાં રાજ્યો પણ નભાવે છે. એમ માનવાને ઘણા સંજોગો જણાય છે, તેમજ ગોરાઓનું દિવ્ય લડાયક બળ જોઈને કાળી પ્રજાઓ તો હવેના સમયમાં લાંબા કાળ માટે પોતાના ઉત્થાનની જ મૂકી દે. તેવી તેના મન ઉપર છાપ પડી જાય. ૧૮૫૭ના બળવા સુધી હજુ લડાયક ખમીર હતું. ત્યાર પછી પણ કંઈક હતું, પરંતુ હવે તો વૈજ્ઞાનિક લડાઈમાં તો નામ લેવું જ ભારે પડી જાય.
અને આ દેશ વૈજ્ઞાનિક લડાઈ શીખે. તેને તે સમય લાગે, ત્યાં સુધી ‘ઊંટનો હોઠ પડે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org