________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
તરફ વધતા જાય છે, એ દેશનો ઉદય. એટલે આ દેશમાં પરદેશીઓનો ઉદય અને તેઓને ભવિષ્યમાં સંપૂર્ણ સ્વરાજ્ય. એ દેશોદય અને સ્વરાજ્યનો અર્થ છે. ‘“ભલો દેશ મારો”, ‘“અયિ માતૃભૂમિ’ વગેરે ગીતોનો મૂળ સારાંશ આ ભાવનાઓને વ્યાપક સ્વરૂપ આપવા લોકમત કેળવવા પૂરતો જ છે. દેશનો ઉદય અને મૂળ વતની પ્રજાનો ઉદય એ બન્નેય અલગ અલગ વસ્તુ છે.
ભવિષ્યના સંપૂર્ણ સ્વરાજ્યને આડે ન આવે તથા અહીંના ધાર્મિક સામાજિક રીતરિવાજ તોડવા માટે અને તેને અનુકૂળ કાયદા કરી લેવા માટે ફેડરલ સરકાર દરમ્યાન જરૂર હોવાથી કૉંગ્રેસના આગેવાનોને પ્રધાનપદાં આપીને તેવા કાયદા કરાવી લીધા છે. દેશી રાજ્યમાં રાજકોટી હિલચાલમાં કેડલને પાર્લમેન્ટે કે તેની કોઈ શાખાએ મોકલીને પરદેશીઓને માટે દેશી રાજ્યોમાં રૈયતના હકક અપાવવા તા. ૨૬-૧૧-’૩૮નું નોટિફિકેશન રાજાની સહીથી બહાર પાડી દીધું છે, જેમાં હિંદના મૂળ પ્રાચીન વતન હકકના રિવાજરૂપ કાયદાની વ્યાખ્યા કરતાં રૈયતની જુદી જ વ્યાખ્યા દાખલ કરવામાં આવી છે. હવે એ ધોરણે દરેક રાજ્યોમાં રૈયતની વ્યાખ્યા ય પ્રસરશે, જે દેશી દીવાનો વગેરે અમલદારો તે પ્રસરાવશે તે કદાચ માનચાંદ ભોગવી શકશે. પરદેશીઓને અહીં વતનહકક મળશે એમાં આવેલી વ્યાખ્યામાં જે દેશી નહીં આવી શકે તે પરદેશ ગયેલા દેશીના આ દેશના વતન હકક અહીંથી નાબૂદ થશે. જો કે, તેમને બહાર વતનહકક મળશે પણ અહીંથી જશે, બેકારી વગેરે કારણોથી હિંદના લોકો બહારના પ્રદેશોમાં ધંધા માટે વહેંચાઈ જાય અને આ દેશમાં પરદેશીઓ વસી જ જાય એટલે દેશીઓનું કાળ-જૂનું અને અજોડ એક પ્રજા તરીકેનું સંગઠન ભાંગી પડે એ સ્વાભાવિક જ છે ને ? અને હિંદના ચાર ટુકડા કલ્પી રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમનો ભાગ મુંબઈ ઇલાકાની પ્રજા એકઠી થાય, તો તેમાં મોરિશ્યસ, એડન વગેરેનો સમાવેશ થાય. મદ્રાસ ઇલાકાની પ્રજા ભેગી થાય તો તેમાં મલાયાના ટાપુઓ ભળે. પંજાબ તરફમાં ઇરાક અને બંગાળ તરફમાં બ્રહ્મદેશ વગેરે ભળે અને પ્રાંતિક સ્વતંત્રતા એટલે પ્રાંતોમાં બીજ ભાગ લઈ શકે નહીં. આમ હિંદની હિંદુ પ્રજા તદ્દન અલગ ચાર ભાગોમાં વહેંચાતી જાય. ચાર ભાગના અલગ પ્રતિનિધિઓની કેન્દ્ર સંસ્થા કૉંગ્રેસ અને વડી ધારાસભા રહે. જેમાં હિંદની બહારનાનો પણ સમાવેશ થાય પણ એકલું હિંદ ન હોય, આખી હિંદુ પ્રજાને પ્રજાકીય હકક માટે એકત્ર થવાનો પ્રસંગ આમ દૂર થતો જાય ને સંગઠન તૂટતું જાય. આ વાતના બીજકો મૉન્ટ, ચેમ્સફર્ડ યોજનામાં છે. પરંતુ હવે તે બીજોને ય અંકુરા ફૂટી ચૂકયા છે.
૫૭૫
આ બધું ઘણું જ ટૂંકામાં લખવામાં આવેલ છે. કેમ કે, અહીં લાંબું લખવાથી વિષયાન્તર થાય પરંતુ દરેક બનાવ કડીબંધ બનેલ હોય છે, અને તે પ્રમાણે પ્રમાણો સહિત આપવા જતા મોટું પુસ્તક થાય.
એટલે જો કે ફેડરલ યોજના તો અમલમાં ઘણાં વર્ષોથી આવી ગયેલ છે. દેશનાયકો પાસે વિરોધ તો માત્ર જાહેરાત કરાવા પૂરતો જ કરાવવામાં આવે છે. ફેડરલ કોર્ટ પાસે તેનાથી વિરુદ્ધ એવા દેશી રાજાએ અને દેશનેતાએ રાજકોટનો ચુકાદો લીધો એટલે તે જાહેરમાં અમલમાં શરૂ થઈ જવાનો મોટો પુરાવો છે, ત્યારે તેની ગોઠવણ તો તેની પૂર્વે થઈ ચૂકેલી હોવી જ જોઈએ ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org