________________
૫૭૪.
પંચ પ્રતિકમાગસૂત્રો
કે, નવી કોઈ પણ સંસ્થા વિશ્વાસપાત્ર નથી. જૂની સંસ્થાઓને ફેડરલમાં ઈરાદાપૂર્વક જ નામનું સ્થાન હશે. જેમ જેમ અહીંના પરદેશી વતનીઓ બળમાં આવતા જાય અને સ્થાનિક વતનીઓ નિર્બળ બનતા જાય, તેમ તેમ સંપૂર્ણ સ્વરાજ્ય નજીક આવતું જાય. આ સંપૂર્ણ સ્વરાજ્યના રસ્તા ઉપર જલદી પહોંચાડવા માટેની ફેડરલ યોજના સમાય છે.
આ યોજનાની કોઈ પણ શબ્દોમાં માગણી કરાવવી અને બળવા પછીની યોજના રદ કરાવવા માટે અસહકારની હિલચાલ હતી. અનિવાર્ય સંજોગોમાં ટુકડે ટુકડે સંતોષ મનાવવાની પ્રવૃત્તિના અંગ તરીકે હાલ તુરંત સમવાયતંત્ર-સંયુકત યોજના-ફેડરલ વગેરે સ્વીકારી લેવાની એકંદર તરફેણ છતાં વિરોધ કરવામાં આવે છે, તેમાં પણ અમુક અમુક કલમોનો ફેરફાર પછી ગર્ભિત સ્વીકાર જ હોય છે. “કઈ કલમમાં શો ફેરફાર કર્યો ? તેથી યોજનાના સ્વરૂપમાં શો ફેર પડ્યો ?” તે સામાન્ય જનતા સમજતી નથી હોતી એટલે પ્રથમ વિરોધ કરે છે. પછી કલમોનો ફેરફાર કરીને આગેવાનો સ્વીકારી લે છે, એટલે પછી પ્રજા પણ સંમત થઈ જાય છે. “કંઈક ફેરફાર કર્યો, અમારા આગેવાનોની વાત સરકારને કબૂલવી પડી અને કબૂલી એટલે તે યોજના સ્વીકારવા માટે હવે વાંધો નથી” એમ સામાન્ય પ્રજા સમજીને તેને વળગી રહે છે. કાયદો ઘડનાર પણ અમુક અમુક કલમો એવી ગોઠવે છે કે, જેની સામે વિરોધ ઊઠે જ. સાથે બીજી અનુકૂળ પણ કલમો હોય છે, જેને લીધે “કાયદો તો ઠીક છે” એવું મન પણ અમુક પક્ષોને થાય. વિરુદ્ધ કલમો કાઢી નાંખવા છતાં જરૂરી હોય તો ભવિષ્યની ધારાસભાના હાથમાં સુધારા-વધારાના નામે ઘુસાડવાની યોજના ખ્યાલમાં રાખીને યોજના લોકોને ગળે વળગાડી દેવાય છે.
આ પરદેશીઓને વતની તરીકે લઘુમતી કોમના હકક રક્ષણ નીચે કોંગ્રેસ ટેકો આપે એટલે વગર કહ્યું પરદેશીઓને વતન હકક મળે અને તે હિંદના લોકોની માગણીથી આપેલ ગણાય, એટલે “ગોરાઓને અહીં વતનહકક ન આપવો” એ કાયદો કયાં રહ્યો? સરકારને નછૂટકે પ્રજાની માગણીથી જ તેને રદ કરવો કે રદ કર્યા જેવો ગણવો પડે.
પ્રજા સ્વાતંત્ર્યવાદ જ આ માટે ઊભો કરવામાં આવ્યો છે, પ્રજાની તો ગમે તે દશા થાય પરંતુ શિક્ષિતવર્ગને તાળવે સ્વાતંત્ર્યની વાતોનો ગોળ કૉલેજમાંથી ચોંટાડી રાખ્યો હોય છે, અને તેને લાયકની માગણીઓ તેમની પાસેથી કરાવે, તેનો વિરોધ કરે એટલે તેઓ વધારે મજબૂતીથી માગણી કરે અને સાથે સાથે હિંદુ-મુસલમાનોના હકકો ઉપર, દેશી રાજાઓના અંગત હકક ઉપર અને આ દેશની મૂળ વતની પ્રજાઓ અને તેમના સ્થાપિત હકકો પર તરાપ પક્ષે જાય તેવા કાયદા અને છૂટછાટો નછૂટકે કચવાતે મને તેઓને આપે. સર્વ પ્રજાજનોની માટે આ દેશમાં સમાનતાની ભાવનાના નીચે લઘુમતી કોમોના બહાના નીચે પરદેશીઓ માટે જેટલી સગવડ માંગવામાં આવે તેટલી એ શિક્ષિત વર્ગને આયે જાય. તે વર્ગની દેશનાયકો તરીકે પ્રતિષ્ઠા ઉત્પન્ન કરેલી છે, તેઓને જેલમાં લઈ જઈને લોકપ્રિય બનાવેલ છે. એટલે કોઈ પણ કાંઈ બોલી શકે તેમ છે જ નહીં. આજે પરદેશી મૂડીથી દેશનો એક ભાગ આનંદ ભોગવે છે, ત્યારે મૂળ ધંધા પર નભેલો વર્ગ તૂટતો જાય છે. મોટાં શહેરો વસે છે. બાગબગીચા, બંગલા, કારખાનાં થાય છે. આનંદપ્રમોદનાં સાધનો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org