________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
આ રીતે હિંદના ઘણા માણસો “હિંદમાં ગોરાઓની વસાહતથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ છે.'' એવી ભ્રમણા સેવ્યા કરે છે પરંતુ, તેવા કેટલાયે તો કામચલાઉ કાયદા હોય છે. સ્થિતિ બદલાતાં તેને ફેરવીને બીજા કાયદાઓ કરી શકાય છે, અને તે રાજદ્વારી રમતમાં એક નાનીસૂની વાત હોય છે. તેવું તો સુધારા-વધારાને નામે કંઈ ચાલતું જ હોય છે.
અરે, ખૂબી તો એ છે કે, કાયદો કરવો હોય છતાં બહાર ના પાડવામાં આવે, કાયદાની વાત કરનાને પકડવામાં આવે, તેના ઉપર કડક નિયમનો મૂકવામાં આવે. બીજી તરફ પ્રજામાં તે કાયદાનો કાચો ખરડો કોઈને કોઈ સ્થળે, છેવટે કોઈને કોઈ દેશી રાજ્યમાં લોકમત મેળવવા જાહેર કરવામાં આવે, કાયદો ન કરવાની તરફેણના લોકોના મતને અનુકૂળ ભાષણ પાર્લમેન્ટમાં યે થાય. મોટા અમલદારો તેવાં ભાષણોનો પક્ષ કરે વગેરે અનેક પ્રકારની હિલચાલ ઘણાં વર્ષો સુધી ચાલે. પરંતુ, જેટલામાં કાયદાનો વિરોધ પ્રસરે તેટલાં બધાં લોકો ‘અમુક અમુક કલમોનો ફેરફાર કરાવીને કાયદાનો વિરોધ કરનારા વકીલ વર્ગના આગેવાનો જ્યારે કાયદામાં સંમત થાય ત્યારે જેટલાઓએ વિરોધ કર્યો હોય, તે દરેક આખરે સંમત ગણાય. આમ કાયદો થતાં પહેલાં તેને ખાસી માની વ્યાપક જાહેરાત મળી જાય છે, તેની જાહેરાત કરવીયે ન પડે, અને કાયદો થતાં જ દેશ આખામાં તેના સમાચાર પહેલેથી જ પહોંચી જાય. વિરોધને બહાને લોકો પોતાની સંસ્થાને ખર્ચે જાહેરાત કરે. આ જમાનાનું જાગવું, ઊઠવું તે આ. કેટલાક કાયદાની જરૂર ન હોય છતાં વિરોધ કરાવીને તેને એટલો હળવો અને નામનો જ કરી મૂકવામાં આવે જેથી કાંઈ અર્થ ન સરે, છતાં કાયદાપોથીમાં તે જાહેરાત સાથે દાખલ થવા પૂરતી પણ શરૂઆત તો કરવામાં આવે છે. કાયદાની જરૂરિયાત સ્વીકારવા પૂરતું પણ તેવા ધાર્મિક, સામાજિક અને ખેતીમાં માથું મારનારા ફેડરલ યોજનાને આગળ વધારવા ૩૦૦ ઉપરાંત કાયદાઓ હમણાં જ કૉંગ્રેસી પ્રધાનો મારફત કરાવી લેવામાં આવ્યા છે તેવી જ રીતે ફેડરલ સરકારની યોજના સંપૂર્ણ સ્વરાજ્યને રસ્તે આગળ વધારવા માટે છે. સંપૂર્ણ સ્વરાજનો અર્થ યુરોપીય વસાહતો અને તે યુરોપિયનોને છેવટે સંપૂર્ણ પ્રજાકીય ધોરણે બ્રિટિશ પાર્લમેન્ટની છાયામાં પૂરી સત્તા આપવી તે છે. ફેડરલનો અર્થ અનેક પક્ષોનું સંયુકત તંત્ર એવો થાય છે. એટલે હાલના તંત્રમાં હિંદુઓ, મુસલમાનો, દેશી રાજાઓ, બ્રિટિશ અમલદારો, જૂના વિચારના પ્રજાજનો, કૉંગ્રેસવાદી પ્રજાજનો અને પરદેશી વેપારીઓ તથા હવે પછી પરદેશથી વસવા માટે આવેલા યહૂદીઓ, અમેરિકનો, જર્મનો, દેશી રાજ્યનો પ્રજા-પ્રતિનિધિ વગેરેના સંયુકત મેળવાળું રાજ્યતંત્ર એ દેખીતો જ અર્થ થયો છે. તેથી સૌ ભાગીદાર બન્યા. હિંદુઓ એકલા ન રહ્યા અને જે જે બાબતોમાં હિંદુઓનું જોર છે, તે તોડવા મુસલમાનોને સામે ગોઠવવા કૉંગ્રેસના હિંદુ આગેવાનોને નમતું આપ્યું જ જાય એટલે હિંદુઓ દબાય, અને મુસલમાનો જોરમાં આવે. તેની પાછળ પણ ફાયદો તો ગોરી પ્રજા જ ઉઠાવવાની છે. મુસલમાનોને પણ છેવટે ફાયદો તો મળવાનો નથી જ. હિદુમહાસભા હિંદુઓને જ ટટ્ટાર રાખે, પણ તે પણ હિંદુઓની વાસ્તવિક સંસ્થા નથી. પણ ગોરી પ્રજાઓના જે તે વખતે હિંદુઓને જુદા જુદા વલણ તરફ વાળી જવાની યુકિતઓને અમલમાં મુકાવવા માટે સંસ્થા થવા દીધી છે. એટલે હિંદુઓએ તેના ઉપર પણ વિશ્વાસ મૂકવા જેવો નથી. વર્ણાશ્રમ સંઘ સંસ્થા બીજી રીતે પણ એ જ ચીલે કામ કરી રહી છે. સારાંશ
Jain Education International
૫૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org