________________
૫૭૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
હોય ત્યારે કોંગ્રેસને એકવાર સંતો બીજીવાર અસંતોષ એમ આંચકા આપીને વાતાવરણ ગરમાગરમ રાખીને મુત્સદ્દીઓ કામ લીધે જાય છે. તેમજ કોંગ્રેસની બેઠક મળવાની હોય તે અગાઉ એકાદ એવો ગરમાગરમ પ્રસંગ મૂકી દે છે કે, આખો દેશ વિચારમાં પડી જાય કે, “હવે દેશનાયકો શું કરે છે ?” એમ બધાનું ધ્યાન કોંગ્રેસની બેઠકમાં કેન્દ્રિત થાય છે. આ રીતે લઘુમતી કોમોના પ્રશ્નમાં યુરોપીય લોકોને આ દેશમાં વસાવવાને અને વતનહકક અપાવવાને કોંગ્રેસ મારફત પ્રજા પાસે અને લડાઈનો પ્રસંગ ઊભો રાખીને દેશી રાજાઓ પાસે કબૂલ કરાવવાની ગોઠવણ ચાલી રહી છે. આ ઘટનામાં અવાન્તર અનેક ક્રિયાઓ ચાલુ છે, પરંતુ વિસ્તાર થવાથી તેનો ઉલ્લેખ કરતા નથી અને જરૂર પણ નથી. યુદ્ધ પછી –
જે જ્યાંનો તે ત્યાંનો વતની” એ મહાજનનો કાયદો છે. મુસલમાનોને પણ પરદેશી માનવામાં આવે છે, તેને બદલે યુરોપિયનોને પણ હવે અહીંના વતની ગણવા કોંગ્રેસ તૈયાર થઈ છે. આ બધી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાના બીજ અસહકારની હિલચાલ વખતે જ ગોઠવી દેવામાં આવ્યાં છે. ૧૮૫૭નો બળવો એટલે કંપનીનું મુદ્દલ તંત્ર બંધ કરીને ઢઢેરા નામનું તંત્ર શરૂ કરવા માટેની તૈયારી માટે ગરમ, ખંડનાત્મક અને રચનાત્મક કાર્યક્રમ. તે પ્રમાણે ૧૯૧૯ો અસહકાર એટલે ઢઢેરાની સરકાર બંધ કરાવી ફેડરલ સરકારની સ્વરાજ્ય નામ નીચે માગણી કરાવવા માટેનો ગરમ કાર્યક્રમ. ઈરવીન-ગાંધી સંધિ પછી –
દેશી રાજ્યોમાં “તે તે રાજ્યનો તે તે વતની ગણાતો હતો.” બીજા બહારના ગણાતા હતા પરંતુ પાર્લમેન્ટ મિ. કેડલને મોકલીને એવી પ્રવૃત્તિ કરાવી કે જેને પરિણામે એક એવું લખત થયું કે, જેમાં દેશી રાજ્યોમાં પણ પરદેશીઓને વતન હકક મળી શકે, તેવી રમતની વ્યાખ્યા ઉમેરાણી અને મિ. બ્રાઉન સાહેબ પાસે તેની તપાસ ચલાવરાવી એ વાતને સ્થાયી કાયદેસરનું સ્વરૂપ આપવામાં આવ્યું. તેનું અનુકરણ હવે ધીમે ધીમે બધે ય થશે.
જો કે, પરદેશીઓને આ દેશમાં વસાહત સ્થાપવાની ઈચ્છા ઘણા વખતથી છે, પરંતુ પરિસ્થિતિ એકદમ તેને અનુકૂળ નહોતી. તેથી પ્રજાનો વિશ્વાસ મેળવવા એવો કાયદો પણ કરેલો અને એવી વાત પણ પ્રચારમાં એ વખતે મૂકેલી કે, “અમેરિકામાં વતનહકક આપવાથી આપણને શોષવું પડ્યું છે. માટે કોઈ ગોરાઓને હિંદમાં વસવા માટે કાયમી જમીન ન આપવી અને તેનો અહીં હકક કબૂલ ન કરવો.” આ વિચારો ફેલાવીને તે જાતનો કાયદો પણ કરવામાં આવ્યો હતો. એટલે તત્કાલીન સામાન્ય સમાજના હિંદના તે વખતના આગેવાનો અને રાજાઓ સરકારની નિષ્ઠા વિષે ખાતરીબંધ થયા અને હિંદમાં જે કાંઈ કરવામાં આવે છે તે બધું હિંદના વતનીઓને ભલા માટે જ છે, એમ વિશ્વાસપૂર્વક માનવા લાગ્યા. પરંતુ કયા વતનીઓ ? યુરોપીય મુત્સદ્દીઓની ખૂબી એ છે કે, પ્રથમ કોઈ પણ પ્રવૃત્તિ લાભકારક રીતે શરૂ કરીને ખૂબ પ્રચારમાં આવવા દે, પછી તેમાં બીજા પક્ષને એટલે કે દુનિયાની ગોરી પ્રજાના હિતનું એક તત્ત્વ ધીમેથી, શાંતિથી ટૂંકામાં એવું ઉમેરી દે છે અને પછી તેને કાયદેસરનું એવું રીતસરનું મજબૂતરૂપ આપી ખીલવા દે છે કે, તેનો આખરી ફાયદો તે પ્રજાને જ મળવાનો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org