________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૭૧
પોતાના લાભના ધંધા-નોકરી આપવાની શરૂઆત કરી.
અને એ રીતે કેળવાયેલા બંગાળી યુવકોને સ્વતંત્રતાનો ઉપદેશ આપીને મિ. હ્યુમ સાહેબ, નવી કેળવણીથી કેળવાયેલાઓની આગેવાની નીચે તેના અનુયાયીઓને એક જૂથમાં સંગઠિત થવા કૌરેસ નામની સંસ્થા સ્થાપી આપી. અને તેને લોકપ્રિય બનાવવા અંદરથી સંપૂર્ણ મદદ અને બહારથી તેની સામે અનેક રીતે વિરોધ રાખી પ્રતિષ્ઠા મેળવવા દેવામાં આવી છે. જે હિંદના મૂળ પ્રજાકીય સંગઠને બદલે નવું પાર્લમેન્ટના બંધારણને અનુકૂળ બંધારણ (બહુમતીનું) પ્રજામાં વ્યાપક કરે તેનો પ્રચાર કરે અને નવું સંગઠન બળમાં લાવ્યે જવાય. તેને પોતાની સામે ઉશ્કેરણીમાં રાખે જવાથી તે લોકપ્રિય બન્યું જાય અને “સરકારનો કોંગ્રેસ સામે વિરોધ છે માટે સરકાર જ તેને આગળ વધવા દેશે નહીં.” એવા ખ્યાલથી જૂના લોકો પણ સરકાર પાસે કોંગ્રેસની હિલચાલથી થતાં ખરા નુકસાન સામે દાદ માંગવા જઈ શકે નહીં. એટલે બંગાળમાં મુર્શિદાબાદમાં આવેલા જગતશેઠે જે આખી ભારતીય પ્રજાના પ્રમુખ છે. તેની સામે વસાહતોને યોગ્ય પ્રજાકીય દષ્ટિબિંદુઓ વાળી પ્રજા સંગઠિત રીતે ઉત્પન્ન કરવા એ સંસ્થાનો પાયો નાંખ્યો. તેની દર વર્ષે બેઠકો ભરવાની શરૂઆત થઈ. તેને માન આપવાના મોટા પ્રકારો ૫૦ તોપોના માન, પર હાથી રથને જોડવા વગેરેથી જેમ તે લોકપ્રિય થાય, તેમ તેમ નવી પ્રજા મૂળ બંધારણને ભૂલે એમ તટસ્થ રહીને સરકારે જ પ્રતિષ્ઠા વધારી. તે એટલે સુધી કે લાઠીઓ મારીને કેમ જાણે શત્રુ હોય એવો ભાસ કરાવીને પ્રજાનો જેમ બને તેમ તે સંસ્થા ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયે જ જાય, તેવી ગોઠવણો કરી. જેમ જેમ મહાસભા જોરમાં આવતી જાય, તેમ પ્રાચીન મહાજનની પ્રજાકીય સંસ્થા ઢીલી પડતી જાય એ સ્વાભાવિક છે. જાહેરમાં “તે સંસ્થામાં કાંઈ નથી રહ્યું.” વગેરે વાતાવરણથી તેના ઉપર અણગમો થતો જાય, જેમાં સૌનું હિત વાસ્તવિક રીતે છુપાયેલું છે. જે પ્રજાશાહી તંત્રની આદર્શ સંસ્થા છે, છતાં નવીન રીતે પ્રજાશાહી તંત્રના આદર્શની વાત તરફ કોંગ્રેસને ઘસડીને દેશી રાજ્યો ઉપર અણગમો ઉત્પન્ન કરી શકાય. સાથે હવે પછી અહીં ગોરી પ્રજાને વસાવીને તેમને માટે પ્રજાશાહી તંત્રની ખિલવણીની તૈયારી કૉંગ્રેસ મારફત શરૂ કરી દીધી. લોકો સમજે છે કે, “દેશનેતાઓ સરકારને ધ્રુજાવે છે. પરંતુ ખરી રીતે દેશનેતાઓ મિ. હ્યુમે દીર્ધદષ્ટિથી દોરેલા વર્તુળના એક આરા તરીકે પોતાની ફરજ બજાવે છે. અને સરકાર પણ તેને જ દરેક કામમાં આગળ રાખે છે.” દા. ત. સમસ્ત ભારતીય પ્રજાના કાયદેસરના પ્રતિનિધિત્વવાળી મહાજન સંસ્થા સાથે નહીં ને પ્રજાકીય સંસ્થા તરીકે કોંગ્રેસને ગણીને તેની સાથે ઈરવીન-ગાંધી સંધિપત્ર થાય છે. કોંગ્રેસ પાસે ત્રિરંગી વાવટા મારફત લઘુમતી કોમોને ધોળા રંગમાં સ્થાન અપાવી તેના હકકો માટે પૂરતી કાળજીભરી ગોઠવણો કરાવી લે છે. સબબકે, કોંગ્રેસ પરદેશીઓને વતન હકક આપવાની જાણ્યે અજાણ્યે તરફેણ કરે છે, જે વિચારથી મૂળ હિંદુઓ અને મુસલમાનો વિરુદ્ધ છે. પરંતુ કોંગ્રેસ આગળ જાહેરમાં કોઈનું કાંઈ ચાલતું નથી અને કોંગ્રેસ બહારથી ગમે તેવી વિરોધી છતાં યુરોપીય રાષ્ટ્રોની ભાવનાઓને અને સ્વાર્થોને આ દેશમાં સિદ્ધ કરી આપે છે. એટલે સરકાર બહારથી વિરોધ દેખાડીને પણ તેનો અંદરથી પક્ષ કરે છે, તેની પ્રતિષ્ઠા વધારે છે, તેમના નેતાઓ સામે કોઈથી ચું કે ચા થઈ શકતું નથી. એવી ખૂબીથી કામ ચાલે છે. અને જ્યારે જ્યારે નવી નવી ગોઠવણો કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org