________________
૫૬૬
પંચ પ્રતિકમાણસૂત્રો
તે સાહિત્ય બહાર પાડનારી આધુનિક દેશી સંસ્થાઓ પણ લગભગ તેઓ માટે માહિતી એકત્ર કરવાના અંગ તરીકે જ કામ કરે છે. સરકારી તથા બિનસરકારી શોધખોળનાં પ્રાચીન શોધખોળનાં અનેક ખાતાંઓ ચાલુ છે. તે દરેક માહિતી મેળવવાનાં સાધનો તરીકે જ ગોઠવાયાં છે. કોઈ પણ છપાતું પુસ્તક તેમની પાસે જાય જ છે. જે મારફત આ દેશના દેશ, કાળ, જીવન, ખાસિયત, રહેણીકરણી, ધંધા, સમાજજીવન, ધાર્મિક જીવન, આદર્શ, કળા, સંસ્કૃતિ, કળા, સંસ્કૃતિ, ધર્મો વગેરેનો યુરોપવાસીઓ અભ્યાસ કરે છે અને વસાહત સ્થાપવાના મૂળ હેતુમાં તેનો ઉપયોગ કરે છે, અને પછી તે દરેકનાં સારભૂત પુસ્તકો પણ બહાર પાડીને તે મારફત પોતાની ઊછરતી પ્રજાને દષ્ટિબિન્દુ તથા માહિતી પૂરી પાડીને લાભ ઉઠાવે છે.]
( ૨ ) ત્યાર પછી વ્યાપારી કોઠીઓ નાંખવાના પરવાના મેળવે છે, અને વ્યાપારી કોઠીઓ ચાલે છે તથા જકાત વગેરેમાં તથા જવા આવવાના હકકોમાં છૂટછાટ તથા માફીઓ મેળવીને સારી રીતે વ્યાપાર ખેડે છે. અને જ્યાં લોકોને કામના બદલામાં એક આનો આપવાની જરૂર હોય ત્યાં એક રૂપિયો આપી બેસે છે. અહીંના વતનીઓને ભભકા તથા ઉદારતાથી આંજવાનો પ્રયત્ન કરે છે. ને આટલો બધો વ્યાપાર ખેડાયો કે આખા યુરોપ, અમેરિકા અને ઇંગ્લેંડની આજની સંપત્તિ લગભગ તેનું પરિણામ છે. ત્યાંના સામાન્ય લોકો પર આજે કોઠાધિપતિ અને અબજોપતિઓ થઈ ગયા છે અને સામાન્ય માણસો પણ માતબર થયા છે.
[વ્યાપાર પણ આજે ચાલુ જ છે. આજે તો એ દેશના લોકોની કંપનીઓ એટલી બધી થઈ ગઈ છે અને થશે કે, આજ સુધીમાં દેશીઓના હાથમાંથી વેપાર ચાલ્યો ગયો છે, અને હવે રડ્યાખડ્યો છે તે અને ખેતી તથા પશુઉછેર જેવા મસ્ત મોટા ધંધાઓ પણ ડેરી કંપનીઓ અને મશીનરી ખેતીની ખિલવણી શરૂ થતાં જવા જ બેઠા છે અને જશે. પછી બીજા ધંધાની વાત જ શી ? ખેડૂતોમાં જાગૃતિનું વાતાવરણ આ નવીન યોજનાનો પાયો નાંખવા માટે છે. જાગૃતિ થયા વિના ખેતી માટેની નવી યોજના અમલમાં ન લાવી શકાય. યોજનાઓ તૈયાર થઈ ગઈ છે, અમલ શરૂ થયો છે. ખેડૂત પ્રજાને પોતાના ચાલુ ધંધામાંથી ચલિત કરવા માટે જ ખેડૂત જાતના દેશનેતાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. આજની દેશી કંપનીઓની મૂડી પણ પરદેશીઓની જ છે. તેઓ પાસેની પરદેશી મૂડી મારફત નવી કંપનીઓ નીકળીને પણ વ્યક્તિગત દેશી વેપારીઓના ધંધા તૂટે છે. રાજ્યના કાયદાનો ટેકો લિમિટેડ કંપનીઓને હોય છે. વ્યકિતગત વેપારીને નથી હોતો. તેથી દેશી વેપારીઓ તૂટે છે અને દેશી વિદેશી કંપનીના વેપારી જેરમાં આવે છે. એટલે વ્યકિતગત વેપારીઓના હાથમાં વેપાર છોડાવવા દેશી કંપનીઓને પણ શરૂઆતમાં ધનવાન અને લાગવગવાળા બનાવવામાં આવે છે. તે આજનાં વેપારીમંડળો માત્ર લલચામણાં સાધન માત્ર છે. અને લાભ પણ પરિણામે દેશીઓને મળે તેમ નથી.]
(૩)પછી વેપાર કરતાં કરતાં દેશો જીતવા અને રાજકાજમાં સંધિવિગ્રહોમાં માથું મારવા માંડે છે અને ધીમે ધીમે જમીનો મેળવી તેનું રાજ્ય કરવાની શરૂઆત કરે છે, અને કલાઇવ રૉબર્ટસન રાજ્યસત્તાનો ઊંડો પાયો નાંખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org