________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
અને અહીંના દેશનાયકો અને કેળવાયેલ ગણાતો વર્ગ તે શબ્દોને પોતાના લાભમાં શુદ્ધ અર્થમાં સમજે છે.
તો હવે ભારતમાં યુરોપવાસીઓનો શો ઉદ્દેશ છે ? ઇતિહાસ અને આધુનિક સંજોગો જોતાં ભારતને પણ યુરોપીય વસાહત બનાવવો અને તેમાં વસી જતી ભવિષ્યની યુરોપીય પ્રજાને સંપૂર્ણ સાંસ્થાનિક સ્વરાજ્ય આપવું, તેવો જણાય છે. તેમાં યુરોપીય પ્રજા શી રીતે વસી શકે તેમ છે એ વિચારીએ.
૫૬૫
રાણી એલીઝાબેથના સમયથી ઇંગ્લેંડની મહત્ત્વાકાંક્ષાને પરિણામે તેઓએ ત્યારથી પોતાની વસાહતો સ્થાપવાની શરૂઆત ઘણા વખતથી કરી દીધી છે. અને લગભગ તેનું અનુકરણ યુરોપિયન બીજાં અનેક રાષ્ટ્રોએ કરેલું છે, એ તો દેખીતી જ વાત છે.
પરંતુ ચીન અને ખાસ કરીને ભારતવર્ષ એટલા સંગઠિત અને સંસ્કૃતિવાળી પ્રજાઓથી ખીચોખીચ ભરેલા છે કે તેમાં એકાએક એ વસાહત સ્થાપવાનો ઉદ્દેશ શી રીતે સિદ્ધ થાય ?
પરંતુ એટલું ચોકકસ છે કે, તેઓનું મૂળ ધ્યેય વસાહતો સ્થાપવાનું મૂળથી જ છે. વૉરન હૅસ્ટિંગના વખતથી તેની ચર્ચા તેઓ કરતા આવ્યા છે, તેના આપણને ઇતિહાસમાંથી ઘણા મુદ્દાઓ મળે છે. પરંતુ, ભારતમાં વસાહત સ્થાપવાનું કામ અતિ વિકટ અને ઘણું દુર્ઘટ હોવાથી એ ધ્યેયની સિદ્ધિ અનુક્રમે કરવી જોઇએ, અને તેને માટે તેઓએ આ અનુક્રમ ગોઠવ્યો જણાય છે.
( ૧ ) પ્રથમ માહિતી મેળવવાનો-એલચીઓ અને વિદ્વાન મુસાફરોનો સમય.
( ૨ ) વ્યાપારી થાણાં નાંખવાં, ઈસ્ટ ઈંડિયા કંપનીનો સમય.
( ૩ ) રાજ્યો જીતવાં ને રાજ્ય કરવું. ૧૭પ૭ થી ૧૮૫૭.
( ૪ ) રચનાત્મક રીતે લગભગ પ્રજાની રીતે પ્રજાને સંતોષ ઊપજે તેવું રાજ્ય કરવું, ને નવી રચનાની તૈયારી કરવી. ૧૮૫૭ થી ૧૯૧૯.
( ૫ ) વસાહતોને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવું. અને પ્રાથમિક યોજના અમલમાં મૂકવી. ફેડરલ યોજનાનાં અંગો—૧૯૧૯ પછી જે ચાલુ છે.
( ૬ ) સંપૂર્ણ સ્વરાજ્ય આપવું અને વસાહત જાહેર કરવી. હવે પછીના સમયમાં.
સ્થૂલ રીતે આ છ પગથિયાં જોવામાં આવ્યાં છે. તેનાં પેટાં પગથિયાં બીજાં ઘણાં છે. પરંતુ અહીં મુખ્ય સિવાય તે બધાંનો વિચાર કરવો અસ્થાને છે.
Jain Education International
( ૧ ) આ દેશમાં મોગલ બાદશાહોના રાજ્યમાં ઠેઠ અકબરથી એલચીઓ શરૂ થયા. અને જહાંગીરના વખતમાં ખાસ કરીને સર ટોમસરો પ્રસિદ્ધ એલચી આવ્યો. ત્યારે પણ અનેક મુસાફરો બાદશાહીની લાગવગ મેળવીને આખા દેશમાં ફરતા હતા. અને અનેક જાતની ભૌગોલિક, ધંધાદારી, ઐતિહાસિક વગેરે માહિતીઓ એકઠી કરતા હતા. તે બધું લખી લખીને પોતપોતાના દેશને પૂરું પાડતા હતા. અને પછી તેના વ્યવસ્થિત ઘણાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં, જે આજે પણ મળે છે. [જો કે માહિતી મેળવવાનું કાર્ય આજે પણ એકધારું ધમધોકાર ચાલુ છે. ખૂબી તો એ છે કે, તે
For Private & Personal Use Only
www.jainelibrary.org