________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
આ વખતે જગત શેઠ અને બીજા વેપારીઓ મારફત વ્યાપારી તરીકે વેપારી વર્ગનો અને સામાન્ય પ્રજાનો પ્રથમ વિશ્વાસ સારો મેળવેલો હોવાથી આખા દેશમાં સામાન્ય રીતે લાગવગ વધી ગયેલી હોવાથી કેટલીક સહાનુભૂતિ ધીમે ધીમે મળ્યા કરી છે. તે વખતે આ દેશની આગેવાન પ્રજા ખાસ વેપારી પ્રજા હતી. તેનો સહકાર ખૂબ તેમની મદદમાં આવ્યો છે. એટલે પ્રજાનો ચાહ દેશી રાજ્યોની વિરુદ્ધમાં ઉપયોગમાં લેવાના કામમાં આવ્યો હતો. અને પ્રજાની અપ્રીતિ આગળ કરીને દેશી રાજાઓ પાસે પોતાના લાભની સંધિઓ કરાવી શકાઈ છે. અને રાજાઓની પાછળ પોતાની ઉપરી સત્તા ગોઠવી શકાઈ છે.
આ અરસામાં નાનામોટી લડાઈઓથી લૉર્ડ કલાઇવે કેટલાક પ્રદેશો હાથ કર્યા પછી તે ઇંગ્લેંડ જાય છે, અને આ દેશની પ્રબળ સત્તા પેશ્વા અને મુસલમાનોની કોમી લડાઈ જેવી ૧૭૫૭ આસપાસ પાણીપતમાં થાય છે, અહમ્મદ દુરાની મુસલમાનોનો આગેવાન છે, તેની જીત થાય છે ને પેશ્વા હારે છે.
૫૬૭
બસ, તુરત જ ફરીથી લોર્ડ કલાઇવ આવીને બ્રિટિશ રાજ્યના વહીવટની લગામ હાથ ધરીને બ્રિટિશ પેરમેંટ પાવર (સર્વોપરી સત્તા) સ્થાપિત થયેલ માનીને પહેલા ગવર્નર જનરલ બનીને આવે
છે.
અહીં પ્રશ્ન થાય છે કે, પેશ્વા હાર્યા. તો મુસલમાનોની સર્વોપરી સત્તા થવી જોઈએ અને મુસલમાનો જીતવા છતાં ચાલ્યા ગયા તો પેશ્વાઓની સર્વોપરી સત્તા રહેવી જોઈએ. તેને બદલે ત્રીજી સત્તા જે માત્ર શરૂઆતમાં નામની જ હતી. તેની એકાએક સર્વોપરી સત્તા કયાંથી થઈ ગઈ ? તે વખતે કયાં પેશ્વાઓનો કાબૂ, સત્તા, સંપત્તિ અને રાજ્યવિસ્તાર ? અને કયાં કલકત્તા અને મદ્રાસની આજુબાજુનો થોડો થોડો બ્રિટિશ પ્રદેશ ?
પરંતુ કેટલાકનું માનવું છે કે, આ પેશ્વા અને મુસલમાનોની લડાઈ બન્નેય સત્તાઓને નબળી પાડવાને યુક્તિપૂર્વક ઊભી કરવામાં આવેલી અને પેશ્વાઓને પટકવા માટે તેની નબળાઈની કેટલીક માહિતી કેટલાક પરદેશીઓને બન્નેય ઠેકાણે વિશ્વાસ આપીને અંદર ભરાઈ જઈને આપેલી હોવી જોઈએ, જેથી પેશ્વાઓની સત્તાને ફટકો પડ્યો હોય. કેમ કે, મુસલમાનોની સત્તા નામની જ હતી. પેશ્વાઓની સત્તા ઘણી વ્યાપક હતી.
તે વખતે પરદેશીઓ વિશ્વાસુ તરીકે ગોઠવાઈ જવામાં ઘણા જ કુશળ હતા. અને પોતાના રાષ્ટ્રીય હેતુને સિદ્ધ કરવા માટે જાનની પણ પરવા કર્યાં વિના અહીંના વતનીઓનો અપૂર્વ વિશ્વાસ મેળવી લેતા હતા. જેનો ઉપયોગ તે પોતાના રાષ્ટ્રના હિતમાં વખત આવ્યે અચૂક રીતે કરવાનું ચૂકતા નહીં. તેના ઇતિહાસમાં સંખ્યાબંધ પુરાવા છે. આ ઘટના લૉર્ડ કલાઇવે ઇંગ્લેંડ બેઠા બેઠા કરી હોય કે બીજાઓએ કરી હોય. પરંતુ યુદ્ધ વખતે પરદેશીઓ તદ્દન ચૂપ બેસી રહ્યા હોય, એ સંભવિત લાગતું નથી. કેમ કે, તેઓના અને આપણા ઇતિહાસકારો “૧૭૫૭ થી તેઓના રાજ્યનો મજબૂત પાયો નંખાયો.'' એમ માને જ છે. સને ૧૮૫૭થી રચનાત્મક રાજ્યવ્યવસ્થાનો પાયો નંખાયો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org