________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૫૧
અને માનસ લગભગ પરદેશી સંસ્કૃતિને ઘણી રીતે આધીન જ હોય છે. ત્યારે ખેડૂતને અમુક કર આપવામાં પરતંત્રતા હોય છે, બાકી બધી બાબતમાં સ્વતંત્ર હોય છે. તે ગ્રેજ્યુએટનાં મન,
વચન, કાયા, ગુલામ હોય છે. ૧૧. એટલે જેમ જેમ આ દેશમાં આધુનિક કેળવણીનો આશ્રય શોધનારાઓની સંખ્યા વધતી જાય,
તેમ તેમ પ્રજાની પરતંત્રતા વધતી જાય એ આ હિસાબે બરાબર સમજાશે. ૧૨. પ્રજાને જ્ઞાનની, અનુભવની, તાલીમની જરૂર છે પરંતુ, તે આર્ય સંસ્કૃતિને અનુસરતી રીતે કરવાને,
પ્રજાજીવન અને ખમીર ટકાવવાને તદ્દન સ્વતંત્ર શિક્ષણની જરૂર છે. એટલે કે, પ્રજાને અનાયાસે
જે અનુભવ મળે છે, તેમાં ઉમેરો કરવા પૂરતું શિક્ષણ મળવું જોઈએ. ૧૩. દા. ત. કારીગરના છોકરા કારીગર પિતા કે નાતીલા પાસે કારીગરી શીખી શકે છે, તેમાં ઉમેરો.
કરવો જરૂરી હોય તો તે શિક્ષણ સંસ્થા મારફત કરવો. પરંતુ પહેલેથી નિશાળમાં બધું ભણે અને મોટી ઉમરે જે ઈજનેરી લાઈન લે તો કારીગર થાય, નહીંતર કારીગર ગુમાવવો પડે એમ
જ ખેડૂત માટે છે. ૧૪. આ દેશમાં વિદ્વાનો ઘણા હતા અને શિક્ષણનાં સાધનો ઘણાં અને વિવિધ હતાં ને છે, પરંતુ
ઈતિહાસ ઉપરથી જોતાં તે બંધ થાય તેવી પરિસ્થિતિ થઈ હતી, અને નવાં સાધનો ઉઘાડવામાં આવ્યાં છે. તેને અનુસરીને ભણેલા અને તેને પ્રજાના હિતકારક માનવાની ભ્રમણામાં પડેલા જ લોકોને જ કેળવાયેલા ગણવામાં આવે છે, અને પ્રજામાં આગળ રાખવામાં આવે છે. એટલે ઉત્તરોત્તર એ કેળવણીનો ફેલાવો વધતો જાય છે. તેમાં વધારે રંગાયેલા અને પ્રજાના અમુક ભાગનો ચાહ પણ મેળવી શકેલા હોય, એવી વ્યકિતઓ મોટા અમલદાર તથા કાઉન્સિલોમાં ખાસ ગોઠવવામાં આવેલા હોય છે, અને તેમને પગાર, પદવી વગેરેનો બદલો પણ સારો મળતો હોય છે. એટલા ઉપરથી તેઓ આ કેળવણીની તરફેણ કરતા હોય છે, પરંતુ વિદ્વત્તાથી સંપૂર્ણ વિચાર કરીને, પૂર્વાપરનો લાભાલાભનો વિચાર કરીને કરે છે, એમ માનવાનું નથી. તેઓ બાહ્ય લાભો અને ગતાનુગતિકતાથી તરફેણ કરે છે, તેનો તેને ખાનપાન કે પગારના રૂપમાં બદલો મળતો હોય છે.
અહીં ઘણું વિચારવા જેવું છે પરંતુ, જ્ઞાનાચારમાં આધુનિક કેટલાં જ્ઞાનસાધનોનો સમાવેશ કરવો ? અને કોનો તેના અતિચારમાં અને અનાચારમાં સમાવેશ કરવો ? એ વિચારનું સુલભ થાય, માટે અહીં સંક્ષેપમાં દિશાસૂચન કરવામાં આવેલ છે.
૨. દર્શનાચાર : દેવ, ગુરુ, ધર્મ તરફ હાર્દિક પ્રેમ, ભક્તિ, બહુમાન તે સર્વની સેવા, ચાકરી, શોભા, મહત્તા, જાહેર કરવી તે સર્વનો પ્રભાવ ફેલાવો વગેરે દર્શનાચાર કહેવાય છે. દેવ, ગુરુ, ધર્મમાં દેવ સાથે-દેવનાં મંદિરો તીર્થસ્થાનો, દેવના જીવન સાથે સંબંધ ધરાવતાં સ્થળો, વખત, પદાર્થો અને ભાવનાઓ અને પ્રતિમાઓ, પૂજા, મિલકતો, દ્રવ્યો-મિલકતો, ધન વગેરેનો સમાવેશ થાય છે. ગુરુ સાથે સ્થાપનાચાર્ય, ગુરુની સેવા માટેની મિલકતો, ગુરુની પૂજાનું દ્રવ્ય-ધન, સમ્યફદર્શન જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિમાં સહાયક સાધનો તથા ઉપકરણાદિકનો પણ સમાવેશ થાય છે. ધર્મમાં ધર્મનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org