________________
પપ૦
પંચ પ્રતિક્રમા સૂત્રો
મટે એવો અધકચરો વર્ગ તૈયાર થાય તો પણ તેવા વર્ગથી નવી સંસ્કૃતિને મદદ મળે છે. જેથી જેમ વધારે સંખ્યા કેળવણી લેનારી તેમ મૂળ જીવનથી વધારે વ્યુત થાય અને ફરજિયાત કેળવણીનો પણ એ અર્થ છે. અક્ષર શિક્ષણ યોજના અને તેની પાછળ બેઝીક અંગ્રેજીની સરળ પદ્ધતિ મારફત ઇંગ્લિશ ભાષાનો વધુ સંગીન અને વ્યાપક પ્રચારકાર્ય વગેરે ગોઠવાયેલા છે. હિંદીનો દેશમાં મુખ્ય પ્રચાર પ્રાંતિક ભાષાઓ તોડે અને બેઝીક મારક્ત સરળ અંગ્રેજી ફેલાતાં તે એક જ આંતરરાષ્ટ્રીય મુખ્ય ભાષા બનતાં સો વર્ષ પછીનો ગુજરાતી બાળક જેટલી સરળતાથી અંગ્રેજીમાં
વ્યવહાર કરી શકશે. તેના પ્રમાણમાં ગુજરાતીના શબ્દોયે તેને યાદ હશે કે કેમ એ પ્રશ્ન છે. ૪. જેમ જેમ નવા ચોકઠાના ધંધા વધતા જાય અને તે ધંધાદારી વર્ગ સત્તામાં આવતો જાય તેમ
તેમ જૂના ધંધા તૂટતા જાય અને બેકારી ફેલાતી જાય તેમ તેમ તેનાં સંતાનો ધંધા માટે કેળવણીની-ભણવાની સંસ્થાઓની ખોજમાં નીકળ્યું જ જાય. તે ભણીને તૈયાર થાય અને નવા ધંધામાં કે કોઈ પણ નવા કામમાં ગોઠવાય તેમ તેમ તેને વેગ મળે. તેમ તેમ વધુ ને વધુ જૂના ધંધા તૂટે અને મોટી સંખ્યા કેળવણી લેવા બહાર આવતી જાય. આના ઉપર બોર્ડિંગો, અનાથાશ્રમો, હોસ્ટેલો, નિશાળો, મદરેસાઓ અને પાઠશાળાઓ બાળાશ્રમો વગેરેમાં ગોઠવાયેલા છે. બેકારી
ઉત્પન્ન કરનાર અને બેકારીના પાયા પર આધુનિક કેળવણીનો પાયો રચાયેલો છે. ૫. સુખી કુટુંબના માણસોનાં બાળકોના બીજું કાંઈ નહીં તો છેવટે સંસ્કાર બદલાય છે. પોતાના
દેશભાઈઓ કરતાં જુદું જ જીવન જીવે છે, અને દરેક બાબતોમાં જુદા પડે છે. ૬. સંસ્કૃતિનાં સાધનોરૂપ પ્રાચીન શાસ્ત્રો, ત્યાગીઓ, મંદિરો, મહાજનો, જ્ઞાતિ, બ્રાહ્મણો, ભિન્ન ભિન્ન ધંધાદારીઓ વગેરે સાધનો, તેની પાછળનાં વિજ્ઞાનો વગેરે ઝાંખા પડતા જાય, તૂટી પડતા જાય તેમ તેમ નવાં સાધનોની જરૂર પ્રજાને ઊભી થાય અને તેટલો પરદેશમાં વકરો વધે તેટલી
નવી સંસ્કૃતિ વધુ મજબૂત થાય. ૭. શરીર, ધર્મશ્રદ્ધા, વતનમાં વાસ, સંયુકત કુંટુંબવ્યવસ્થા, આધ્યાત્મિક સંસ્કૃતિપ્રધાન જીવન વગેરે
તત્ત્વોથી પ્રજા દૂર દૂર જતી જાય. ૮. વિચાર ભેદ થવાથી જૂના નવા વિચારોની અથડામણોથી પ્રજામાં કાયમ કુસંપ રહે. ૯. પ્રજાજીવનમાં સહજ રીતે જીવન જીવવાથી જ આપણી પ્રજાને જીવનની તમામ દિશાઓની જરૂર
પૂરતી અને સંગીને તાલીમ મળતી હતી. અને લાયક પ્રજા તરીકે તૈયાર થતી હતી. તે અટકયું અને માત્ર પુસ્તકીય અને જીવનના એક દેશી જ્ઞાનને લીધે પુરુષાર્થ શકિત પ્રજાની ઘટતી જાય છે. ઘણી બાબતોનું અજ્ઞાન વધારે વધતું જાય છે. પુરુષાર્થ શક્તિ જ હણાઈ જાય છે. પરિણામે પરદેશી મૂડી, પરદેશી બળ, પરદેશી ધંધા, સંસ્કૃતિ અને પરદેશી જીવનના ઘણા ભાગ ઉપર
પરદેશી સત્તા વગેરેની પરતંત્રતા સ્વીકારવી પડે છે. ૧૦. આ હિસાબે એક ગ્રેજ્યુએટ કરતાં દૂરના ગામડાનો એક ખેડૂત વધુ સ્વતંત્ર છે અને ઓછામાં
ઓછો ગુલામ છે. કેમ કે, ગ્રેજ્યુએટ અને તેમાંથી બનેલા દેશનેતાનું જીવન, રહેણીકરણી, ધંધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org