________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૪૯
નિંદા કરીને અમુક લોકમતની સહાયથી યુનિવર્સિટીમાં માત્ર ઉપરના ત્રણ હેતુને અનુસરી યુરોપના વિદ્વાનો અને સંસ્કૃતિ તરફ આકર્ષણ થાય, હિંદના ચાલુ જીવનમાં દોષ દેખાય અને બાકી પરચૂરણ જ્ઞાન મળે, એવા ક્રમથી જ્ઞાન આપવા નવી નિશાળો, નવા માસ્તર રાખ્યા અને પાઠ્યપુસ્તકો તૈયાર કરી ચલાવ્યા તથા નોકરીધંધા આપી નવી કેળવણીની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી તેમજ હાલની સંસ્કૃતિના દષ્ટિકોણથી માત્ર સામાન્ય વિચાર કરનાર અને ખરી કર્તવ્યશક્તિ ગુમાવનાર વર્ગ ઊભો કરવામાં આવ્યો.
હવે એ ક્રમ પૂરો થતાં, આ દેશમાં મોટાં મોટાં કારખાનાં તેઓને નાંખવાનાં છે, તેમાં કેળવાયેલો મજૂર વર્ગ જોઈએ. તે ઉત્પન્ન કરવા વધુ સ્કીમને નામે હવે પછીનાં ૫૦ વર્ષ માટે પ્રચારમાં લાવવાની ગોઠવણ દેશના અમુક વર્ગની સહાનુભૂતિ મેળવીને ચાલી રહી છે. અને એ નવી ગોઠવણને અમલમાં લાવવા જૂની કેળવણીની પદ્ધતિની ટીકા થવી જ જોઈએ, કરવી જ જોઈએ, કરવા દેવી જોઈએ, કરાવવી જોઈએ જ, તો જ નવી સ્કીમ માટે લોકોની ઉત્સુકતા વધે, તેની તરફ લોકમત વધે અને તો જ તે જલદી અને ઓછી મહેનતે અમલમાં લાવી શકાય. તેને દેશનેતાઓ અને પ્રધાનો મારફત નવી કેળવણીની યોજના તરફ પ્રજાનો ચાહ મેળવવા ગોઠવણ કરવાના પ્રયાસો થયા છે. તેમાં દેશનેતાઓ પ્રથમ આર્યસંસ્કૃતિની ખિલવણીની વાતો કરવાના જ અને કરવા દેવાની પણ ખરી. કારણ કે, એવી વાતો વિના સાચા ખોટા બંધબેસતા અણબંધબેસતાં શાસ્ત્રવાજ્યોના પુરાવા વિના, અહીંની પ્રજા કોઈનેય કબૂલ કરતી નથી. એટલે એવું પણ પ્રચારના અંગ તરીકે રહ્યા કરે છે. અને સાથે સ્ત્રીઓ, ખેડૂતો અને ગરીબોના ભલા માટેની પણ વાતો ગૂંથવાની જ. કેમ કે, તેથી લોકમત ઠીક મેળવી શકાય છે.
આ દેશના પ્રાચીન ગ્રંથોને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવાના તો બીજાંયે ઘણાં કારણો છે. લોકમતને તરફેણમાં લઈ શકાય અને એ વિષયોને પણ બને તેટલું આધુનિક સ્વરૂપ આપીને તેનો લાભ લઈ શકાય. એ પાઠ્યપુસ્તકો રાખીને તેમાંનું તત્વ સ્વતંત્ર રીતે પ્રચાર કરવા માટે નથી પણ હાલની કેળવણીના અંગ તરીકે તેનો લાભ લેવાની દૃષ્ટિથી ગોઠવવામાં આવે છે. વાસ્તવિક રીતે તે પ્રાચીન સાહિત્ય ઉપર અને તેના વિધાન ઉપર કટાક્ષો કરવામાં આવે છે અને બીજી દષ્ટિઓથી ભૂલો કાઢવામાં આવે છે.
આધુનિક કેળવણીની ટૂંકમાં અસર અને પરિણામો ૧. પ્રજાજીવનમાં સંસ્કૃતિનો પલટો લાવી શકાય. પરિણામે આર્યપ્રજામાંથી આર્યસંસ્કાર ઘટતા જાય. ૨. આજની સંસ્કૃતિના અંગભૂત રાજ્ય સંસ્થા-ધંધા, સમાજજીવન વગેરેના ધીમેધીમે મજબૂત
બનતા બંધારણીય ચોકઠાઓમાં ઉપયોગી વર્ગ જેમ જેમ મળતો જાય તેમ તેમ પ્રજાકીય ચાલુ જીવનના બંધારણીય ચોકઠાઓ નબળા પડતા જાય અને સ્વતંત્ર પ્રજા જીવનના દરેક અંગો બીજી પ્રજાની પરતંત્રતામાં ગોઠવાતા જાય. ૩. કોઈ પણ ખાતાઓમાં ઉપયોગી થાય તેવો વર્ગ ન મળે, તો પણ અહીંની સંસ્કૃતિમાં મદદ કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org