________________
૫૪૮
પંચ પ્રતિકમણસૂત્ર
વિધિ વિના વાંચવું વગેરે જે કાંઈ શૈલી વિરુદ્ધ આચરણ તથા પ્રવૃત્તિઓ વગેરેથી અન્યથાયોજન થઈ રહ્યું છે, તેમાં અતિચાર કે અનાચાર કેવા સંજોગોમાં લાગે છે ? તે ગીતાર્થ ગુરુઓ પાસે ખપી જીવોએ નકકી કરી લેવું જોઈએ. કંઈક અતિચાર કે અનાચાર લાગે છે તો જરૂર.
એ પણ સમ્યક્ દષ્ટિજીવોનું કર્તવ્ય છે અને જ્ઞાનના અતિચારોથી બચી જ્ઞાનાચારના પાલનનો એ ય રસ્તો છે.
હાલની કેળવણીનો ઉન્માર્ગ આજની કેળવણી જૈનધર્મથી દૂર છે, આર્ય સંસ્કૃતિથી દૂર છે અને એકંદર આખા જગતની પ્રાચીન સંસ્કૃતિથી દૂર છે. માત્ર સીવીલાઈઝેશનની સંસ્કૃતિને અનુકૂળ તે રચવામાં આવેલ છે. એટલે ૧. તે કેળવણી પ્રજાને આધુનિક સંસ્કૃતિની તાલીમ આપે છે, સાથે જ ૨. આધુનિક સિવાયની સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચારકાર્ય કરે છે. અને ૩. જ્યાં બન્નેયમાંનું કાંઈ પણ હજુ સુધી કરી શકાતું નથી ત્યાં જેમ હોય તેમ મધ્યસ્થ રીતે નિભાવે છે. આધુનિક કેળવણીની આ ત્રણ ગતિ છે અને તેનું ધ્યેય. જગતની ગૌરાંગ પ્રજાઓના રાષ્ટ્રીય, આર્થિક, નૈતિક વગેરેમાં પ્રગતિ અને ઉન્નતિ છે. અને બીજાનું અધ:પતન અર્થાત્ સ્વાભાવિક રીતે જ સંકળાયેલું જ રહેલ છે. તેની સાથે આજે સીધો યા આડકતરો સંબંધ ધરાવતી કોઈ પણ બૉર્ડિંગો, હોસ્ટેલો, બાળ શિક્ષણ શાળાઓ કે કેવળ સંસ્કૃત શાળાઓ પણ તેમના જ ધ્યેયની સિદ્ધિ કરે છે. એટલે શુદ્ધ સમ્યગ દષ્ટિ જૈન દર્શન કરતાં ફીરકાઓમાં અને તેથી વિશેષ ભારતીય આર્ય દર્શનોમાં અંશતઃ મિથ્યાત્વ આવે છે. તેથી વિશેષ ભારતીયેતર ઈસ્લામ, જરથોસ્તથ, શિંતોતાઓ, કોન્ફયુશસ, ખ્રિસ્તી વગેરે ધર્મો અને દર્શનોમાં કંઈક વિશેષ મિથ્યાત્વનો અંશ વધારે પ્રમાણમાં દેખાય છે. તેથી હાલની જડવાદની સંસ્કૃતિમાં વિશેષ અંશો છે. અથવા મિથ્યાત્મય છે કેમકે, તે કેવળ જડવાદ પ્રધાન છે, સ્વાર્થ પ્રધાન છે અને વિશેષ તો ભયંકર ત્યારે છે કે, જ્યારે તેનો ઉપયોગ આપણે આપણી ઉન્નતિમાં કરવા લલચાઈએ તેવી ખૂબીથી આપણી સામે તે ગોઠવાયેલ છે.
રત્નત્રયી સન્માર્ગ છે. તેને અનુસરતું જ્ઞાનસન્માર્ગ પોષક જ્ઞાન અને માર્ગાનુસારી વ્યાવહારિક શિક્ષણ પણ સન્માર્ગ પોષક ગણાય છે. અને માર્ગને બાધાકારી વ્યાવહારિક જ્ઞાન જૈન શૈલીની અપેક્ષાએ ઉન્માર્ગ પોષક ગણાય જ. આર્ય સંસ્કૃતિ અનુસાર જીવન તે માર્ગનુસારિતા. તેથી વિરુદ્ધ જીવન તે ઉન્માર્ગગામિતા એ સ્પષ્ટતા જ છે. આજની કેળવણી તદ્દન આર્ય સંસ્કૃતિથી વિરુદ્ધ જ શિક્ષણ આપવાનું ધ્યેય મૂળથી જ ધરાવે છે, અને ભવિષ્યમાં પણ એ જ ધ્યેય છે એ સ્પષ્ટ જ છે.
જુદી જુદી યોજનાઓ તો જુદા જુદા વખતના માત્ર કાર્યક્રમો જ હોય છે. શરૂઆતમાં આ દેશની પ્રજામાં પ્રચાર કરવા માટે આ દેશમાં ચાલતાં જ પાઠ્યપુસ્તકો, ચાલતા અભ્યાસક્રમો અને ભણાવતા પંડ્યા અને તેની ધૂળી નિશાળો ઉપર માત્ર અંકુશ રાખી, પરીક્ષા લેવી અને ઈનામો આપવા વગેરેથી લોકપ્રિય રૂપે શરૂઆત કરી. પંડ્યાઓ માટે “તેઓ એક દેશી જ્ઞાન આપે છે.” વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org