________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૪૭
સારાંશ કે, આપણને છાપખાનાથી લાભ થયો નથી, પણ વાસ્તવિક રીતે નુકસાન થયું છે.
અહીં કોઈ કહેશે કે, “સંગ પ્રમાણે વર્તવામાં સંઘને દોષ નથી અને અતિચાર કે અનાચારેય નથી પણ શ્રુત ભક્તિ છે. કેમ કે, આગામી મુખે ભણાતા હતા. તેને બદલે પડતો કાળ જોઈ શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ભગવતે આગમોને પુસ્તકારૂઢ કર્યા તેમ કરીને તેઓશ્રીએ શ્રુતભક્તિ કરી છે. જે કે મૂળ આદર્શથી તેઓ ઊતરતા આદર્શમાં આવ્યા છે, છતાં સંજોગો વિશેષમાં એ જ કાર્ય પરમ યુતભકિતનું કારણ બન્યું છે.
તે પ્રમાણે, એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે, છાપખાનાથી સંખ્યાબંધ પુસ્તકો લોકોને પહોંચાડવાથી એકાએક જ્ઞાનનો પ્રકાશ ફેલાય તેમ હતું.”
અલબત્ત, શ્રી ક્ષમાશ્રમણ પ્રભુએ શ્રુતની ભકિત નહીં પરંતુ પરમભક્તિ કરી છે, એ બરાબર છે : કેમ કે, તે વખતે કાળક્રમના કુદરતી સંજોગો જ એવા થયેલા છે, જેમાં તેઓશ્રીને એ પ્રમાણે કરવું અનિવાર્ય હતું ત્યારે છાપખાનાં નહોતાં તો પણ આપણા ભૃતની એવી સ્થિતિ નહોતી થઈ ગઈ કે, આપણી પ્રજા ભૃતથી તદ્દન વંચિત થઈ જાત. માત્ર રાજકીય ઊથલ-પાથલની અશાંતિમાં પણ લખવા લખાવવાનું કામ અટકયું જ નહોતું. લખવાનો ધંધો એ પ્રાચીન કાળથી કરનારા આજે જેટલા બેકાર થયા છે, કે બીજા ધંધામાં પડ્યા છે, તેવું થોડા દશકા પહેલાં નહોતું. સારાંશ કે, લેખનકાર્ય ઓછેવત્તે અંશે અવિરત ચાલુ હતું અને શાંતિના સમયમાં તેમાં વધુ સારો વેગ આવે, એ સ્વાભાવિક હતું. એટલે છાપખાના વિના આપણે નિરાધાર થઈ પડીએ તેવા સંજોગો હતા જ નહીં માટે છાપખાનાની આપણને અનિવાર્ય જરૂરિયાત નહોતી જ, માટે પુસ્તકારૂઢના સંજોગો સાથે છાપખાનાના સંજોગોને ઘટાવી શકાય તેમ નથી. વાસ્તવિક રીતે છાપખાનાની ઉત્પત્તિ જડવાદના અનેક સાધનો અને ફળોમાંનું એક સાધન અને ફળ છે, તેને આપણામાંનાઓએ ભાંતિથી અનિવાર્ય, કુદરતી, ખાસ ઉપયોગી માની લીધેલું હતું અને છે. અને જો છાપખાનાંઓને અનિવાર્ય અને કુદરતી માનીએ તો આપણે આધ્યાત્મિકોએ આજનો આખોયે જડવાદ કુદરતી અને અનિવાર્ય માનવો જોઈએ. અને તેને અનિવાર્ય ગણીને તેનો વિરોધ ન કરતાં તેને અપનાવવો જોઈએ. પણ તેમ આપણે માનતા નથી, અને અપનાવતા પણ નથી. અનિવાર્ય આંશિક ઉપયોગ એ સ્વેચ્છાનો સ્વીકાર ન ગણાય. સાચું બહાર આવવાને બદલે ખોટું મોટા પ્રમાણમાં બહાર આવ્યું છે, તે છાપખાનાઓને આભારી છે.
માટે પુત્યય-લિહાણું એ આપણો આદર્શ હજુ ઝાંખો પડવા ન દેવો જોઈએ. છપાયેલા આગમો વગેરે ગમે તેના હાથમાં જવાથી તેને નામે અનેકવિધ અનર્થોની પરંપરાઓનું અસ્તિત્વ આ કાળે સરળ બન્યું છે. આ બધા સંજોગો જોતાં આપણે છાપખાનાના યુગમાં મેળવ્યા કરતાં ગુમાવ્યું છે વધારે. અને ઉત્તરોત્તર ગુમાવ્યું છે તેનાં કરતાં અનેકગણું ગુમાવવાનાં બીજ હજુ રોપાઈ ચૂકયાં છે. એમ સૂક્ષ્મ વિચાર કરતાં સ્પષ્ટ સમજી શકાય તેમ છે. માટે સુવિહિત પુરુષોની દેખરેખ નીચે ધર્મગ્રંથો લખાય, શાસ્ત્રોકત શૈલીથી ભણાય, સમજાય, સંભળાય અને તે જ રીતે સચવાય, પૂજાય, આદરભકિત કરાય વગેરેથી જેટલા આપણે દૂર ગયા છીએ, છપાવવું – તેને માટે ફંડો, ગમે તેણે ગમે તે રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org