________________
૫૪૪
પંચ પ્રતિકમાણસૂત્ર
બીજા પણ નાના મોટા સંખ્યાબંધ વિદ્વાનોની કતાર ને કતાર હોવાનું જુદા જુદા ગ્રંથો અને પુરાવાઓ ઉપરથી સમજી શકીએ છીએ. રાસ ટબા અને અવસૂરિઓ વગેરે પરચૂરણ અને મધ્યમકોટિનું સાહિત્ય પણ સંગીન અને સ્વતંત્ર અભ્યાસના પરિણામરૂપ જેવું લખનાર વિદ્વાનો જેવા પણ અત્યારે કોઈ દેખાય છે ? કોઈ લખે છે ?
પ્રમાણભૂત અને સ્વતંત્ર રચનાનું કેમ જાણે હિંદમાંથી ઝરણું જ બંધ પડી ગયું હોય, એવો ભાસ નથી થતો ?
ઈધર ઈધરની પ્રતો અને ગ્રંથો ઉપરથી સંગ્રહ કરીને છપાવી ફલાઈ જનારા કેટલાક પંડિતમન્યો મૂળ ગ્રન્થકારો કરતાં પણ પોતાની બડાઈ હાંકવાની બેશરમાઈ કરતાંયે કવચિત્ લેશમાત્ર સંકોચાતા નથી. એ વળી એથી પણ મહદ્ આશ્ચર્ય નથી શું? એટલે એક તરફ આ સ્થિતિ છે.
બીજી તરફ આપણા સંઘમાં ગમે તેટલા મતભેદો, ગચ્છભેદો હતા, છતાં નિહનવો સિવાય ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ કે શાસનના બંધારણ વિરુદ્ધ શાસનના સભ્યોમાંનો કોઈ પણ વર્ગ નહોતો. ત્યારે આજે શાસ્ત્રોવિરુદ્ધ, દેવગુરુ ધર્મવિરુદ્ધ, ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ બોલવું, લખવું કે પ્રતિપાદન કરવું તે તો એક રમત જ એક વર્ગને થતી જાય છે. જે વર્ગ કદી જૈન શાસનમાં નહોતો. આવા વર્ગનું અસ્તિત્વ છાપખાનાને આભારી છે અથવા છાપખાના જેને આભારી છે, તેને આભારી છે.
અને હજુ આગમોનાં ભાષાન્તરે બહાર પડી ગયા પછી અને વખત જતાં તેના પણ સારાંશો બહાર પડી ગયા પછી કેવી પરિસ્થિતિ એક તરફ અનુયાયી વર્ગમાં ફેલાશે, તેની કલ્પના ઘણી ભયાવહ છે. અલબત્ત, ટકાવ કરનાર વર્ગ પણ હશે જ છતાં તેમના માર્ગમાં મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે. એટલું તો સ્પષ્ટ જ છે.
બીજું છાપખાનાથી બહાર પડતું આ દેશનું સાહિત્ય વખત જતાં ગૌણ પડતું જાય છે. પરદેશી વિદ્વાનોએ પ્રસિદ્ધ કરેલું સાહિત્ય આજે દુનિયામાં મુખ્ય સ્થાન ઉપર ગોઠવાતું જાય છે, અને બાકીનું બીજું બધું જાહેરમાં તેના પછીના સ્થાનમાં આવતું જાય છે. જેમ જેમ વખત જતો જાય છે, તેમ તેમ એ સાહિત્ય મુખ્ય ગણાતું જાય છે. આખા જગતની ઊછરતી પ્રજાની સામે તે જ જગતનું વિશિષ્ટ સાહિત્ય ગણાઈ રહ્યું છે. એવી છાયા ઉત્પન્ન થતી જાય છે. જે વાસ્તવિક રીતે અસત્ય છે. તેનાં ઘણાં કારણો છે. ઊછરતી પ્રજાનો મોટો ભાગ પરદેશી વિદ્વાનોની છાયાને અનુસરતું આ દેશમાં લખાતું છપાતું સાહિત્ય આજે મોટા પ્રમાણમાં વાંચે છે. પ્રાચીન માટે તો પ્રમાણમાં બહુ જ ઓછી સંખ્યાને રસ છે. કથાઓ અને વાર્તાઓ પણ નવી સંસ્કૃતિને અનુસરતું જ વંચાય છે અને પ્રાચીનો એ તેનું અનુકરણ કોઈ વખત કરવું પડે છે, છતાં “જમાનાને અનુસરતું નથી” એવું સર્ટિફિકેટ મળે છે.
એટલે તે તે ધર્મના અનુયાયીઓમાં જ આદર ઘટવારૂપ નુકસાન ઘણું થયું છે, અને હજુ થવાનાં સ્પષ્ટ ચિહનો જણાઈ રહ્યાં છે. એટલે એ રીતે પણ છાપખાનાઓથી ફાયદો થયો નથી.
દેશના લહિયાના ધંધાને અને તે જ સાથે કાગળો, શાહી વગેરે જોડાયેલા બીજા ધંધાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org