________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૪૫
નુકસાન થયું છે, તથા પરદેશી માલના વકરાથી તે પ્રજાના હાથ મજબૂત થયા છે અને તેનું પરિણામ આપણે કેટલું શોષવું પડશે ? તે બાજુએ રાખીએ, તો પણ કેટલું આર્થિક નુકસાન થયું, ને થાય છે? તે પણ સમજવા જેવું.
ભંડારોમાંથી ભંડારોના સંરક્ષકો પાસેથી અભ્યાસીઓને પણ પુસ્તકો મળવાની મુશ્કેલી મોટામાં મોટી હતી. બલ્ક મળતા જ નહીં. એ વાતમાં સત્યાંશ જરૂરી છે. પરંતુ વિચાર કરતાં ય તેમાં વસ્તુસ્થિતિ જુદી જ છે.
ભંડારોમાંનાં પુસ્તકો તૈયાર કરનાર મોટે ભાગે અથવા ઘણે ભાગે મુનિમહારાજાઓ હતા, અને તેમને માટે જ હતા. એટલે તેમની મહેનતનું જ એ ફળ હતું. પરંતુ વચલો ઐતિહાસિક કાળ એવો ગયો કે, વિધર્મીઓ તરફથી પુસ્તકોનો નાશ કરવામાં આવ્યો એટલે સંરક્ષકો વધુ સાવચેત બન્યા અને તેઓનાં મન વધારે ટૂંકા થયાં, ખાસ ખાતરી કર્યા વિના ભંડારના અસ્તિત્વની વાત સરખી પણ કોઈના મોઢે ન કરે, વાત પણ ન જાય તેની કાળજી રાખતા હતા. આ સ્થિતિ હતી. યતિઓની ઉત્તમ સેવા હતી.
બીજું એ પણ કારણ હતું કે, પુસ્તકો કોને આપવા અને કોને ન આપવાં ? એ બાબતની જૈન શાસ્ત્રકારોની, બીજા શાસ્ત્રકારોની કે, જગત આખાયેની પાત્રાપાત્ર વ્યવસ્થા તો ચાલુ હતી જ. પાત્રને આપવું, અપાત્રને નહિ. આજે પણ અમુક કલાસના વિદ્યાર્થીઓને જ અમુક ગ્રંથો ભણાવાય છે. તે પણ પાત્રતા પાત્રની એક જાતની વ્યવસ્થા છે. એટલે એ વ્યવસ્થાની દષ્ટિથી પણ “રખેને અપાત્રના હાથમાં પુસ્તક જઈ ચડે, અને અનર્થ થાય.” તેનીયે ખાસ સાવચેતી રાખતા હતા.
આ સ્થિતિમાં તેમની સામે બે સંજોગો ગોઠવાયા. એક તો નવી કેળવણી, નવું રાજ્યતંત્ર તેની નવી દિશા. નવી રચના, નવા કાયદા, નવા બંધારણ, નવું જીવન, નવા આદર્શ, નવું વર્તન અને તેથી પલોટાયેલા નવા યુવકો. તેઓમાં આર્ય સંસ્કૃતિની દષ્ટિથી પાત્રતાની ખામી અને વધુમાં અપાત્રતાની શંકા. પછી ત્યાગી હોય, કે તે ગૃહસ્થ હોય. બન્નેયમાં આ જાતનો વર્ગ થોડે ઘણે અંશે પણ અસ્તિત્વમાં આવતો ગયો હતો અને પ્રસંગ મળતાં પરસ્પર અથડામણો પણ એવી વધતી ગઈ કે પરિણામે પરસ્પર શંકા અને વહેમ વધતાં ગયાં. અને બીજું પરદેશી સંશોધકો ચારેય તરફથી પુસ્તકો એકઠા કરવાને ભૂખ્યા વરુની માફક તૂટી પડેલા હતા, પરંતુ તેમને સરળતાથી પુસ્તકો મળી શકતા નહીં. છતાં જ્યાંથી મળ્યું, ત્યાંથી એકઠા કર્યો જ ગયા. પુસ્તકો ન મળ્યાં તો તેના લિસ્ટો મેળવ્યાં, તેમ ન બન્યું, તો સરકારને રિપોર્ટ કરી જ્યાં ત્યાંનાં પુસ્તકોનું અસ્તિત્વ સરકારી દફતરે જાહેર કર્યું. છતાં કેટલેક સ્થળે તેમનાથી જઈ શકાય તેમ નહોતું. કેટલાક રાજદ્વારી કોલકરાર, સંધિ અને પ્રજા તરફ અમુક જાતનું વલણ ટકાવી રાખવાની પૉલિસીથી તેમાં કોઈ પણ વિશેષ હિલચાલ કરી શકાય તેવી નહોતી.
તે સંજોગોમાં તેઓ પુસ્તકો તો મેળવી શકયા નહીં, પરંતુ પુસ્તક ભંડારના સંરક્ષકોની નિંદા તે વર્ગમાં જ શરૂ કરી, પુસ્તકોની દુ:ખી દશા વર્ણવી વગેરેથી ધીમું ધીમું પ્રચારકાર્ય એટલી હદે પહોંચ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org