________________
પંચ પ્રતિકમણ સૂત્રો
૫૪૩
શકયા છીએ અને સારી રીતે પઠન-પાઠન, વાચન-મનન વધવાનું આપણે જોઈ શકીએ છીએ. ભંડારોમાંથી પુસ્તકો મળવાની ૫૦ વર્ષ પહેલાં કેટલી મુશ્કેલી હતી ? તેની તો મુશ્કેલી જેણે વેઠી હોય, તે જ જાણે. વળી, લખેલાં પુસ્તકો મળવા મુશ્કેલ હતાં તેમ જ તે વાંચવા પણ એટલા જ મુશ્કેલ હતા. એ સ્થિતિમાં હાલ સહજ રીતે જે જ્ઞાનનાં સાધનો મેળવવાની સગવડ થઈ છે, તેનો ઉપયોગ કરવામાં સમ્યગૃષ્ટિને દોષનો સંભવ શી રીતે ગણી શકાય ?” આ પ્રશ્ન ખાસ વિચારણીય છે.
જો કે, સમ્યફદષ્ટિને છાપેલાં પુસ્તકોનો ઉપયોગ કરવામાં કે છપાવવામાં કેટલો દોષ લાગે ? તે તો જ્ઞાનીગમ્ય વાત છે, અથવા ગીતાર્થ પુરુષો કહી શકે. કારણ કે, દોષ લાગવાનો આધાર વ્યકિતની મનોવૃત્તિ, પરિણતિ ઉપર પણ હોય છે, અને સંજોગો ઉપર પણ આધાર રાખે છે. સમ્યકત્વને દૂષણ લગાડીને પણ કોઈ ક્રિયા ખાસ સંજોગવિશેષમાં કરવી પડે, તો રસપૂર્વક કરનાર કરતાં મનની તટસ્થતા જાળવીને કે નીરસપણે “કરવું પડે છે, માટે કરીએ છીએ” એમ સમજીને કરનારને અલ્પ દોષ લાગે છે, એમ આપણે જૈન શાસન શૈલી ઉપરથી સમજી શકીએ છીએ.
પરંતુ “આ છાપવાની કળા સહજ રીતે ખીલી છે, અને આશીર્વાદ સમાન આપણને વાસ્તવિક રીતે નીવડી છે.” એ વાત એકંદર રીતે કબૂલ કરવા જેવી નથી. કેમ કે, તેથી લાભને બદલે વધુ નુકસાન થયાં છે, અને હજુ વધુ નુકસાન થશે, એમાં સંશય નથી.
તેમાંથી આપણે કેટલા દૂર રહી શકીએ છીએ, કે કેટલા દૂર રહી શકીશું તે પ્રશ્ન જુદો છે. કોઈ વખતે સંજોગમાં ફસાઈ ગયા પછી તેનું અનિષ્ટ જાણવા છતાં પણ તેમાંથી છૂટી શકાતું નથી. પરંતુ તે લાભકારક છે કે હાનિકારક ? લાભ કરશે કે હાનિ કરશે ? તે સમજી વિચારી શકાય છે, એટલું જ નહીં, પણ જેમ બને તેમ તેના નુકસાનથી બચવા પણ પ્રયત્ન કરી શકાય છે. એટલે છાપખાનાંઓએ આપણને, આપણી સંસ્કૃતિને નુકસાન કર્યું છે કે નહીં, તેના વિચાર આપણે કરી શકીએ છીએ.
છાપખાનાં નહોતાં એટલે આપણું કામ અટકયું નહોતું અને છાપખાનાં થવા છતાં આપણામાં શાસ્ત્રજ્ઞાનની માત્રા વધી નથી. ભણનારા ઘણા પાકયા દેખાય છે, પરંતુ મોટો ભાગ ફટકીયા મોતી જેવો દેખાય છે. દાખલા તરીકે - શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના જમાનામાં છાપખાનાનું નામ-નિશાન નહોતું. કેવળ લખેલાં પુસ્તકો ઉપરથી જ જ્ઞાન મેળવાતું હતું. તે વખતના વિદ્વાનોની કૃતિઓ જુઓ. નાગેશભટ્ટ જેવા, ગદાધર પંડિત જેવા - અને આ તરફ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જેવા પ્રખર વિદ્વાનો ઉત્પન્ન થયા છે. એ પ્રસિદ્ધ પુરુષો ઉપરાંત બીજા ઘણા વિદ્વાન મુનિરાજે તે વખતે વિદ્યમાન હોવાના પૂરતાં પ્રમાણ મળી શકે છે. આપણા જૈન સંઘમાં જ વિચાર કરો કે, આજે આટલા પ્રયત્નને પરિણામે પણ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ, શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજની તુલનામાં આવે એવી પણ લીટી-એક પણ શ્લોક-એક પણ પ્રકરણ, એક પણ ત્યાગી કે ગૃહસ્થ વિદ્વાન લખી કે તેમ છે કે?
ઈધર ઉધરની મિલાવટરૂપ સંગ્રહ કરીને, સંશોધનના નામ નીચે શુદ્ધ નકલ સિવાય કોઈ પણ વ્યકિત કાંઈ પણ જીવંત જેવું કામ કરી શકેલ છે ? ઉપર ગણાવેલ મહાન વિદ્વાનો સિવાય તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org