________________
૫૪૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સંશોધકો કદાચ એવી સ્થિતિમાં મૂકી દે કે સંઘને મુશ્કેલી પડે. દાખલા તરીકે - કેટલાક સંશોધકો કહે છે, “જેનો ગુજરાતમાં હજાર-પંદરસો વર્ષથી આવ્યા.” ત્યારે એક જૈન ગણાતો સંશોધક જૈનેતરોની સભામાં એવું સાબિત કરે કે, “જૈનો ગુજરાતમાં સત્તરસો વર્ષથી આવ્યા છે.” ત્યારે જરૂર તેણે સમય લંબાવ્યો. એ સંશોધન માટે હાલના સંશોધકો તેને માન આપે તેનું કારણ એ કે તેણે બસો વર્ષ વધાર્યા એ સમજવાનું નથી. પણ ‘પંદરસો વર્ષ પહેલાં આવ્યા.' આ ભ્રમણા ઉત્પન્ન કરનારના મતને ટેકો આપ્યો, તેનું તેમને માન મળે છે. કેમ કે, એક જૈન ગણાતો માણસ “સત્તરસો વર્ષ પહેલાં જેનો આવેલા છે.” એમ કહે, એટલે આડકતરી રીતે જ “તેની પહેલાં ગુજરાતમાં જૈનો નહોતા.” એવી કબૂલાત એક જૈન જ ગણાતો માણસ મહાન સંશોધક તરીકે આપે છે, “એ સંશોધકોની દુનિયામાં મહત્ત્વનું એટલા માટે ગણાય કે, “તે પહેલાં જેનો ગુજરાતમાં આવ્યા નથી.” એમ એક જૈન ગણાતા માણસ પાસે કબૂલ કરાવ્યું.” માટે તે ભાષણની પ્રશંસા કરીને ખૂબ સારો પ્રચાર પણ થવા દે. પરંતુ મુશ્કેલી એ ઊભી થાય કે, “શત્રુંજય, ગિરનાર વગેરે ઘણાં જૈન તીર્થો વાસ્તવિક રીતે જૈનોનાં નથી.” એવા વલણ ઉપર હાલની કોર્ટે સહેજે ચાલી જાય અને શ્રી સંઘને મુશ્કેલી પડે. શ્રી સંઘ શાસ્ત્રોના ગમે તેટલા પુરાવા આપે પણ કોર્ટ તે હાર્દિક રીતે કબૂલ કરે નહીં. માત્ર જૈનોના પ્રજાકીય બળના પ્રમાણમાં છે કે જૈનોનું મન કોચવે નહીં પરંતુ, જેટલું માન પેલા જૈન સંશોધકને અને તેની પ્રસિદ્ધિને આપે તેટલે અંશે શાસ્ત્રીય પુરાવાઓને મનથી કબૂલ ન રાખે. આ દાખલા ઉપરથી હાલના યુરોપિયન સંશોધકોના આ દેશના અનુયાયીઓ આ દેશને, ધર્મને, પ્રજાને કેટલાં ભયંકર નુકસાન કરી રહ્યા છે તે સ્પષ્ટ સમજશે. આવા ઘણા દાખલા છે. સંશોધકોના અનુયાયીઓ આ દેશને, પ્રજાને, ધર્મોને ભયંકર નુકસાનો કરી રહ્યા છે. તેની તેમને ખબર નથી, પ્રજાને ખબર નથી. આવી સેંકડો, હજારો બાબતો છે. આ વાતની પરદેશીઓને ખબર છે માટે પોતાના અનુયાયીઓ અને નેતા ગણાતાઓને એક તરફથી સારું માન આપે છે. પ્રજામાંના પણ કેટલાક લોકો એ રસ્તે દોરાય છે. માટે આજકાલના સંસ્કરણ તરફ શ્રી સંઘની શી નીતિ હોવી જોઈએ ? એ ગુરુગમથી જાણી તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ.
આ પુસ્તકમાં દેશ એટલે “ભારત ભૂમિ સાથે આપણો આર્યપ્રજાનો પૂર્વાપરનો સંબંધ” એવો અર્થ કરવો.
છાપખાનાંઓ યે જડવાદનું પ્રધાન અંગ છે. છાપવાની કળાની ખિલવણીમાંથી છાપખાનાઓની સગવડ મળવાથી તેનો સહજ રીતે ઉપયોગ કરવામાં અન્યથા-યોજના શી રીતે ?
શ્રી વિશેષાવશ્યક-નંદીસૂત્ર વગેરે” જૈન શાસ્ત્રોમાં જે કે “સમ્યફથુત પણ અન્યથા-યોજનાથી મિથ્યાથુત થાય છે.” એમ કહ્યું છે પરંતુ, સ્વાભાવિક ખીલતી આવતી છાપખાનાની કળાથી આજે આપણે સંખ્યાબંધ નકલો મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org