________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૩૭
યોજના સમાય છે.
કોઈ સૂત્ર ફેરવી નાંખે, સૂત્ર કાયમ રાખે, ને અર્થ ખોટો કરે, કોઈ અર્થ સાચા કરે અને સૂત્રપાઠ ફેરવી નાંખે, ત્યારે કોઈ બન્નેય ફેરવી નાખે. તે અજાણતાં વગેરેથી થાય, તો અતિચાર. અને જાણીબૂજીને કરેલ હોય તો અનાચાર કહેવામાં હરકત નથી. આ અતિચાર ગોઠવવાથી લાગણીવાળા શાસનના જવાબદાર ભકતો પર જે જવાબદારી નાંખી છે, તેથી અનાભોગ, કાળક્રમ કે લહિયાઓની અસર સિવાય પાઠભેદ પણ થવા પામ્યા નથી. અને એટલે સુધી કે જેમ બને તેમ સૂત્રોના અક્ષરોનું પણ રક્ષણ કરવા અક્ષરોની ચોકકસ ગણતરી કરીને પણ કાળજી લેવાઈ છે.
અર્થમાં પણ જેને જેમ ફાવ્યું તેમ લખી શકાય તેમ નથી, કેમ કે, વૈજ્ઞાનિક અને તાત્વિક એવી અર્થસરણિ ગોઠવવામાં આવી છે કે, તેમાં બીજી વાત ઘૂસવા પામે જ નહીં. બધું માપસર અને ચોકકસ આપવામાં આવ્યું છે
કેમ કે, જૈનદર્શન કેવળ વાર્તાનો સંગ્રહ નથી, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. કુદરતના ચોકકસ અબાધિત નિયમો ઉપર વ્યવસ્થિત ગૂંથવામાં આવેલ છે. અને તેના અનુસંધાનમાં કથાનુયોગ છે.
અલબત્ત, તેમાં અનાભોગ જન્ય, છાઘસ્થિક ભૂલો થાય, કોઈ વાત કોઈ કાળે ન સમજાય, ત્યારે કોઈ બીજે કાળે અમુક જ વાતો સમજાય, અને બીજી વાતો ન પણ સમજાય, તેથી તેમાં ઘણા ફેરફાર થઈ ગયા છે” એમ કહી પણ ન શકાય.
આજે ઐતિહાસિક શોધખોળને નામે, વિજ્ઞાનને નામે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નામે, જમાનાને નામે, દેશકાળને નામે દરેક બાબતમાં પરિવર્તનની વાતો કરનારાઓ તેને પલટવાનો માર્ગ કાઢીને પરિણામે ઉત્તરોત્તર તદ્દન નિરુપયોગી અને નાબૂદ કરવાના રસ્તા ઉપર લઈ જવાના પ્રયત્નોને ટેકો આપી રહ્યા છે. પરંતુ તેમાં દીર્ઘ વિચારનો અભાવ દેખાય છે.
ઐતિહાસિક સત્ય શોધો તત્ત્વજ્ઞાનરૂપ સત્યનું એક અંગ છે. અને આજના મિથ્યાધ્યેયની શોધો તો સત્યનું અંગ પણ નથી છતાં તત્વજ્ઞાનના ખજાનારૂપ આગમોને આધુનિક ઐતિહાસિક શોધનરૂપ ચક્રવર્તીના કરદ માંડલિક કહેવામાં બાલિશતા સિવાય શું જણાય છે ? પરંતુ અજ્ઞાન અને પામર જીવો ઉપેક્ષ્ય અને દયાપાત્ર હોય છે. તેમને પણ સાચું જ્ઞાન મળે, એવા આપણા પ્રયાસો હોવા જોઈએ.
આગમોની પરમ કલ્યાણકતા
અને આજનાં લોકોપયોગી કાર્યોની કૃત્રિમતા જૈન આગમનો વિષય અને ધ્યેય સર્વ જીવો માટેની, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વપ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org