________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૩૫
આ ઉપરથી એમ સમજવાનું નથી કે, “આપણે ઐતિહાસિક શોધખોળની જરૂર નથી.” આપણે ઐતિહાસિક શોધખોળની જરૂર છે જ. આપણા જીવનનું તે પણ એક અંગ છે. તેટલો સત્યને તે એક અંશ જરૂર છે. પરંતુ તે પ્રજા-જીવનના આધ્યાત્મિક વિકાસના ઉદ્દેશથી, ખરેખરુ સત્ય માર્યું ન જાય, તેવી રીતે માર્ગનો લોપ ન થાય, તથા પ્રજા ઉન્માર્ગે ન ચડે, તેવી રીતે અને જેટલાં સાધનો પુરાવામાં લેવા યોગ્ય હોય, તે સંપૂર્ણ સાધનો પુરાવામાં લઈને, સંપૂર્ણ પદ્ધતિસરની ગવેષણાપૂર્વકની ઐતિહાસિક શોધખોળો કરવામાં આવે તો જ તે સમ્યગું ઐતિહાસિક ગષણા ગણાય.
એટલે હાલમાં હિંદમાં ઉપર જણાવ્યા પ્રમાણે અપૂર્ણ, લગભગ મિથ્યા દષ્ટિના પાયા ઉપર ચાલતી, ઐતિહાસિક શોધખોળની પરંપરા ચાલુ થયેલી છે, તેને બદલે સમ્યગુ દષ્ટિના પાયા ઉપર ચાલતી આવેલી પરંપરાને ખીલવવી જોઈએ.
હાલની પરદેશી પરંપરાનું સાહિત્ય બસો વર્ષમાં આપણી ઈચ્છાએ અનિચ્છાએ એટલું બધું લખાઈ ગયું છે, અને તેમાં અનુમાનોના કેટલાક તો એવા વિચિત્ર ઘોડા દોડાવવામાં આવ્યા છે, કે વાંચતાં જ હસવું આવે. છતાં બધામાંથી સાર કાઢીએ તો ઘણો જ સાર નીકળે છે. ગ્રંથો મોટા માટા, કિંમત ઘણી, રાજા મહારાજાઓ મારફત દેશનાં નાણાં પણ તેમાં ઘણાં ઘસડાઈ ગયાં. સારાંશ કે, સાર થોડો અને તે પણ લગભગ ખોટે રસ્તે. એટલે તેણે પ્રજાના આર્થિક વગેરે ચાલુ જીવન ઉપર ઘણું જ નુકસાન કર્યું છે. જો કે, એતદેશીય તદનુયાયી વિદ્વાનોને કેટલાક બાહ્ય લાભો થયો છે. તે તો દેશની આર્ય પ્રજાને થયેલા મોટા નુકસાનનો અલ્પ બદલો છે.
આ દેશની પ્રજાને પ્રથમ, પોતાના સ્વધર્મ ઉપરથી અને જીવન ઉપરથી ચલિત કરવાને ઐતિહાસિક ગવેષણાઓથી બુદ્ધિભેદ કરવા સિવાય, તટસ્થતા બતાવવા સાથે આડકતરું સચોટ સાધન બીજું કોઈ પણ નહોતું. તેમજ આ દેશની સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે પણ એ જ સાધન હતું. એટલે સંસ્કૃતિનો અભ્યાસ કર્યા બાદ પ્રજાજીવનમાં નવી સત્તા અને સંસ્કૃતિ ઊંડે લઈ જવાને અવકાશ અને ઉપાયો મળી શકે. માટે મોટે ખર્ચે સંશોધક સંસ્થાઓ અને ખાતાંઓ કાઢવામાં પોતાના રાષ્ટ્રીય હિતનો તે લોકોએ પૂરેપૂરો વિચાર કર્યો છે. કેવળ આ દેશના ઈતિહાસ ઉપર જ ફીદા થયા છે, એમ સમજવાનું નથી. અલબત્ત, આ દેશના લોકોને આકર્ષવા અને તેમની પાસેનાં સાધનો બહાર લાવવા માટે તેની પ્રશંસા જેટલી ઓછી કરાય તેટલો ઓછો લાભ મળે. એટલે જેટલી વધુ પ્રશંસા કરાય, અને આ દેશના લોકોમાં તે પરંપરાની પ્રતિષ્ઠા વધુ જામે તેમ વધુ લાભ. માટે તેવા લલચામણા આકર્ષક પ્રયાસો પણ કર્યા છે, તેમજ થાય છે, એ દેખીતું જ છે.
માટે આપણને જેમ સમ્યગૃષ્ટિના યોગ્ય પાયા ઉપર રચાયેલી ઐતિહાસિક શોધખોળ ઉપયોગી છે, તેટલી જ મિથ્યાદષ્ટિના બિંદુવાળા પાયા ઉપર રચાયેલી આપણને નુકસાનકારક છે, તેમજ સમ્યગુદષ્ટિના પાયા પર રચાયેલી છતાં પણ ઐતિહાસિક શોધને જ જીવનનું સંપૂર્ણ સત્ય બની લઈએ તો પણ તે ઘણી રીતે નુકસાનકારક જ છે. કારણ કે, તે તો માત્ર જીવનનું અંગ છે.
દાખલા તરીક - પરમાત્મા મહાવીર દેવનું જીવન આપણે શા માટે સાંભળીએ છીએ ? તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org