________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૩૧
મિચ્છામિ દુક્કડં દેવાય છે. તે એવી રીતે કે, દોષ દૂર થઈ જાય, તેવી રીતે પૂરા પશ્ચાત્તાપ સાથે પ્રતિક્રમણ સંબંધી મિચ્છામી દુકક એવી રીતે દેવા જોઈએ, કે જેથી દોષ દૂર થઈ જાય. એટલે-અતિચારોની આલોચનાને અંતે આવતા મિચ્છામિ દુકક આલોચના રૂપ છે. અને વંદિનુ સૂત્રમાં આવતાં પ્રતિક્રમણ, નિંદા, ગહ વગેરે પ્રતિક્રમણ રૂપ છે.
જ્ઞાનાચારના અતિચારો ૧. જ્ઞાનાચારના આઠ અતિચારોનો અનુક્રમ નીચે પ્રમાણે સમજાય છે. ભાણીને વિચાર્યા સુધીમાં આઠ અતિચારો સંક્ષેપમાં આવી જાય છે. છતાં ફરીથી અકાળ અતિચાર સાધુતાણે ધર્મેથી શરૂ થાય છે. જ્ઞાનોપગરણ પાટી-પોથીથી-અવિનયાતિચાર શરૂ થાય છે. ઓશીસે ધર્યોથી અબહુમાનાતિચાર બતાવેલ છે. શાનદ્રવ્ય ભક્ષણોપેક્ષા વગેરે અનુપધાનાતિચાર જણાય છે. જ્ઞાનવંત તરફ દ્વેષ, અંતરાય વગેરે નિહનવાતિચાર જણાય છે. એમ જ્ઞાની તરફ અને જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદિત મતિ કૃતાદિ પાંચ જ્ઞાન તરફ અશ્રદ્ધા, અભકિત તથા સત્ય જ્ઞાનની ખામી એ પણ એક જાતનો નિહનવાતિચાર જ જણાય છે. તોતડા બોબડાની મશ્કરી કરવામાં કે અન્યથા પ્રરૂપાણા એટલે સૂત્રથી કે અર્થથી વિરુદ્ધ-સૂત્ર કે અર્થ કરેલા હોય કે તે બન્નેયમાં પણ વિરુદ્ધતા કરેલ હોય એમ સૂત્ર, અર્થ અને તદુભય અતિચાર લાગતા હોય, તેમ જણાવેલ જણાય છે.
અન્યથા યોજનામાં જ્ઞાનના અતિચારો ચાર અનુયોગમાં વિભક્ત જૈન આગમ પદ્ધતિસર અને વ્યવસ્થિત છે. નિ:સ્વાર્થપણે વિશ્વકલ્યાણના ઉપાયોની માર્ગદર્શક અપૂર્વ અને સદાકાળ બિનહરીફ નકશો છે. તેમની કલ્યાણકતા આગળ આજના વિજ્ઞાનનો કશો હિસાબ જ નથી, તે તો કેવળ સ્વાર્થની બાજી અને પરિણામે નુકસાનકારક છે. તેની તરફથી નુકસાનને બદલે લેશમાત્ર પણ કલ્યાણની આશા રાખવી નકામી છે. એટલે તેને પણ કેટલીક મુદ્ર અનુકૂળતાઓ ઉપરથી હરીફ તરીકે સિદ્ધ કરી શકાય તેમ નથી. માટે તે બિનહરીફ, વ્યવસ્થિત, કલ્યાણ સાધન હોવાથી તેમાં કાંઈ પણ આડુંઅવળું ચાલી શકતું નથી. કાળક્રમે મોટી ઊથલપાથલને અંગે પાઠભેદો અને કેટલાક પરસ્પર વિરદ્ધ લાગતી બાબતો વિષે પૂર્વાચાર્યોએ સંપૂર્ણ વિચાર કર્યો છે, પાઠાન્તરો નોંધ્યા છે અને વિરોધોની તથા મતાન્તરોની સંગતિ કરી છે. તથા
જ્યાં કાંઈપણ ઉપાય નથી ચાલ્યો ત્યાં “તત્વ કેવળીગમ્ય” કહીને વાત છોડી દીધી છે. પરંતુ કોઈએ પોતાનું સ્વતંત્ર ડહાપણ ડહોળ્યું નથી. વિચારણા કરી હશે, પોતાનો અભિપ્રાય બતાવ્યો હશે તથા શું હોવું જોઈએ, તેની કલ્પના પણ કરી હશે. તે દરેક એક અભ્યાસી તરીકે, એક વિચારક તરીકે પરંતુ આગમાર્થને પોતાની બુદ્ધિ પ્રમાણે ઠોકી બેસાડવા પ્રયત્નો કોઈએ કરેલ નથી. અને કદાચ કોઈએ એમ કહેલ હશે, તો તેનું લખાણ પ્રામાણિક માનવામાં આવેલ નથી. એટલે તેનો પ્રવાહ આગળ ન વધતાં લગભગ પ્રમાણભૂત આગમાનુસારી તત્ત્વનો જ પ્રવાહ આગળ વધતો વધતો ચાલ્યો આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org