________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કેટલીક રચનામાં અમુક બાબતો છોડી દીધી હોય છે, તે પણ સહેતુક હોય છે. અને અમુક બાબતો ખાસ ભાર મૂકીને લેવામાં આવી હોય છે, તે પણ સહેતુક હોય છે, એટલે વિસ્તાર કરવામાં, સંક્ષેપ કરવામાં, તેમજ ઉપેક્ષિત કરવામાં પણ સહેતુકતા જ હોય છે.
૫૩૦
માટે કોઈપણ નવી રચના કરવી, એ ઘણું દુર્ઘટ કાર્ય છે. એ ઉપરથી અમને એટલું તો ચોકકસ જણાય છે કે, “નામનિર્દેશ ન છતાં અતિચારના રચનારા સારા વિદ્વાન્, અનુભવી અને રચનાકૌશલ્ય ધરાવનારા જણાય છે.'' અલબત્ત તેમના ભાષા કેટલેક અંશે આપણને અત્યારે અપરિચિત જેવી લાગે છે. છતાં સંક્ષેપ ભાષામાં સમયની જે સરળતા, સચોટતા, વિષયનિર્દેશ અને શાસ્ત્રીયતા, દેશાચાર, રીતરિવાજ તથા જીવનસ્પર્શિતા પર પૂરતું લક્ષ્ય વગેરે તત્ત્વો જાળવેલાં છે, તે જોતાં રચના અપૂર્વ, મનોહર, જરૂરિયાત પૂરતી સાંગોપાંગ અને પ્રમાણભૂત જણાય છે.
પાંચ અતિચારોના અતિચારોની યાદી માટે-અતિચારની આઠ ગાથાઓમાંની ગાથાઓ દરેક આચારોના અતિચારોની શરૂઆતમાં આપેલ છે. અને સમ્યક્ત્વ સહિત બાર વ્રત તથા સંલેષણાના અતિચારોની યાદી, માટે વંદિત્તુ સૂત્રમાંથી તે તે ગાથાઓ મૂકી છે. અને છેલ્લે પડિસિદ્ધાણં કરણે ગાથા મૂકીને પ્રતિક્રમણના મુખ્ય હેતુઓ જાળવવામાં રહેલી ખામીઓનું યે છેવટે આલોચન કરવામાં આવેલ છે.
પ્રશ્ન :- જ્યારે પ્રતિક્રમણસૂત્રમાં જે ગાથાઓ છે, તેના જ ભાવાર્થ અતિચાર આલોચનામાં આવે છે, તો પછી આલોચના અને પ્રતિક્રમણમાં ફરક શો છે ?
ઉ :- જેમ કેટલોક ફેર છે, તેમ કેટલીક સમાનતા પણ છે. આલોચનામાં પોતાને જે અતિચાર લાગેલા હોય, તે ગુરુ મહારાજની સાક્ષીએ કહી જવા, અને તેનું પ્રાયશ્ચિત્ત માંગવું.
તે
અને પ્રતિક્રમણ એ ગુરુમહારાજાએ ફરમાવેલું પ્રાયશ્ચિત્ત છે. એટલે પ્રાયશ્ચિત્તમાં આલોચિત દોષોના મિચ્છામિ દુકકડ દેવાના હોય છે, પશ્ચાત્તાપ કરી ફરીથી ન કરવાની સાવચેતી રાખવાની હોય છે તથા દોષના પ્રમાણમાં તપ, ધર્મ-ધ્યાન, આચાર વગેરે કરવાનાં હોય છે.
અને એ જ તત્ત્વની યોજના-આલોચના પછી સવ્વસ્સવિ કહીને ગુરુમહારાજ પાસે પ્રાયશ્ચિત્ત માંગવામાં આવે છે. ત્યારે ગુરુમહારાજ પડિક્કમેહ કહીને પ્રતિક્રમણ કરવાનો આદેશ આપે છે. ત્યારે શિષ્ય ઇચ્છું કહીને-તસ્સ મિચ્છામિ દુક્કડં કહે છે. તે મિચ્છામિ દુક્કડંનો વિસ્તાર જ-મુનિમહારાજાઓ માટે પિકસૂત્ર પાઠ પછી બીજી વાર પગામસજ્ઝાય સુધી અને શ્રાવકો માટે તેને બદલે વંદિત્તુસૂત્ર પછી ત્રીજા વંદિત્તુસૂત્ર સુધી બોલવાનું હોય છે. અને પ્રાયશ્ચિત્ત તરીકે તપ કરવાની શિષ્ય ઇચ્છા બતાવે છે, તે પાક્ષિકના પ્રાયશ્ચિત્ત રૂપે સામાન્ય રીતે કેટલો કરવો જોઈએ ? વગેરે પૂછે છે. ત્યારે ગુરુમહારાજ-ચઉત્થગં-એક ઉપવાસ વગેરે તપ ફરમાવે છે.
પ્રશ્ન :- જો મિચ્છામિ દુક્કડં એ-પ્રતિક્રમણ રૂપ છે, તો પછી દરેક અતિચારને અંતે મિચ્છામિ દુક્કડં દેવાય છે. તો તે શા માટે ?
ઉત્તર :- એ સામાન્ય રીતે મિચ્છામિ દુક્કડં દેવાય છે. અને પ્રતિક્રમણમાં ખાસ ભારપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org