________________
૫૩૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
છે. આથી કરીને જેમ બને તેમ ભેળસેળથી બચાવીને યથાસંગ પ્રમાણે પ્રભુના ઉપદેશ રૂપ આગમો અને તેના અર્થો જાળવી રાખ્યા છે. જગત ઉપર પૂર્વાચાર્યોએ એ મોટામાં મોટો ઉપકાર કર્યો છે. જે તેવી ખબરદારી રાખી ન હોત તો આજે આપણને જેટલા પણ શુદ્ધ સ્વરૂપમાં આગમો અને તદર્થ મળી શકે છે, તે મળી શકત જ નહીં. આજે પણ આપણી એ જ ફરજ છે કે, જેમ બને તેમ શુદ્ધ સ્વરૂપમાં આગમો અને તદર્થ આગળ લંબાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. તેમાં ભેળસેળ થઈ જાય, જમાનાના નામે કૃત્રિમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નામે તેમાં ફેરફારો ઘૂસી જાય, શોધખોળને નામે, પક્ષાપક્ષીને લીધે ઘૂસી જાય, તે કદાચ આપાતત: રમણીય લાગશે પરંતુ પરિણામે ભયાવહ અને અપ્રામાણિક પ્રયત્ન ગણાશે.
ઐતિહાસિક સમ્યગૃષ્ટિ ઐતિહાસિક સાચાં વિધાનો સત્યનું એક અંગ અવશ્ય છે. પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી. ઐતિહાસિક સત્યો પણ જીવનના એક અંગ બની શકે છે, પરંતુ તે જ જીવનનું સર્વસ્વ નથી. જ્યારે આજે ઐતિહાસિક શોધખોળોને એટલું બધું મોટું સ્વરૂપ આપવામાં આવે છે કે, કેમ જાણે, “તે સંપૂર્ણ સત્ય હોય, જીવનનું સર્વસ્વ હોય. તેની કસોટીમાંથી જે પસાર થયું ન હોય, તે કશા ઉપયોગનું જ નથી. ફેંકી દેવા જેવું-ઉપેક્ષા કરવા જેવું છે.” આ જાતનો હાલમાં એક મોટો ભ્રમ ફેલાયેલો છે જે તદ્દન નકામો, અસત્ય, અપ્રામાણિક, જીવનને હરકત કરનારો, અને ભયાવહ છે, તથા જનસમાજને ઉન્માર્ગે દોરી જનારો છે, એ સ્પષ્ટ જ છે.
ઐતિહાસિક ગષણાઓને સત્યના એક અંગ તરીકે સ્વીકારવામાં કોઈ પણ આનાકાની કરી શકે તેમ છે જ નહીં. પરંતુ તે ગવેષણાનો ઉદ્દેશ, તે ગવેષણનાં સાધકબાધક સાધનો અને પદ્ધતિઓ પણ શુદ્ધ ઉદ્દેશને અનુસરીને અને શુદ્ધ સાધનો તથા પદ્ધતિઓના આશ્રયથી થયેલા હોવા જોઈએ. તેમાં દોષ હોય, તો તે દોષ જ પરંપરાએ પણ પ્રજાના જીવન ઉપર અસર કરી તેના જીવનને વેડફી નાંખે છે. બગાડી મૂકે અને માર્ગ ઉપરથી ભ્રષ્ટ કરી દે, એ પણ સ્વાભાવિક જ છે.
આજની ઐતિહાસિક ગષણાનો ઉદ્દેશ સ્વાર્થી છે. પરદેશીઓએ પોતાના રાષ્ટ્રીય હેતુઓને ધ્યાનમાં રાખીને આ દેશમાં અને અન્યત્ર સર્વત્ર આ જાતની ગવેષણાઓ ચલાવી છે. આ દેશમાંથીયે તેઓ થોડા ઘણા જે પોતાના અનુયાયીઓ મેળવી શકયા છે, તેઓને તેઓ પોતાનું પૃષ્ઠ પોષણ આપે છે. તેમાં આગળ વધવા તેઓને સર્વ અનુકૂળતાઓ કરી આપવા સર્વ પ્રકારના પ્રયાસો કરે છે. તેના બદલામાં તે અનુયાયીઓ તેનો પ્રચાર કરે છે. પરિણામે પ્રજામાં બુદ્ધિભેદ થાય છે, સંશય ઉત્પન્ન થાય છે, પ્રજા સિદ્ધ સાધન દોષમાં પડે છે, મન ડામાડોળ થાય છે, મહાપુરુષોના કલ્યાણ માર્ગમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને વખતે દુર્ભાવ પામીને અવળે માર્ગે ચડી જઈ માર્ગભ્રષ્ટ થાય છે, ને ઉન્માર્ગગામી થાય છે. તેની પરંપરા પોતાનાં સંતાનો અને વંશ વારસામાં ચાલે, એટલે કેટલાંક કુટુંબો લગભગ સદાને માટે મહામુશ્કેલીમાં મળેલા સન્માર્ગથી અવળે માર્ગે ઊતરી જાય છે. આ એક મહાન અનિષ્ટ પ્રાપ્ત થઈ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org