________________
પ૨૮
પંચ પ્રતિકમણસૂત્રો
સૂમ વિચાર સહ્યાં નહીં આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રરૂપણા કીધી, તથા
"પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કૌધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વ-શલ્ય, એ અઢાર પાપસ્થાન કીધાં, કરાવ્યાં, અનુમોઘાં, હોય.
‘દિનકૃત્ય : પ્રતિકમણ, વિનય, વૈયાવચ્ચ, ન કીધાં.
અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા-વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોઘું હોય.
એ ચિહું પ્રકારમાં અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાગતાં, અજાણતાં, હુઓ હોય. તે સવિહુ મન, વચન, કાયા એ કરી મિચ્છામિ દુકકડું ૧૭
એવંકારે શ્રાવક તણે ધર્મે સમ્યકત્વ મૂળ-બાર વત, અને એકસો ચોવીસ અતિચાર માંહી જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી.
ઉપસંહાર :- નાણાઇ=જ્ઞાનાદિક. અઠ-આઠ. પઇવય દરેક વ્રતે. સમ=સમ્યકત્વ. સંલેહગા=સંલેખના. પાગપાંચ. પન્નર=પંદર. કમ્મસુ કર્માદાનોમાં. બારસ-બાર. તપ તપમાં. વરિઅતીગં વીર્યાચારમાં ત્રણ. ચઉવ્વીસ-સયં એકસો ચોવીસ. આઈઆરા=અતિચારો. પ્રતિષેધ જિનેશ્વર પરમાત્માએ નિષેધ કરેલું. કુમતિ=કુબુદ્ધિ. ઉસૂત્ર-પ્રરૂપણા સૂત્રસિદ્ધાન્ત વિરુદ્ધ પ્રતિપાદન , સમજાવટ , વિરુદ્ધ પ્રચાર. દિનકૃત્ય દિવસનું ધર્મકૃત્ય-કામ. એલંકારે એ પ્રકારે.
विशेषार्थ : अतियारोनी व्यवस्था જેમ દેવસિઅ, રાઈએ પ્રતિક્રમણમાં-પ્રતિકમાણ પ્રાયશ્ચિત્ત પહેલાં આલોચન પ્રાયશ્ચિત્ત તરીકે સાત લાખ અને અઢાર પાપ સ્થાનકો બોલાય છે. તે જ પ્રમાણે અતિચારો એ-પાક્ષિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત તરીકે બોલતા પાક્ષિક સૂત્ર પહેલાં આલોચના પ્રાયશ્ચિત્તરૂપે છે.
વિધિઓનો કેટલોક ભાગ શાસ્ત્રીય સૂત્રોથી ગૂંથાયેલો હોય છે. ત્યારે ચૈત્યવંદન, સ્તવન, થાય, સઝાય, શાંતિપાઠ વગેરેને વ્યકિતગત ભાવના સાથે ઉચ્ચારવા માટે પણ છૂટ આપેલી હોય છે. અને તેથી તે ભાષામાં પણ સંભવી શકે છે. અને તે વિશિષ્ટ બોલનાર વ્યકિત પોતાની જાતે બનાવીને પણ ઉપયોગ કરી શકે, તેટલે સુધી જો કે છૂટ સંભવે છે. કારણ કે, વ્યક્તિના મનોભાવ તથા ઉલ્લાસને અવકાશ આપવાના હેતુથી એ છૂટ આપેલી છે. છતાં દરેક જીવોની સમાન શકિત હોતી નથી. તેમજ મનમાં ભાવ છતાં તે પ્રમાણે તેઓ ઉચિત શબ્દોમાં ઉતારી શકે નહીં. માટે પૂર્વાચાર્યોએ રચેલા કે રચીને વિધિઓમાં-અમુક અમુક ઉચિત સ્થળે ગોઠવેલાનો ઉપયોગ કરે છે. અને તે સર્વ સામાન્ય બાળ જીવોને માટે ઉચિત પણ છે. એ જ પ્રમાણે સાત લાખ અઢાર પાપ સ્થાનક અને અતિચાર વિષે પણ સમજવાનું છે.
શ્રાવકનાં સમ્યકત્વ સહિત બાર વ્રતો અને સંલેષણા સહિત ચારિત્રાચાર ઉપરાંત, બીજા ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org