________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૧૭
સમ્યકત્વતણા પાંચ અતિચાર -
સંકા કંખ વિગિચ્છા.
ભશંકા :- શ્રી અરિહંતતાણાં બલ, અતિશય, જ્ઞાન-લક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચન તણો સંદેહ કીધો.
આકાંક્ષા :- બ્રહ્મા, વિષણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરેદેવતા, ગોત્ર-દેવતા, ગ્રહ-પૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઇત્યેવમાદિક-દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જૂજાઆ દેવ-દેહરાના પ્રભાવ દેખી, રોગ, આતંક, કષ્ટ, આબે ઇહલોક-પરલોકાર્પે પૂજ્યા-માન્યા. સિદ્ધ, વિનાયક, જીરાઉલા, ને માન્યું ઇચ્છયું.
બૌદ્ધ-સાંખ્યાદિક-સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયા તણો કષ્ટ, મન્ટચમત્કાર, દેખી પરમાર્થ જાણ્યા વિના ભુલાવ્યા-મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં, શ્રાદ્ધ, સંવચ્છરી, હોલિ, બલવ, માહિપૂનમ, અજાપડવો, પ્રેત-બીજ, ગૌરી ત્રીજ, વિનાયક-ચોથ, -નાગપંચમી, ઝીલણાં-છઠી, શીલ-સાતમી, ધુવ-આઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છે-બારશી, ધનતેરસી, અનન્સ-ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય, કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં, કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો. પીંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર બાહિર, ક્ષેત્ર, ખલે, કૂવે, તલાવે, નદીએ, કહે, વાવિએ, સમુદ્ર, કુંડ, પુયહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોઘાં, દાન દીધાં, રહણ, શનિશ્ચર, માહભાસે, નવરાત્રિ. હાહ્યાં. અજાણનાં થાપ્યાં-અનેરાઈ વ્રત-વ્રતોલાં કીધાં-કરાવ્યાં.
વિતિનિચ્છા-ધર્મસંબંધી ફલાણે વિષે સંદેહ કીધો. જિન, અરિહંત, ધર્મના આગાર, વિશ્વોપકાર-સાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા-ન પૂજ્યા. મહાસતી, મહાત્માની ઈહલોક-પરલોક સંબંધીયા ભોગ-વાંચ્છિત પૂજા કીધી. રોગ, આતંક, કષ્ટ, આભે ખીણ વચન, ભોગ માન્યા. મહાત્માના ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રિયા દેખી ચારિત્રિયા પર કુભાવ હુવો.
*મિથ્યાત્વતણી પૂજા, પ્રભાવના, દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. “દાક્ષિણ્ય લાગે તેહનો ધર્મ માન્યો, કીધો. શ્રી મફત્વવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ૧
૩-૧. શ્રાવકાચાર :- સમ્યકત્વ. શંકા વિશ્વાસ-અશ્રદ્ધા. અતિશય સર્વથી ચઢિયાતાપણું. શાશ્વતી કાયમ રહેનાર. આકાંક્ષા અન્ય ધર્મો તરફ વલણ. ગોગો ઘોઘો-નાગદેવતા. આસપાલ (૧) દિશાઓનો દેવ. પાદર-દેવતા ગામના પાદરના દેવ. ગોત્રદેવતા કુલદેવ. વિનાયક ગણપતિ. નાહકનાથ, દેવતા. જુજુઆ જુદા જુદા. આતંક= (૧) મોટો રોગ. જીરાવલા (નામના દેવ. માન્યુ=માનતા માની. જીરાવલા-માન્યુઅથવા જીરાવલા પાર્શ્વનાથની સાંસારિક હેતુએ માનતા માનવી. ભરડા=ભટ્ટ જાતના બ્રાહ્મણો. લિંગીઆવેશધારી. જોગીઆ=જોગટા. યોગી યોગી, દરવેશ=કીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org