________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સંભાલ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર, ચિંતવ્યો. અવજ્ઞા, આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં-ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદ્દહણા કીધી. કોઈ-તોતડો, બોબડો, હસ્યો, વિતર્યોં. અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચારવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૰ ॥૧॥
૧. જ્ઞાનાચાર :- યોગ-યોગવહન કરવા. ઉપધાન=ઉપધાન વહન કરવા. વસતિ ઉપાશ્રય અને તેની આજુબાજુની જગ્યા. અસજ્ઝાય=ભણવા માટે અયોગ્ય સંજોગો. અણોાય ભણવાને અયોગ્ય દિવસો. કાળવેળા-ત્રણ સંધ્યા. કવળી=વાંસની સળીઓનું પોથીઓ પર વીંટવાનું સાધન. દસ્તરી= ? (દફ્તર, પોથી) (દફ્તર, પણ બંધબેસતો લાગતો નથી). વહી-ચોપડો. ઓળિઆલીટી દોરવાની પટ્ટી. ઓશીસે=ઓશીકે. નિહાર=મળ. પ્રજ્ઞાપરાધે=બુદ્ધિની ભૂલને લીધે. વિણાસ્યો=નાશ કર્યો. ઉવેખ્યો=બેદરકારી રાખી. મત્સર=અદેખાઈ. અસહણા-અશ્રદ્ધા. વિતકર્યો-ખોટા તર્ક કીધા. અન્યથા પ્રરૂપણા કીધી-ખોટી રીતે સમજવ્યું.
દર્શનાચારે આઠ અતિચાર
નિસ્યંયિ નિકકંખિય,
Jain Education International
નિવ્વિતિગિચ્છા અ-મૂઢ-દિઠ્ઠી અ ।
૫૧૫
ઉવયૂહ-ચિરીકરણે,
વચ્છલ્લ-પભાવણે અટ્ઝ IIII
દેવ, ગુરુ, ધર્મ તણે વિષે- 'નિ:શંકપણે ન કીધું, તથા- એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયા ફલતણે વિષે નિ:સંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુર્ગંછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા પર અભાવ હુઓ. ‘મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું. તથા-પ્રસંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. ‘અસ્થિરી કરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, ‘અભક્તિ, નિપજાવી, અબહુમાન કીધું.તથા-દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત, ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે, વિણાણ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સાર સંભાલ ન કીધી.
તથા સાધર્મિક સાથે કલહ, કર્મબંધ, કીધો. અધોતી, અષ્ટપડ-મુખકોશ, પાખે દેવ-પૂજા કીધી. બિંબ પ્રત્યે વાસ-કુંપી, ધૂપ-ધાણું, કલશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડયું. ઊસાસ-નિ:સાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલ, શ્લેષ્માદિક, લોહ્યું. દેહરામાંહે-હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીઆ ખાધાં. ઠવણાયરિય હાથ થકી પાડયા, પડિલેહવા વિસાર્યા. જિનભવને ચોરાશી આશાતનાના, ગુરુ-ગુરુણી પ્રત્યે તેત્રીસ આશાતના, કીધી હોય. ગુરુવચન ‘“તત્તિ’"
For Private & Personal Use Only
www.jainelibrary.org