SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ પંચ પ્રતિકમાણસૂત્રો હોય, અને તેમણે વિપરીત પ્રરૂપણી ન કરી હોય, ત્યાં સુધી તેને જૈન સાધર્મિક માનવાને હરકત નથી, તો પછી બીજા આચારો, વ્રતો વગેરે આચરનારને પરમ સાધર્મિક, અને સંઘનાં મહાન કામો સાચવનારા, ચલાવનારાઓને વડીલ સાધર્મિક, તથા મુનિઓ, સાધ્વીજીઓ આચાર્યો, ઉપાધ્યાયોને પૂજ્ય સાધર્મિકો માનવા જ જોઈએ. જૈન કુળમાં આવ્યા છતાં વીતરાગની આજ્ઞા વિરુદ્ધ પ્રતિપાદન ન કરે ત્યાં સુધી તેને સાધર્મિક માનવાને હરકત નથી. તેનું આચરણ કેવું છે ? તે ગૌણ બાબત છે. માત્ર વિપરીત પ્રતિપાદન ન જોઈએ, દેવ ગુરુ ધર્મનું પ્રત્યનિકપણું ન જોઈએ. એ મુખ્ય શરત છે. જગતમાં જૈન વસતિવાળો પ્રદેશ ઘણો થોડો છે. છતાં તેની પ્રસિદ્ધિ જગતુમાં પહેલે નંબરે છે. એટલું જ નહીં, પરંતુ તેમના વલણ પ્રમાણે આખી દુનિયાને થોડે ઘણે અંશે ચાલવું પડે છે. છતાં થોડા પ્રદેશમાં પણ કંઈક વધારે પરિચય હોવાને અંગે કેટલીક જે પરસ્પર અથડામણ જોવામાં આવે છે, તેમાં બીજા કેટલાક બાહ્ય સંજોગો ભળ્યા હોય છે. તથા મતભેદો, વિચારભેદો, સિદ્ધાંતભેદો, સહજ રીતે રહે છે, અને તેની ખાતર મકકમતા રાખવાની શક્તિ પણ એક જાતના સામર્થ્યનો પુરાવો તો છે જ. જેને કશો સિદ્ધાંત નથી, સિદ્ધાંત ખાતર મકકમ રહેવાની વૃત્તિ નથી, તેવા માનવોની ખાસ કિંમત ગણાતી નથી. તેવી અથડામણીઓ તો કેટલીક વાર વિકાસની સાધક હોવાથી આદરપાત્ર હોય છે. આજની આપણી અથડામણીઓ મોટે ભાગે હાલની કોટ અને હાલના વર્તમાનપત્રોને આભારી છે. આમ છતાં અન્ય પ્રદેશમાં સાધર્મિક ધણી દુર્લભતા છે. જેટલી બાબતમાં મતભેદ કે સિદ્ધાંતભેદ હોય અને તેને લીધે જે અથડામણ કે ઘર્ષણ જણાતા હોય, તેને બાદ કરતાં જીવનની જેટલી સમાનતા પરસ્પર સાધર્મિકોમાં છે, તેટલી બીજા કોઈ સાથે મળી શકશે નહીં. માટે સાધર્મિકનો સંજોગ દુર્ઘટ છે. માટે જેમ બને તેમ પરસ્પર વાત્સલ્ય રાખવાનો શાસ્ત્રકારોનો ઉપદેશ છે. પ્રેમ નહીં. દયા નહીં પરંતુ વાત્સલ્ય રાખવું. વાત્સલ્ય શબ્દ ખાસ ધ્યાન ખેંચે તેવો છે. હાર્દિક ભક્તિભાવ, સવિવેક હૃદયનો ઉમળકો અને તેમના તરફના મનની પરમ આદ્રતાપૂર્વક ઘટતા બાહ્ય ઉપચારોમાં વાત્સલ્ય શબ્દ પરિસમાપ્ત થાય છે. શુદ્ધદેવ-ગુરુ-અને ધર્મની યત્કિંચિત્ પ્રાપ્તિ પણ સાધર્મિક વાત્સલ્યનું પ્રયોજક તત્ત્વ છે. એ સિવાય બીજુ કોઈપણ પ્રયોજક તત્ત્વ નથી. “અહા ! મહામુશ્કેલી એ મળે તેવી શુદ્ધ દેવ ગુરુ ધર્મ તરફની સહજ પણ હાર્દિક પ્રાપ્તિ આ મહાનુભાવોને પ્રાપ્ત થઈ છે. ધન્ય છે. તેમના જીવનને ધન્ય છે.” આવી સમજમાંથી જે વાત્સલ્ય ભાવ છૂટે, તેને જ અહીં સાધર્મિક વાત્સલ્ય ગણવામાં આવે છે. અને વ્યકતાવ્યકત તે વાત્સલ્ય-ભાવનાના બળથી બાહ્ય ઉપચાર તરીકે જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે, તે સર્વ પણ સાધર્મિક વાત્સલ્ય ગણવામાં આવે છે. એ સર્વ પ્રવૃત્તિઓમાં ભોજન એ મુખ્ય અને મહત્ત્વનો સત્કાર પ્રકાર છે. તે પરથી એ સિવાય બીજા સાધર્મિક વાત્સલ્યના પ્રકાર શાસ્ત્રસમ્મત નથી કે શાસ્ત્રસૂચિત નથી એમ માનવાને કારણ નથી. માર્ગ-પ્રાપ્તિ, માર્ગમાં ધૈર્ય તથા ધર્મમાર્ગમાં ઉત્તેજનાના જેટલા પ્રકાર હોય, તે સર્વ પણ સાધર્મિક વાત્સલ્યમાં સમાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy