________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૫૩
સાધર્મિક વાત્સલ્યમાં નાના મોટા સાધર્મિક તરીકેનો વિવેક જરૂર હોય, પણ જે સાધર્મિકો જે વર્ગમાં આવે, તેમાં સર્વ પ્રત્યે સમાનતા હોવી જોઈએ. તેમાં ગરીબ કે તવંગર, બુધ કે અલ્પજ્ઞ વગેરે ભેદો જોવાના નથી હોતા.
જેમ સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ-જિનમંદિર બંધાવવું-જિનપ્રતિમાજી પધરાવવા ગુરુ ભક્તિ-બ્રહ્મચર્યાદિ વ્રત પાલન - બાર વ્રત પાળવાં – ઉપધાન-ઉદ્યાપન-આયંબિલની ઓળીપર્યુષણાદિ પર્વારાધન-વગેરે ધાર્મિક ક્રિયાઓ છે. તે જ પ્રકારે સાધર્મિક વાત્સલ્ય પણ ધાર્મિક ક્રિયા છે. તેમાં જે આરંભ સમારંભ થાય છે, તે પણ ધર્મ સાધક હોવાથી સપ્રવૃત્તિપોષક છે. તે ભોજન માત્ર જ સમજવાનું નથી. સર્વ ભોજન માત્રને એક સરખા માનીએ, તો આપણા ઘર પાસેથી ઘેર ઘેર ભીખ માંગતો ભિક્ષુક પસાર થાય, તેને વધેલું મિષ્ટતમ ભોજન આપીએ. અને આપણે ઘેર વહાલામાં વહાલા સગાં આવે કે ઈષ્ટ મિત્ર આવે, તેને જે વખતે જે હાજર હોય તે જમાડીએ. તો તે બેમાં ફરક ખરો કે નહીં ? ઘણો જ ફરક કહેવો પડશે. તે રીતે ભોજન ભોજનમાં પણ ફરક હોય છે. કેટલાક ભોજન વ્યકિતગત, કેટલાક કુટુંબનત. કેટલાક સગાંવહાલાંને લગતા, કેટલાક ઈષ્ટ મિત્રોને લગતા, કેટલાક જાહેર ભોજન, કેટલાક પ્રજાકીય, કેટલાક સામાજિક, કેટલાક મરણ લગ્નાદિના પ્રાસંગિક, કેટલાક ઉત્સવ નિમિત્તક, અને કેટલાક ધાર્મિક ભોજન હોય છે. તે દરેકમાં પણ ઘણા પેટા ભેદો હોય છે. ધાર્મિકમાં પણ સર્વ સામાન્ય સાધર્મિકોને, વ્રતધારીઓને, મુનિઓને, પદવીધરોને, ઘેર આવેલાને વ્યકિતગત-સામુદાયિક, સાધર્મિકોને, ઉત્સવ નિમિત્તક, સંઘ, ઉપધાન, પારણા-અતરવારણા વગેરેનાં ભોજનો જુદાં જુદાં હોય છે, તેથી તે દરેક વિવિધ પ્રકારના સાધર્મિક વાત્સલ્યો હોવા ઉપરાંત ભકિત ફળવાળા પણ હોય છે, તેથી-આ ભોજન વિષે “એ કટકો લાડુ ખાધો તોય શું ? અને ન ખાધો તોય શું?એવા વિચારો જૈનત્વનો અભાવ નહીં તો ન્યૂનતા તો સૂચવે જ છે.
એ ખાવા મળે. તે પણ પુણ્ય રાશિનો સંગ સૂચવે છે. અને ખવરાવાય તે પણ પુણ્ય રાશિનો સંજોગ સૂચવે છે. આધ્યાત્મિક શાસ્ત્રની દૃષ્ટિથી તેની જેવી તેવી કિંમત અંકાતી નથી. સાધર્મિક શું જમાડે છે ? તે જોવા કરતાં કેવી ભકિતથી જમાડે છે ? તે જોવું જોઈએ. પછી સૂકી ખાખરો હોય તો પણ દિવ્ય પકવાન સમજવા જોઈએ. જૈન શાસનમાં આટલા કારણે આવું સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ છે. કેમકે, તે બીજી ધાર્મિક ક્રિયાઓ જેવી એક મહત્ત્વની ધાર્મિક ક્રિયા જ છે. બીજી કોઈ ધાર્મિક ક્રિયા ન કરે, અને માત્ર સાધર્મિક વાત્સલ્ય કરે, તો પણ તેને તેટલે અંશે નિર્જરા પણ થાય, ધર્મારાધન થાય, દરેક જીવો દરેક ધાર્મિક ક્રિયા કરી શકે, એવું બનતું નથી. કોઈને માટે કોઈની યોગ્યતા અને કોઈને માટે કોઈની યોગ્યતા હોય છે. માત્ર બીજા તરફ ઉપેક્ષા કે નિષેધ ન હોવો જોઈએ. સાધર્મિક વાત્સલ્ય કરવું કે તેનો સ્વીકાર કરવો, તે પણ એક પ્રકારની મોક્ષની અંગભૂત પ્રક્રિયા છે, એ જરા પણ ભૂલવા જેવું નથી.
આજે આપણા સાધર્મિકોની સંખ્યા ઘટતી જાય છે. તેના કરતાં જે સાધર્મિકો છે, તેમાંના પણ માર્ગથી વિપરીત માર્ગે ચડી જતા જાય છે, એ ખાસ ચિંતાનો વિષય છે. હજારો વર્ષથી માર્ગમાં ચાલ્યા આવતા પ્રવાહમાંથી એક પણ સાધર્મિક ઓછો ન થાય કે વિપરીત ન થાય એ ઘણું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org