________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૫૧
રાખવો જોઈએ. અને જેટલો જેટલો બંધુભાવ રહે તેટલો તેટલો તે પ્રાણીનો આત્મવિકાસ સમજવો જોઈએ. સાંસારિક જીવોને કષાયો અને રાગ-દ્વેષની પરિણતિ ઘેરી વળેલ હોય છે. છતાં અનંતગણી આત્મા કંઈક ને કંઈક જાગતો હોય છે. અનંતભાવોની પરંપરા પસાર થતાં જેમ જેમ સુદ્ધ જંતુપણાની સ્થિતિમાંથી પ્રાણી આગળ વધે છે, તેમ તેમ ઊંડે ઊંડે આત્મવિકાસ પણ સામાન્ય રીતે આગળ. વધે છે. જંગલી અને હિંસક પશુઓમાં પણ બંધુભાવનાની માત્રા દેખાયા વિના નહીં રહે. જો કે ઘણામાં ઘણી જ અવ્યકત અને ન સમજી શકાય તેવી પણ હોય છે. એટલા ઉપરથી તેઓમાં બંધુભાવની અસર નથી હોતી, એમ માનવાનું કારણ નથી. પરંતુ એ વિકાસ ઘણો જ અલ્પ છે. સમ્યકત્વ વગેરે, માર્ગ પ્રાપ્તિ, એ ઘણી જ ઉચ્ચ કોટિની આત્મપરિણતિ છે, તે તો કોઈકને જ પ્રાપ્ત થાય છે. અનંત પ્રાણી રાશિના બહુ જ નાના ભાગને એ લાભ મળી શકે છે.
પરમાત્મા તીર્થંકર દેવની કલ્યાણોની અનન્ત પરંપરામય અમોઘ ધર્મદેશનાની અસરથી જેઓની દષ્ટિ ખૂલી જાય છે તેવાં પ્રાણીઓની સંખ્યા ઘણી જ ઓછી હોય છે. એટલું જ નહીં, પરંતુ તીર્થંકર પરમાત્માના જીવન એટલા બધા ઉચ્ચ હોય છે, કે તેનો પરિચય, તેમનું નામ શ્રવણ, તેમના ચરિત્રનું શ્રવણ, તેમના ગુણોની સમજ, ભાગ્યે જ બહુ જ થોડાં પ્રાણીઓને હોય છે. કારણ કે પ્રાણીઓ પોતાની ખાનપાન અને વિષયી લાગણીની ગડમથલમાં એવા પડ્યાં હોય છે, કે તીર્થંકર પરમાત્માઓ અને તેઓના ઉપદેશ જગજાહેર છતાં ઘણા જ ઓછા જીવો તેમની અસર તળે આવે છે. સારાંશ કે, જેનો આત્મવિકાસ સામાન્ય પ્રાણીઓ કરતાં ઘણી જ ઉચ્ચ હદે પહોંચ્યો હોય, તેને જ કાને તીર્થંકર પરમાત્માના નામનો શબ્દ પણ પડે છે. તો પછી તેમનો, તેમના ધર્મનો, તેમના ઉપદેશનો વિશેષ પરિચય જેમને હોય, તેમની ઉચ્ચતાની તો વાત જ શી કરવી ? પૂર્વદોષથી સાતેય વ્યસનથી ભરપૂર છતાં તીર્થંકર પરમાત્મા તરફ ભકિતભાવ ધરાવનાર, તેમના નામ તરફ પણ આદર રાખનાર વ્યકિતની પણ જેવી તેવી ઉચ્ચ સ્થિતિ સમજવાની નથી. જેઓનો તેવા કુટુંબમાં જન્મ માત્ર થાય છે, તેમના પણ પુણ્યપ્રકર્ષનો પાર નથી હોતો, કેમકે, જૈન કુટુંબમાં જન્મ માત્ર પણ અનન્ત પુણ્ય રાશિનું પરિણામ હોય છે. આવાં પવિત્ર પ્રાણીઓ પરસ્પર જ્યાં મળે તે પ્રસંગ, તે કાળ, અને તે સંજોગો, મહત્વના જ ગણાય એ સ્વાભાવિક છે. આવી વ્યક્તિઓ મળવી જ આ જગતમાં મુશ્કેલ છે. આજે જગતની દોઢથી પોણા બે અબજની વસતિમાં તીર્થંકર પરમાત્માઓના સાદર નામસ્મરણ કે તેમના ઉપદેશ પ્રમાણેના ઓછાવત્તા સંસ્કારી કુટુંબમાં જન્મ બહુ જ થોડા માનવના નસીબમાં છે. દૂર દૂરના ગામડામાં તદ્દન ગરીબ અને હાલની દુનિયાથી અજ્ઞાત હાલતમાં રહેતા જૈન કુટુંબમાં જન્મેલા માણસના બીજા સંસકાર ઓછા હોવાની કલ્પના ન જ કરવી જોઈએ. કેમ કે તેમનામાં કાંઈ ને કાંઈ જૈનત્વની અસર વારસાથી પણ ચાલી આવી હોય છે. ત્યારે બીજા પ્રદેશોમાં જૈન શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા છતાં જૈન જીવનની છાપ જેમના ઉપર પડી નથી હોતી, તેમને જૈન ગણી શકાય નહીં. એટલું જ નહિ પરંતુ સમહત્વની ભૂમિકા ઉપર આવ્યા વિના વ્રતો લઈ બેઠેલ હોય, તો પણ તેમને સાધર્મિક ગણી શકાય નહીં. ઉદાયિ રાજાનું ખૂન કરવા ૧૨ વર્ષ સાધુપણું પાળનારને પણ જેમ જૈન ગણી શકતા નથી, તેમ અહીં પણ કેટલેક અંશે સમજવાનું છે. પરંતુ જૈન કુટુંબમાં જન્મેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org