________________
૪૫૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૩. જયણાવતના : યતના એટલે કંઈપણ કામ કરતાં જાળવણી રાખવી, એ સાદો અર્થ કરીએ તો પણ દરેક માણસના જીવનમાં એ ઉપયોગી ગુણ છે. ઉતાવળથી કે બેફામ રીતે કામ કરતાં ઘણી વખત કામ બગડે છે. અથવા કામ કરનારને નુકસાન થાય છે, વખતે વાગી બેસે છે કે કોઈ એવી હરકત આવી પડે છે. માટે યતના-જાળવણીપૂર્વક કોઈપણ કામ કરવું જોઈએ. લેવું, મૂકવું, ઊઠવું, બેસવું, જવું, આવવું તે દરેકમાં યતના રાખવાની દરેક માણસની સામાન્ય ફરજ છે. કેટલીક ચીજોને યતનાપૂર્વક – સંભાળપૂર્વક – જાળવણીપૂર્વક સાચવી મૂકવાથી તે ટકી શકે છે, સચવાય છે. સાચવીને ઉપયોગમાં લેવાની પણ તેટલી જ જરૂર હોય છે. આ તો સામાન્ય રીત યતના શબ્દનો શબ્દાર્થ થયો, પણ તેનું દીર્ઘતાત્પર્ય અહિંસક ભાવમાં છે.
સારાંશ કે, જાળવણીથી બીજા છવો પણ વિના કારણ ન મરતાં બચી જાય છે. એટલું જ નહીં, પણ બીજા જીવોને બચાવવા ખાતર પણ દરેક કામ યતનાપૂર્વક કરવું જોઈએ. યેતના જાળવવાના જૈન જીવનમાં અનેક પ્રકારો પ્રચલિત છે. પ્રમાર્જનો અને પ્રતિલેખનો વગેરેથી જોઈ પ્રમાઈને કોઈપણ ચીજ વાપરવી. અગ્નિનો, પાણીનો ઉપયોગ બીજા જીવોને હરકત ન થાય તેમ કેવી રીતે કરવો ? અગ્નિ તથા પાણીના જીવોને હરકત ન આવે તેમ કઈ રીતે બીજી વસ્તુઓનો ઉપયોગ કરવો ? અરે યતનાથી ઘણી ચીજોની એવી સંભાળ લેવાય છે કે તે સડતી, બગડતી બચે છે. એટલું જ નહીં પરંતુ તેનાથી કેટલીક ચીજોમાં જંતુ ઉત્પન્ન ન થતાં તે સારી રીતે જળવાઈ રહે છે. યતનાથી જેમ જંતુઓનો બચાવ થાય છે, તેમજ પોતાનો પણ બચાવ થાય છે, અને સ્વચ્છતાને સારી મદદ મળે છે. યતના દષ્ટિથી જૈન ખાનપાન તથા રહેણીકરણીનો ખાસ અભ્યાસ કરવા જેવો છે. બ્રાહ્મણો જેટલું શુદ્ધિ ઉપર ધ્યાન આપે છે તેના કરતાં વિશેષ જૈનો યતના પર ધ્યાન આપે છે. યતનામાં પણ આવશ્યક સ્વચ્છતા અને શુદ્ધિ સમાય જ છે.
સવારથી માંડીને બીજા દિવસના સવાર સુધી અને જન્મ પ્રસંગથી માંડીને મરણ પ્રસંગ સુધીના સમગ્ર જીવનના દરેકેદરેક પ્રસંગોમાં યતના કેમ અને કેવી રીતે રાખવી ? તેના સૂક્ષ્મ પ્રકારો ઘણાં જૈન કુટુંબોમાં પ્રચલિત છે. અને ગુજરાતના અગ્રગણ્ય જેન વસ્તીવાળાં શહેરોમાં ખાસ કરીને જાણી શકાય છે. આ શહેરોમાંનાં ખાસ કુટુંબોમાં વપરાતા યતનાના નિયમો વિષે અન્ય પ્રદેશના કેટલાક જૈનો પણ અજ્ઞાત હોય છે. તેથી ઘણી વખત વગર સમયે જૈન આચારવિચાર સંબંધમાં જૈન-જૈનેતર ટીકાકારે કાચું કાપી બેસે છે.
૧૪-૧૫-૧૬ : જિનપૂજા-જિન સ્તુતિ અને ગુરુ ગુણ સ્તુતિ- આ ત્રણ કૃત્યો હમેશ થવાં જોઈએ. તે કૃતજ્ઞની, ઉપકારીનું બહુમાન અને મુકિતમાર્ગની પ્રગતિનું કારણ છે. પ્રજાના સદાચારી, નૈતિક અને ધાર્મિક જીવનનો મુખ્ય આધાર તેના ઉપર જ છે.
૧૭. સાધર્મિક વાત્સલ્ય : આ કૃત્યના સંબંધમાં આ સમયમાં સ્પષ્ટ વિવેચન કરવું ઘણું જ જરૂરી છે. સાધર્મિક વાત્સલ્યની વ્યાખ્યા બાબત હાલમાં ઘણી અરાજકતા અને અવ્યવસ્થા ચાલે છે. સાધર્મિક વાત્સલ્ય કૃત્ય ઘણા મહત્વનું છે, કારણ કે આ વિશ્વમાં પ્રાણી માત્ર પરસ્પર બંધુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org