________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪૪૯
સારાંશ કે, સર્વથા મઘનિષેધ નથી. પણ મદ્ય પ્રકાર નિષેધ છે જેથી વાસ્તવિક રીતે મઘનિષેધ નથી જ. બાકી દેખાવ માત્ર જ છે. કેમ કે, માનવ જાતમાં આજે આદર્શ આરોગ્ય નથી. આદર્શ આરોગ્યવાળાને આવા પીણાની જરૂર હોતી જ નથી. આદર્શ આરોગ્ય ન હોય છતાં પ્રજાને આદર્શ આરોગ્યવાળી કરી શકાય તેવા સાત્વિક ખોરાકો અને પ્રયોગો આર્યવૈદ્યક વિજ્ઞાનમાં પુષ્કળ છે. પરંતુ તેની અજમાયશની આમ્નાયનો લગભગ લોપ છે. અને કદાચ તેનો ઉદ્ધાર થાય તો તે ખર્ચાળ છે. જેને હાલની આ દેશની પ્રજા પહોંચી શકે તેમ નથી, અને બીજો પ્રકાર ઉત્તેજક ષધો-ઉપચારોની મદદથી આરોગ્યવાળા દેખાઈને જીવનનિર્વાહ કરવો, એ છે. તેમાં ઉત્તેજક અને માદક દ્રવ્યો પ્રધાન છે. કોઈ દારૂડિયા દારૂ પીવાનું બંધ કરે, તો તે વધારે ઉગ્ર ચા પીવે. શરબતો વગેરેમાં તેવા ઉત્તેજક બીજે નામે થોડાં ટીપાં પીવાનો પ્રચાર થાય, અને એમ કરતાં લાંબે કાળે એક યા બીજા સ્વરૂપે મદ્યપાન વધુ ને વધુ ફેલાવાનું. સર્વથા મઘનિષેધની પરિસ્થિતિ નથી. કેમ કે, તેની સામે ય વિરોધી હિલચાલ છે અને નોન એશિયાટિક માટે છૂટ છે. એટલી કાયદામાં છૂટ રાખી છે, એ ભવિષ્યમાં બીજા સ્વરૂપે વધવાનું બીજ છે. યુરોપ, અમેરિકામાં મઘનિષેધના હેવાલો આવે છે, તે પણ દેખાવ માત્ર છે. અને કેટલીક હાલના મુત્સદ્દીઓની એવી રીત છે કે, અહીં જે પ્રવૃત્તિ કરાવવી હોય, તેની હિલચાલ પ્રથમ યુરોપ અમેરિકામાં ચલાવે છે. અહીં ફરજિયાત લશ્કરી શિક્ષણ કરવાને યુરોપમાં યુદ્ધનું વાતાવરણ કરવામાં આવ્યું છે. બીજી પ્રજાઓને અહીં વસવાટના હકક આપવાને જર્મની ભારત યુરોપે જુદાં જુદાં બહાનાં નીચે યહૂદીઓને ત્યાંથી કાઢી મુકાવ્યા અને પછી દુનિયાની સહાનુભૂતિ મેળવી અહીં ગોઠવવાની શરૂઆત કરી. ભવિષ્યમાં બીજી ગોરી પ્રજાઓને વસાવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે.
આ રીતે હાલની મઘનિષેધ પ્રવૃત્તિ કૃત્રિમ છે. તે છોડાવવા પિકેટિંગ વખતે દારૂડિયા દારૂ છોડે તો સ્ત્રીઓને પોતાની પવિત્રતા જોખમમાં મૂકવા સુધી લાગણીવશ કરવામાં આ પ્રવૃત્તિને જાહેરમાં વધુ વેગ આપવાની યોજના સિવાય બીજું કાંઈપણ નથી. એવી રીતે સ્ત્રીઓએ પોતાની પવિત્રતાને જોખમમાં મૂકવી એ પરોપકારાભાસ છે. એટલું જ નહીં પણ સ્વપર વિનાશ છે, સ્વપર અપકાર છે.
જગતની અંદર લોકો પરોપકાર કરી શકે છે, તેનું કારણ બીજા કરતાં જે લોકો પાસે બુદ્ધિ, સંસ્કાર, ધન તથા બીજી સામગ્રી વધારે હોય છે, તે પરોપકાર કરી શકે છે. જેની પાસે કાંઈ ન હોય કે ન્યૂન હોય તે પરોપકાર શો કરી શકે? બાહ્ય સાધન ન હોય, પણ આંતરિક બળ જેની પાસે વધુ હોય તે પરોપકાર કરી શકે. પણ જેની પાસે બાહ્ય કે આંતર બળ ઓછું હોય, તે શી રીતે પરોપકાર કરી શકે? અને એ આંતર કે બાહ્ય સામગ્રી પ્રજા પાસે હોવાનું મૂળ જીવનની પવિત્રતામાં છે. જીવનની પવિત્રતા ગુમાવ્યાથી પરોપકારની સામગ્રીનો લોપ થાય. માટે તેની રક્ષા રાખવી જોઈએ.
એટલે દારૂડિયાના ચાપલ્યને વશ થઈને તેને દારૂ છોડાવવાની લાગણી આર્ય સ્ત્રીઓમાં ઉત્પન્ન કરવી. એ પવિત્રતાનો નાશ કરવા રૂપ હોવાથી પરોપકારને જ ધકકો મારનાર છે. જે તેવા પરોપકારીને કે દારૂડિયાને પણ પરિણામે હિતાવહ નથી. એવા જ હાલના શિક્ષણ, અસ્પૃશ્યનિવારણ, અનાથાશ્રમો, ઉધોગશાળાઓ, જાતિભેદ નિવારણ વગેરે પ્રવૃત્તિઓ પરોપકારભાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org