________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૧૨. પરોપકાર : પોતાના કરતાં ન્યૂન વ્યકિત કે સમુદાયના મહાજીવનના વિકાસમાં મદદ થાય તેવી રીતે ચાલુ જીવનમાં મદદ કરવી અને તેમાં અંતરાય હોય, તે દૂર કરવા. તેવી પરોપકારની વ્યાખ્યા સર્વમાન્ય થઈ શકે તેવી છે. જો કે બીજા તરફ્થી મદદની આશા રાખવી એ દુર્ગુણ છે. પરંતુ આશા ન રાખનાર કે આશા રાખનારને મદદ આપવા પોતાના વધારાનાં સાધનોનો ઉપયોગ કરવા દેવો; અથવા પોતાની જરૂરિયાતોમાં સંયમ રાખીને તથાપ્રકારનું બળ અને પુરુષાર્થ વાપરીને પણ મદદ કરવી, એ સદ્ગુણ છે. કેટલાકને મદદની જરૂર હોય છે, તેથી જો જગત્માં પરોપકાર વૃત્તિ ન હોય, તો તેમને મદદ મળી શકે નહીં. તીર્થંકર પરમાત્માઓ અને મહામુનિઓના ભાવ અને પારમાર્થિક પરોપકાર હોય છે. ત્યારે બીજાઓના દ્રવ્ય પરોપકાર હોય છે. તે જ પ્રમાણે કેટલાક પરોપકાર પારમાર્થિક હોય છે, અને કેટલાક દુન્યવી પરોપકાર હોય છે.
૪૪૮
પરોપકાર કરવામાં એક શરત હોવાનું અનિવાર્ય જણાય છે. પરોપકારમાં પોતાનું સર્વસ્વ તજવામાં હરકત નથી. પરંતુ પવિત્રતા તજવી જરૂરની નથી. પરંતુ તે ન તજવી એ ખાસ અનિવાર્ય શરત છે. કારણ કે, પરોપકારનું આચરણ પણ આત્માની પવિત્રતા વધારવા માટે છે. તો પરોપકાર કરવા જતાં જે પવિત્રતા ખોઈ બેસાય, તો પછી મેળવ્યું શું ? સતી સ્ત્રી કામી પુરુષના કામની શાંતિ માટે શિયળ ભંગ કરીને પરોપકાર ન કરી શકે. તે જ પ્રમાણે મુનિ, બ્રાહ્મણ, ઉચ્ચ કુળવાનો, પોતાના વારસાગત કે સંજોગગત સંપાદન કરેલી, નૈતિક ગુણ રૂપ કે જાતિગત જે પવિત્ર હોય, તેને ભોગે પરોપકાર ન કરી શકે. સારાંશ કે પવિત્રતા જાળવીને, જીવન સિદ્ધાંત જાળવીને, જે પરોપકાર કરવામાં આવે, તે જ ખરો પરોપકાર છે. સિવાયના પરોપકારની કિંમત પણ નથી અને તે નામ માત્ર પરોપકાર છે. આની સામે ઘણા પરોપકારી પુરુષોએ ખોટા કલંક પોતાને માથે ઓઢી લીધાના, અપયશના ભાગી થવાના, તથા પરોપકારની લાગણીને વશ થઈને ગમે તેવી હીન સ્થિતિમાં પ્રવેશ્યાના દાખલા રજૂ કરશે.
પરંતુ તેમાં એ પરોપકારી પુરુષોએ પોતાની જાતને અપવિત્ર કરી નહીં હોય, અથવા કયાંક અપવિત્રતા સ્વીકારી હશે, તો તેમાં માત્ર પરોપકારનો ભાસ હશે.
હાલમાં દારૂનિષેધની પ્રવૃત્તિ પરોપકારાભાસ પ્રવૃત્તિ છે. મદ્યનિષેધ એ સપ્ત વ્યસનમાંના એક વ્યસનને નાબૂદ કરવા રૂપ સારો પરોપકાર છે. પરંતુ હાલનો દારૂનિષેધ કૃત્રિમ છે. કેમ કે, આ દારૂનિષેધનું પરિણામ દેશી દારૂ જે હાથથી ગાળવામાં આવે છે, તેના ધંધા ઉપર જરૂર કાબૂ મૂકનાર છે. પરંતુ તેટલેથી મદ્યપાનનો નિષેધ થશે, એમ માનવાને કારણ નથી. એ સર્વથા જગતમાંથી કદી બંધ થઈ શકે તેમ છે જ નહીં. અલબત્ત શરૂઆતમાં તેના પર ઘણો અંકુશ આવવાનો અને મદ્યપાન ઓછું થયેલું જણાશે; પરંતુ તદ્દન નાબૂદ ન થતાં કેન્દ્રમાં અમુક પ્રમાણમાં તો રહી જ જશે. એટલે કાયદામાં પણ એટલી અપવાદ તરીકે છૂટ મૂકવી પડશે, એ છૂટનો ઉપયોગ ધીરે ધીરે મશીનથી બનતા અને આ દેશમાં રીતસરનાં કારખાનાંઓ મારફત અનેક વિવિધ પ્રકારના મંદ, મંદતર, ઉગ્ર, ઉગ્રતર અસર કરનારા દારૂઓ વિવિધ નામે અને પ્રકારે પ્રસરશે. તે રોકી શકાશે નહીં. નવા પ્રકારને સ્થાન આપવા અને જૂના પ્રકારનો નાશ કરવા આ હિલચાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org