________________
પંચ પ્રતિકમણસૂત્રો
૪૩૧
ન થવા દેવાની પ્રતિજ્ઞા કરવી. એમ પ્રત્યાખ્યાનમાં ત્રણ કાળ સમાય છે. એટલે ત્રણ કાળનું પ્રત્યાખ્યાન થાય છે. ૧. જુદા જુદા અધિકારીને ઉદ્દેશીને શાસ્ત્રમાં કહેલાં દરેક પ્રત્યાખ્યાનો મોક્ષમાર્ગનાં સાધનભૂત છે,
એવી દઢ શ્રદ્ધા રાખવી. ૨. પચ્ચખાણ વિષેનો ઊંડો અનુભવ મેળવવો. પ્રત્યાખ્યાન કરવા લાયક વસ્તુઓ, પ્રત્યાખ્યાનમાં
ત્યાગ કરવા લાયકની વસ્તુઓ તથા વાપરવા લાયક પદાર્થો પચ્ચકખાણ લેવા વાપરવાની વિધિ વગેરેના જાણકાર થવું. ૩. ગુરુવંદન. ગુરુના વિનય વગેરે પૂર્વક પ્રત્યાખ્યાન આરાધવું જોઈએ. ૪. પ્રત્યાખ્યાન લેતી વખતે બરાબર ઉપયોગ રાખી, ગુરુ મહારાજ પચ્ચકખાઈ, વોસિરે વગેરે બોલે
ત્યારે પચ્ચકખામિ, સિરામિ વગેરે બોલવું. ૫. ગમે તેવી મુશ્કેલીમાં પણ પચ્ચકખાણનો ભંગ ન કરતાં સંપૂર્ણ ખબરદારીથી પાળવું. ૬. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાનશલ્ય વિના ખરા ભાવથી સકામ નિર્જરા થાય તેવી રીતે પચ્ચકખાણ પાળવા તત્પર રહેવું.
એટલે શ્રદ્ધા, જ્ઞાન, વિનય, અનુભાષણ, અનુપાલન અને ભાવ - એ છે શુદ્ધિ પ્રત્યાખ્યાનની જાળવવી.
૫૮. વિશાલ-લોચન-શ્રી વીરપ્રભુની પ્રાતઃસ્તુતિ. શબ્દાર્થ :- વિશાલ-લોચન-કલમ મોટાં ચક્ષુઓ રૂપી પાંદડાવાળું. પ્રઘદત્તાંશુ કેસરમ ફેલાતા દાંતનાં કિરણો રૂપી કેસરના તાંતણાંઓવાળું. પ્રાતર સવારમાં. વીર-જિનેન્દ્રય વીર પરમાત્માનું. મુખ-પા મોં રૂપી કમળ. પુનાતુ પવિત્ર કરો. વ=તમને.
વિશાલ-લોચન-દલ પ્રોઘદ્રત્તાંશુ-કેસરમ્ પ્રાત:વર-જિનેન્દ્રસ્ય મુખ-પર્વ પુનાતુવ: ૧ (અનુરુપ)
ગાથાર્થ :- વિશાળ આંખો રૂપી પાંદડાવાળું અને ફેલાતા દાંતોનાં કિરણોરૂપી કેસરનાં તાંતણાઓવાળું શ્રી મહાવીર પરમાત્માનું મોં રૂપી પદ્મ-પોયણું પ્રાત:કાળમાં તમને પવિત્ર કરો.
વિશેષાર્થ :- રાત્રે ચંદ્રવિકાસી કુમુદ ખીલે છે અને સવારે સૂર્યવિકાસી પબ્રોકમળ ખીલે છે. તેથી પ્રાત:કાલમાં ખીલતા પદ્મની ઉપમાથી શ્રી મહાવીર સ્વામીના મુખદર્શનથી પવિત્રતા પ્રાપ્ત કરવાની સ્તુતિ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org