________________
૪૩૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સ્વાદિમ રૂપ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો. (શિષ્ય - તે પ્રમાણે ત્યાગ કરું છું.)
ગુરુ - પરંતુ- (૩) અનાભોગ, સહસાત્કાર, પ્રચ્છન્નકાલ, દિગ્મોહ, સાધુ વચન, પૂજ્યવડીલોની આજ્ઞા અને સર્વ પ્રકારની અસમાધિના પ્રસંગ સિવાય- (૪) પોરસી, આરૂઢ પોરસીના વખત પછી મુઠ્ઠીવાળી નવકાર ગણી પચ્ચકખાણ ને પારો ત્યાં સુધી- (૫) પાણી રૂપ આહારનું પણ પચ્ચકખાણ રાખવું. શિષ્ય - એ પ્રમાણે પચ્ચકખાણ કરું છું. ગુરુઃ- (૬) પાણીની બાબતમાં લેપકૃત કે અપકૃત, સ્વચ્છ કે બહુલ, સિથ કે અસિથ પાણી સિવાય, પાણીનો ત્યાગ સમજવો. (૭) પ્રત્યાખ્યાનના પાલન ખાતર દરેક રીતે તત્પર રહો. (શિષ્ય - હું પ્રત્યાખ્યાનના પાલન ખાતર દરેક રીતે તત્પર રહેવાનો છું.)
પચ્ચખાણ વિશે વધુ સમાજ પ્રત્યાખ્યાન બરાબર વખતસર અને વિધિપૂર્વક લેવું જોઈએ, અને બરાબર સંપૂર્ણ વખત સુધી તે પાળવું જોઈએ. વળી ૧ પચ્ચકખાણ લેનાર અને આપનાર બન્નેય વિધિના જાણકાર હોવા જોઈએ. અને એ રીતે લેવાયેલું પ્રત્યાખ્યાન ઉત્તમ પ્રત્યાખ્યાન ગણાય છે. બન્નેય અજાણ હોય, તો તે પચ્ચકખાણ પચ્ચકખાણ ગણાય નહીં. પરંતુ બેમાંથી એક જાણકાર હોય અને એક જાણકાર ન હોય, તો તે બન્નેય પ્રકારો મધ્યમ પણ આદરણીય તો છે જ, પરંતુ બેમાંથી એક અજાણ હોય અને એક જાણકાર હોય, તો પણ પચ્ચફખાણ ન કરવું. એ વિચાર વિરાધક અને પ્રત્યાખ્યાન ધર્મનો લોપ કરવા રૂપ છે. માટે એમ કદી નહીં બોલવું.
પચ્ચકખાણ અનેક રીતે થઈ શકે છે. એટલે જગત્માં ત્રણેય કાળના જુદા જુદા જીવોને એક જ પચ્ચખાણ ૧૪૭ પ્રકારે સંભવી શકે છે. ત્રાણ યોગના ૭ વિકલ્પ
કરણાદિ ત્રણના ૭ વિકલ્પ ૧. મનથી.
૧. કરવું ૨. વચનથી.
૨. કરાવવું. ૩. કાયાથી
૩. અનુમોદવું. ૪. મનથી વચનથી.
૪. કરવું, કરાવવું. ૫. મનથી કાયાથી.
૫. કરવું, અનુમોદવું. ૬. વચનથી કાયાથી. ૬. કરાટ અનુમોદવું.
૭. મન વચન કાયાથી. ૭. કરવું, કરાવવું, અનુમોદવું. 9 x 9 = ૪૯ ૪૩ ત્રણ કાલથી ગુણતાં = ૧૪૭. કુલ ૧૪૭ ભાગે એક પચ્ચકખાણ સંભવી શકે. વર્તમાનકાલના દોષથી દૂર રહેવું. ભૂતકાળના દોષોની નિંદા કરવી અને ભવિષ્યકાળમાં દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org