________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૪૨૯
પ્રત્યાખ્યાન કરવું. (શિષ્ય - હું તે પ્રમાણે પ્રત્યાખ્યાન કરું છું.)
ગુ- (૩) અનાભોગ, સહસાકાર, લેપ-અલેપ, ગૃહસ્થ સંસૂટ, ઉસ્લિપ્ત-વિવેક, પ્રતીય પ્રક્ષણ, પરઠવવા યોગ્ય ને પરઠવવું પડે, વડીલ-પૂજ્યોની આજ્ઞા અને સર્વ પ્રકારના અસમાધિ નિમિત્ત સિવાય(૪) વિગઈનો ત્યાગ કરવો જોઈએ. (શિષ્ય - હું તે પ્રમાણે વિગઈનો ત્યાગ કરું છું.)
ગુરુ - (૫) બે વખત અશન કે એક વખત અશન કરવાનો નિયમ તમારે એવી રીતે રાખવો જોઈએ, કે-તે સિવાય અનાભોગ, સહસાકાર, સાગરિયાગાર, આકુંચન-પ્રસારણ, ગુરુ-અભ્યથાન, પાઠવવા યોગ્ય પરઠવવું પડે, પૂજ્ય વડીલોની આજ્ઞા અને સર્વ પ્રકારના અસમાધિ નિમિત્તોસિવાય-અશન, ખાદિમ, અને સ્વાદિમ એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. (શિષ્ય - હું તે પ્રમાણે ત્રણ આહારનો ત્યાગ રાખીશ.)
ગુરુ- (૬)[પરંતુ પાણીની બાબતમાં-લેપકૃત કે અપકૃત, સ્વચ્છ કે બહુલ, સસિથકે અસિફથ, પાણી સિવાયના પાણીનો ત્યાગ સમજવાનો છે. (૭) આ પ્રત્યાખ્યાન ખાતર તમારે તત્પર કહેવું. (શિષ્ય - હું સર્વ પ્રકારે તત્પર રહેવાનો છું.)
સમજ-એકલઠાણાના પચ્ચખાણમાં-અંગોપાંગ સ્થિર હોવાં જોઈએ. એટલે માત્ર આહાર કરતાં જમણો હાથ અને મુખ સિવાય બીજું કોઈ પણ અંગ ચાલવું ન જોઈએ. એટલે આકુંચન-પ્રસરણ એ આગાર તેમાં લેવાનો નથી.
૫૭. આયંબિલના પચ્ચકખાણના અર્થ-૬ આ પચ્ચકખાણના અર્થ ઉપર પ્રમાણે જ છે. માત્ર વિગઈઓને બદલે આયંબિલ એ પાઠ બોલવાનો છે. અને તેમાં બેસણું ન થાય, વિગઈઓ પચ્ચખાઈનો એ અર્થ છે કે-એક કે તેથી વધારે કોઈ પણ વિગઈઓની ઇચ્છા પ્રમાણે ત્યાગ કરવું. અને આયંબિલનો અર્થ એ થાય છે કે-એક પણ વિગઈ ન લેતાં માત્ર પાણીમાં ભેળવેલા જ ખોરાકનું આચમન કરી જવું જોઈએ. અર્થાત આચમન કરવાનું, એટલે તે સિવાયના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન લેવાનું હોય છે.
મધ, માંસ, માખણ અને મદિરા એ ચાર મહાવિગઈઓનો શ્રાવકોને ત્યાગ હોય કે હોવો જોઈએ, એટલે ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, કડાઈમાં તળેલી એ છયેય વિગઈનો ત્યાગ આયંબિલમાં વધારાનો હોય છે.
૫૮. તિવિહાર ઉપવાસના પચ્ચકખાણના અર્થ-૭ ગુરુઃ- (૧) અનાભોગ, સહસાત્કાર, પરઠવવું પડે, પૂજ્યવડીલોની આજ્ઞા થાય, સર્વ પ્રકારની અસમાધિનો પ્રસંગ હોય, તે સિવાય સૂર્ય ઉદયથી માંડીને ન ખાવા માટે- (૨) અશન, ખાદિમ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org