SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૨૧ ૨. સહસાગાર સહસાકાર : અજાણતાં મોંમાં પેસી જવું. ૩. પચ્છન્નકાલ=પ્રચ્છન્નકાલ : વાદળાં વગેરેથી વખતની સમજ ન પડવી. ૪. દિસામોહ-દિગ્યોહ : દિશા જોવાની ભૂલથી ખોટો વખત સમજાય. ૫. સાહવયાગ=સાધુવચન: ‘ઉગ્ધાડા પોરસી” એવો મુનિનો શબ્દ સાંભળી “પોરસીનું પચ્ચખાણ પૂરું થયું' એવો ભાસ થવો. ૬. સવ્વ સમાહિ વત્તિયાગાર:= સર્વસમાધિ-પ્રત્યયાકાર : ચિન્તા કે રોગાદિક કારણે સર્વ પ્રકારની સમાધિ નિમિત્તક પચ્ચખાણમાં જે કંઈ ફેરફાર થાય, તે રૂપ આગાર. એટલે અસમાધિમાં વહેલું મોડું પચ્ચખાણ પરાય, તેનો દોષ ન લાગે. ૭. મહત્તરાગાર=મહત્તરાકાર : સંઘ, આચાર્યાદિ મોટાના હુકમથી પચ્ચકખાણ વહેલું પારવું પડે, કે તેમાં ફેરફાર કરવો પડે. ૮. સાગારિયાગાર-સાગરિકાકાર : ગૃહસ્થ કે એવી કોઈ ઘરબારી વ્યક્તિ આવે, તો ઊઠીને એકાસણું વગેરે બીજે કરવા બેસતાં સાધુને પચ્ચકખાણ ન ભાંગે. ૯. આઉટણપસાર આકુંચનપ્રસાર : શરીરનાં અંગોપાંગ હલાવતાં ચલાવતાં દોષ ન લાગે. ૧૦. ગુરુ-અભુઠ્ઠાણ-ગુરુ-અભુત્થાન: ગુરુ કે વડીલ મુનિ આવે અને ઊભા થવું પડે, તો પણ પચ્ચકખાણ ન ભાંગે. ૧૧. પારિઠાવણિયાગાર પારિકાપનિકાકાર : વિધિપૂર્વક પરષ્ઠવવું પડે. ૧૨. ચોલપટ્ટાગાર-ચોલ-પટ્ટાકાર : કોઈ અધિકારી મુનિ નગ્ન બેસીને આહાર વાપરતા હોય, અને ગૃહસ્થ આવી જાય, અને ઊઠીને ચોળપટ્ટો પહેરવો પડે, તો પણ પચ્ચકખાણ ન ભાંગે. ૧૩. લેવાલેવ=લેપાલેપ : લેપ, અને લુછી નાંખ્યાથી અલેપ. ૧૪. ગિહત્યસંસિદ્ધ-ગૃહસ્થસંચુંટ : ગૃહસ્થથી મિશ્રણ થવા પામેલ હોય. ૧૫. ઉકિખત્તવિવેગ ઊંક્ષિપ્તવિગ: પિંડ વિગઈવગેરે મૂકીને ઉપાડી લીધેલ હોય, તેથી સહેજ વિગઈનો સંસર્ગ થયો હોય, તો પણ મુનિને પચ્ચખાણનો ભંગ ન થાય. ૧૬. પશ્ચમકિખા=પ્રતીક્ષિત : સહેજ ઘી વગેરેથી ચોપડાયેલ. ૧૭. લેવલેપ : ઓસામણ કે ધોવણનું પાણી લેપકૃત કહેવાય છે. ૧૮. અલવ અલેપ : કાંજી-છાશની પરાશ વગેરેનું પાણી-અપકૃત: ૧૯. અચ્છ=અચ્છ : સ્વચ્છ = ત્રણ ઉકાળાનું પાણી. ૨૦. બહુલ બહુલ : તલ કે ચોખા વગેરેનું ધોવાણ બહુલ પાણી કહેવાય છે. ૨૧. સસિF=સસિથ : કાંજી કે ઓસામણ વગેરેમાં કોઈ દાણો રહી ગયો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy